તરણેતર લોકમેળામાં વર્ષોની પરંપરા મુજબ ત્રિનેત્રેશ્વર મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું, જુઓ VIDEO
Surendranagar : પાળિયાદની વિસામણ બાપુની જગ્યાના મહંત પ.પૂ. નિર્મળાબા ઉનડ બાપુના હસ્તે ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતુ.
સુરેન્દ્રનગરમાં (Surendranagar) તરણેતર મેળાના (Tarnetar mela) બીજા દિવસે વર્ષોની પરંપરા મુજબ ત્રિનેત્રેશ્વર મંદિરમાં (Trinetrshwar temple) ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.પાળિયાદની વિસામણ બાપુની જગ્યાના મહંત પ.પૂ. નિર્મળાબા ઉનડ બાપુના હસ્તે ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતુ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બે વર્ષ બાદ યોજાયેલા મેળામાં પહેલા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.આ મેળામાં સંતો, મહંતો, પ્રધાન અને અધિકારીઓની હાજરી જોવા મળી.
તરણેતરના ભાતીગળ મેળામાં જનમેદની ઉમટી
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના થાન તરણેતર ખાતે જગવિખ્યાત તરણેતર ભાતીગળ મેળાનો 30 ઓગસ્ટે પ્રારંભ થયો છે.કેબિનેટ પ્રધાન કિરીટસિંહ રાણાના હસ્તે ભાતીગળ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો.આ સાથે કિરીટસિંહ રાણા સહિતના નેતાઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારબાદ વિવિધ સ્ટોલોનું (Stall) ઉદઘાટન પણ કરાયું હતું.ચાર દિવસ સુધી ચાલનાર આ મેળામાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
17મી ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તરણેતરના ‘ભાતીગળ મેળામાં 17મી ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવ્યું.તરણેતરનો ભાતીગળ મેળો ખાસ કરીને ગ્રામિણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. 2004થી મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું નવું સોપાન ઉમેરાયું છે. જેમાં નાળીયેર ફેંક, રસ્સા ખેંચ, માટલા દોડ, દોરડા કૂદ અને લંગડી જેવી પરંપરાગત રમતોની સ્પર્ધા યોજાય છે.રમતવીરોને પ્રોત્સાહિત કરવા બે લાખથી વધુના ઈનામો આપવામાં આવે છે. ગ્રામીણ ઓલમ્પિક થકી અંતરિયાળ વિસ્તારોના ખેલાડીઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક સાંપડે છે.