Surat : હવે અધવચ્ચેથી અભ્યાસ છોડી જનારા વિદ્યાર્થીઓને પણ VNSGU પ્રમાણપત્ર આપશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ગુજરાતની પહેલી યુનિવર્સીટી બની છે. જે નવી શિક્ષણ નીતિનો અમલ કરવા જઈ રહી છે. અધવચ્ચે અભ્યાસ છોડીને જનારા વિદ્યાર્થીઓને પણ તેઓએ જેટલો અભ્યાસ કર્યો હશે તેટલું પ્રમાણપત્ર મળશે. ઉપરાંત વિદેશ જનારા વિદ્યાર્થીઓને પણ ક્રેડિટ મળશે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં(Veer Narmad South Gujarat University ) સેનેટ સભામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્ટેટ્યુટમાં સુધારા વધારાને મંજૂરી આપવામાં આવી હતી. યુનિવર્સીટીએ સ્ટેટ્યુટમાં કરેલા ફેરફારને પગલે હવે પ્રવર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-22થી એકથી વધુ પ્રકારના વિવિધ સર્ટિફિકેટ કોર્સને પણ લીલી ઝંડી મળી ગઈ છે. અને હવે ગ્રેજ્યુએશન કોર્સ દરમ્યાન પહેલા વર્ષનું શિક્ષણ સફળતાપૂર્વક પાસ કર્યા પછી સર્ટિફિકેશન, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશન અને ચોથા વર્ષે ઓનર્સની ડિગ્રી મળશે.
આવું થવાથી યુનિવર્સીટીમાં અધૂરો અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. જેટલું ભણ્યા હોય તેટલું પ્રમાણપત્ર વિદ્યાર્થીઓને મળશે. વિદેશ અભ્યાસનું આયોજન કરી રહેલા વિદ્યાર્થીઓની ક્રેડિટ પણ ટ્રાન્સફર કરી શકાશે. આમ વિદ્યાર્થીઓ માટે નેશનલ એજ્યુકેશન પોલિસી અત્યંત ઉપયોગી નીવડશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ગુજરાતની પહેલી યુનિવર્સીટી બની છે જ્યાં હવે નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ શરૂ કરી દેવામાં આવશે. યુનિવર્સીટીના કુલપતિએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષથી મલ્ટીપલ સર્ટિફિકેશન પોલીસીનો અમલ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને તેમના વાર્ષિક શિક્ષણ મુજબ સર્ટિફિકેશન આપવામાં આવશે. તેઓને જે ડિગ્રી સર્ટિફિકેટ મળશે તેને વૈશ્વિક સ્તરે માન્યતા નહીં મળે પણ ક્રેડિટ ટ્રાન્સફરનો ફાયદો વિદ્યાર્થીઓને જરૂર મળશે.
જેથી મલ્ટીપલ સર્ટિફિકેશન પોલિસી અંતર્ગત વિદેશ જતા વિદ્યાર્થીઓને તેનો ફાયદો મળી શકશે. વર્તમાન શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિ અમલમાં લાવનારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ગુજરાતની પહેલી યુનિવર્સીટી બની છે. વિદ્યાર્થીઓના હિતને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કુલપતિએ જણાવ્યું છે.
અન્ય મહત્વના નિર્ણયો પણ યુનિવર્સીટી દ્વારા લેવામાં આવ્યા છે. જેમાં કુલપતિની વય મર્યાદા 65 વર્ષની કરાઈ છે, બીએસસી નર્સીંગ માટે અલગ બોર્ડ પણ બનાવવામાં આવ્યું છે. ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને સજા આપવાના નિયમો મંજુર કરાયા છે. ફેકલ્ટીમાં સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ દાખલ કરવામાં આવ્યા છે. એકેડેમિક બેન્ક ક્રેડિટને પણ અમલમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત બીએસસી મેડિકલ ટેક્નોલોજી કોર્સનું નામ બદલીને બીએસસી મેડિકલ લેબોરેટરી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :