SURAT : ડુમસ બીચને ઇકો-ટૂરિઝમ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન તૈયાર, પ્રોજેકટને ચાર ઝોનમાં વહેંચી દેવાયો
સુરત (SURAT)નગરપાલિકાના આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર હસ્તકની 78.99 હેક્ટર જમીન અને વન વિભાગની 23.07 હેક્ટર જમીન મળી હતી. અને આ પ્રોજેક્ટ કુલ 102 હેક્ટર વિસ્તાર સુધી મર્યાદિત હતો.
સુરત શહેરમાં ડ્રીમ પ્રોજેક્ટને વહેલી તકે સાકાર કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરાયેલા આયોજનને ચાર ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. ગ્રાન્ટ મળે તે હેતુથી આયોજન કરાયું છે. વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે ગ્રાન્ટ મળશે ત્યારે જ યોજના આગળ ધપાવવાનું નક્કી કરાયું હતું, જે પ્રથમ તબક્કામાં રૂ. 138 કરોડ અને બીજા તબક્કામાં રૂ. 68 કરોડ હતી. જોકે, ડુમસ બીચને વિકસાવવા અને સુંદર અને વિશાળ પિકનિક સ્પોટ આપવા માટે વર્ષોથી ભાજપના ચૂંટણી ઢંઢેરામાં રહેલો આ પ્રોજેક્ટ આખરે મેદાને પડ્યો છે.હાલમાં સુરત પાલિકા દ્વારા આ કામને હાથ ધરવામાં આવ્યું છે.
સુરત નગરપાલિકાના આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર હસ્તકની 78.99 હેક્ટર જમીન અને વન વિભાગની 23.07 હેક્ટર જમીન મળી હતી. અને આ પ્રોજેક્ટ કુલ 102 હેક્ટર વિસ્તાર સુધી મર્યાદિત હતો. આ સાથે 45.93 હેક્ટર બીચ વિસ્તારને ઈકો-ટૂરિઝમ માટે વિકસાવવાની યોજના છે. પાલિકાએ આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરીને તેને ચાર ઝોનમાં વહેંચી દીધો છે. પ્રથમ ઝોનમાં શહેરી વિભાગમાં બે પેકેજની કામગીરી કરવામાં આવશે.
કન્સલ્ટન્ટ્સ દ્વારા તૈયાર કરાયેલા આ પેકેજ-1ના કામના ગ્રોસ અંદાજની મંજૂરી માટેની દરખાસ્ત જાહેર બાંધકામ સમિતિની આગામી બેઠકમાં કરવામાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી છે. રજૂ આ પ્રોજેક્ટ માટે સરકાર પાસેથી 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ માંગવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ડુમસ બીચને સુલતાનાબાદ-ભીમપુર-ડુમસમાં ઉપલબ્ધ બીચના કુદરતી સંસાધનોનો મહત્તમ લાભ મળશે અને પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. કુદરતી સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધનના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઈકો ટુરિઝમ પાર્કનો વિકાસ કરવામાં આવશે.
દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આધુનિક અને આકર્ષક મનોરંજન સાથે અત્યંત સુંદર નેચરલ થીમ પાર્ક બનાવવામાં આવશે.
ઝોન-1 – અર્બન ઝોન
ઝોન-2 – પબ્લિક સ્પેસ-ઈકો ઝોન
ઝોન-3 – ફોરેસ્ટ-ઈકો ટૂરિઝમ અને વેલનેસ ફેસિલિટી
ઝોન-4 – ડુમસ પોર્ટ અને જેટીનો પુર્નવિકાસ તથા યાચ ઝોન