Surat : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

|

Aug 16, 2022 | 9:40 AM

આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત (Gujarat )વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટે કોંગ્રેસે અશોક ગેહલોતને વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

Surat : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે
Ashok Gehlot

Follow us on

તારીખ 16 ઓગસ્ટે એટલે કે આજે રાજસ્થાનના(Rajasthan ) મુખ્યમંત્રી અશોક ગેહલોત સુરતના (Surat )મહેમાન બનશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress )સમિતિની આગામી વિધાનસભાની ચૂંટણીમાં “મારુ બૂથ-મારુ ગૌરવ” કાર્યક્રમ અંતર્ગત એક બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક સીએમ અશોક ગેહલોત ભાગ લેવાના છે અને તેઓ દક્ષિણ ગુજરાતના મહત્વના નેતાઓ સાથે મહત્વની બેઠક પણ કરવા જઈ રહ્યા છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સવારે 11:30 કલાકે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડો.રાઠવા ખાસ ઉપસ્થિત રહેવાના છે.

ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે :

ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. અશોક ગેહલોત આજે રાજસ્થાનથી સીધા સુરત આવી પહોંચશે. તેઓ સુરતમાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના નેતાઓને મળવાના છે. તેઓ 16મીએ બપોરે રાજકોટ પહોંચશે. જ્યાં તેઓ સૌરાષ્ટ્ર વિસ્તારના કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે અને તે બાદ 16 ઓગસ્ટની રાત્રે વડોદરા પહોંચશે. 17મીએ અશોક ગેહલોત મધ્ય ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરવાના છે. તેઓ 17મીએ બપોરે અમદાવાદ પહોંચશે. જ્યાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે. તેઓ 18મીએ અમદાવાદમાં એક પત્રકાર પરિષદ કરશે અને ચૂંટણી ઢંઢેરા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ સાથે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ડિજિટલ પ્રચારની શરૂઆત પણ કરશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કોંગ્રેસે અશોક ગેહલોતને મોટી જવાબદારી સોંપી

આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટે કોંગ્રેસે અશોક ગેહલોતને વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને પણ હિમાચલ પ્રદેશના સિનિયર નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય  રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તે ભૂપેશ બઘેલ સાથે પડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર દેખરેખ રાખશે. આ સિવાયઅન્ય નેતાઓમાં  છત્તીસગઢના નેતાઓ ટીએસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને પણ  નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Next Article