PM Modi Visit Gujarat Sabarkantha : ‘આજે પણ સાબરકાંઠા બસસ્ટેન્ડના અવાજો મારા કાનમાં ગુંજે છે’- વડાપ્રધાન મોદી
PM Modi Visit Sabarkantha Live Updates: વડાપ્રધાન મોદી આજે (PM Modi) સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના (Sabar Dairy) પ્લાન્ટની મુલાકાત લીધી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) આજે ગુજરાતના પ્રવાસે છે. હાલ PM મોદી સાબરકાંઠા પહોંચી ગયા છે.PM મોદી (PM Modi) સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના (Sabar Dairy) પ્લાન્ટની મુલાકાત લીધી. સાબર ડેરીમાં એક હજાર કરોડના પ્રોજેક્ટનું (Sabar Dairy Project) લોકાર્પણ અને ભૂમિપૂજન થશે.PM મોદી (PM Modi Gujarat Visit Live) 305 કરોડના ખર્ચે બનેલા મિલ્ક પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.મહત્વનું છે કે,આ અદ્યતન મિલ્ક પાવડર પ્લાન્ટની દૈનિક 120 મેટ્રિક ટનની ક્ષમતા છે. જ્યારે 125 કરોડના ખર્ચે બનેલા પેકેજીંગ યુનિટ અને 600 કરોડના ખર્ચે બનનારા દૈનિક 30 મેટ્રિક ટન ક્ષમતાના ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કર્યું.
LIVE NEWS & UPDATES
-
PM Modi Gujarat Live : ગ્રામિણ ભારતને મજબુત કરવાનું લક્ષ્ય- વડાપ્રધાન મોદી
PM મોદીએ કહ્યું કે, ‘ગ્રામિણ ભારતને મજબુત કરવાનું લક્ષ્ય સાથે સરકાર આગળ વધી રહી છે.10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનો બનાવવા પર હાલ કામ થઈ રહ્યું છે,જેનાથી નાના ખેડુતોને સીધો ફાયદો થશે.’
Today, we are working on creating 10,000 Farmer Producer Associations (FPOs) :PM @narendramodi#Himatnagar #Gujarat #TV9News pic.twitter.com/YRzXGajLef
— Tv9 Gujarati (@tv9gujarati) July 28, 2022
-
Sabarkantha Live Updates : મહિલાઓની આગેવાની હેઠળ ડેરીનો વિકાસ થયો : PM મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે,ડેરી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો થવાને કારણે ડેરીનો વિકાસ થયો છે.વધુમાં તેણે કહ્યું કે,મહિલાઓ આજે પશુની આયુર્વેદિક રીતે સારવાર કરતા થયા છે.
Women led development in the country is due to increase in participation of women in the dairy sector : PM @narendramodi#Himatnagar #Gujarat #TV9News pic.twitter.com/lR5yCZ9YJU
— Tv9 Gujarati (@tv9gujarati) July 28, 2022
-
-
PM Modi Gujarat Visit : સાબર ડેરીની વિવિધ પહેલ ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપશે -PM મોદી
વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે, સાબર ડેરીની આ પહેલથી પશુપાલકો સહિત ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ મળશે.
Banas dairy’s various initiatives which will boost rural economy, support local farmers and milk producers : PM @narendramodi #Himatnagar #Gujarat #TV9News pic.twitter.com/cDNj88wGdp
— Tv9 Gujarati (@tv9gujarati) July 28, 2022
-
PM Modi Sabarkantha Live : ગુજરાતમાં સહકાર છે એટલે જ સમૃદ્ધિ છે- PM મોદી
ઉપરાંત વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે,પશુપાન ક્ષેત્રમાં પુરુષો કરતા મહિલાઓ કામ વધી રહી છે.અને પશુ આરોગ્ય મેળા સહિતના આયોજનને કારણે પશુઓની યોગ્ય સારવાર થઈ રહી છે.વધુમાં તેમણે કહ્યું કે,પ્લાસ્ટિક આપણા પશુઓ માટે દુશ્મન સાબિત થઈ રહ્યું હતુ. એટલે જઆપણે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો છે.સાથે તેણે ગુજરાતની પ્રશંસા કરાત કહ્યું કે, ગુજરાતમાં સહકાર છે એટલે જ સમૃદ્ધિ છે.
-
PM Modi Gujarat Visit Live : સાબરકાઠા બસસ્ટેન્ડના અવાજો આજે પણ કાનમાં ગુંજે છે-PM મોદી
સાબર ડેરી લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે,’સાબરકાઠામાં આજે કરોડો રૂપિયાના વિકાસ કાર્યો થઈ રહ્યા છે.સાબર ડેરીની જ્યારે વાત આવે ત્યારે ભુરાભાઈએ વાત ન આવેતો વાત અધુરી છે.ભુરાભાઈ પટેલે જે દશકા પહેલા શરૂઆત કરી તેનો આજે પણ લાભ થઈ રહ્યો છે.’ વધુમાં તેણે કહ્યું કે,સાબરકાંઠામાં ભાગ્યે જ કેવો વિસ્તાર હશે,જ્યાં હું ન ગયો હોય.સાબરકાઠા બસસ્ટેન્ડનો એ અવાજ આજે પણ મારા કાને ગુંજે છે.ખેડ….ખેડ..વડાલી..હેંડો…હેંડો.. !
-
-
સાબર દેરી દુધ સહકાર પ્રવૃતિમાં અગ્રેસર : CM ભૂપેન્દ્ર પટેલ
CM ભૂપેન્દ્ર પટેલે તેના સંબોધનમાં જણાવ્યું કે,ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે. દુધ સહકારથી લઈને દરેક ક્ષેત્રે આજે ગુજરાતે PM મોદીના નેતૃત્વમાં હરણફાળ ભરી છે.વધુમાં તેણે કહ્યું કે,સાબર દેરી દુધ સહકાર પ્રવૃતિમાં અગ્રેસર રહી છે.1964-65 માં 19 દૂધ મંડળીથી શરૂ થયેલી ડેરીમાં આજે 1798 દૂધ મંડળીઓ કાર્યરત છે.સાબર ડેરી હાલ ઉતર ગુજરાતને ઉતમ ગુજરાતને આગળ ધપાવી રહી છે.
-
PM modi Gujarat Live : બહેનોને સમૃદ્ધ બનાવવા PM મોદીએ પ્રયત્ન કર્યા – સી. આર.પાટીલ
સી. આર.પાટીલે સાબર ડેરીના સંબોધન દરમિયાન કહ્યું કે,બહેનોને સમૃદ્ધ બનાવવા PM મોદીએ પ્રયત્ન કર્યા છે.હવે બહેનો પશુપાલનના વ્યવસાય દ્વારા પગભર બની છે.અને તે માટેનું માધ્યમ ડેરી બની છે.વધુમાં કહ્યું કે,ડેરી આધુનિકતા તરફ આગળ વધી રહી છે.આ પ્લાન્ટના લોકાર્પણથી પશુપાલકોને ખુબ ફાયદો થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
-
Sabarkantha Live Updates : વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યુ
સાબરકાંઠામાં સાબર ડેરીમાં જાહેર સભાને સંબોધતા પહેલા PM વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
PM @narendramodi received a warm welcome ahead of addressing public gathering in Sabar dairy in #Sabarkantha #Gujarat #TV9News pic.twitter.com/puxnDzlw7v
— Tv9 Gujarati (@tv9gujarati) July 28, 2022
-
PM Modi Gujarat Visit : સાબર ડેરીમાં વિકાસનો નવો સુરજ ઉગશે
સાબર ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલનું પણ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ.મહત્વનું છે કે, સાબર ડેરીના વિકાસ પ્રોજેક્ટની મદદથી સાબર ડેરીમાં વિકાસનો નવો સુરજ ઉગશે.
-
PM Modi Sabarkantha Visit : સાબરકાંઠામાં વડાપ્રધાનનું સાબર ડેરીના ચેરમેન દ્વારા સ્વાગત
સાબરકાંઠામાં વડાપ્રધાનનું સાબર ડેરીના ચેરમેન શામળદાસ પટેલ દ્વારા સાફો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ.આ સાથે પશુપાલકો બહેનો દ્વારા પણ PM મોદીનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
Gujarat | Prime Minister Narendra Modi inaugurate & lay the foundation stone of multiple projects of Sabar Dairy at Gadhoda Chowki, Sabarkantha to boost the rural economy, support local farmers and milk producers. pic.twitter.com/h95bLoryVN
— ANI (@ANI) July 28, 2022
-
PM Modi Gujarat Visit : પ્રદેશના ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે
PMO દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આ પ્રોજેક્ટ સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવશે અને તેમની આવકમાં વધારો કરશે. આ સાથે પ્રદેશના ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે. પ્રધાનમંત્રી સાબર ડેરી ખાતે આશરે 120 મિલિયન ટન પ્રતિ દિવસ (MTPD)ની ક્ષમતા ધરાવતા પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.
-
Sabarkantha Live Updates : PM મોદીએ મિલ્ક પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
PM મોદીએ સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના (Sabar Dairy) પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.આ અદ્યતન મિલ્ક પાવડર પ્લાન્ટની દૈનિક 120 મેટ્રિક ટનની ક્ષમતા છે.
-
Sabarkantha Live Updates: વડાપ્રધાન મોદી સાબરકાંઠા પહોંચ્યા
વડાપ્રધાન મોદી સાબરકાંઠા પહોંચ્યા છે,જ્યાં તેઓ 350 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
PM @narendramodi inaugurates and lay the foundation stone of multiple projects of Sabar Dairy worth over Rs. 1000 crore #Banaskantha #Gujarat pic.twitter.com/hFG1ylZfnk
— Tv9 Gujarati (@tv9gujarati) July 28, 2022
-
PM મોદી અમદાવાદથી સાબરકાંઠા જવા રવાના
વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ. હાલ વડાપ્રધાન મોદી અમદાવાદથી સાબરકાંઠા જવા રવાના થયા છે.
-
Sabarkantha Live : વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચ્યા
વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયુ છે.આજે PM મોદી સાબરકાંઠામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.
#modiingujarat :PM @narendramodi arrives at #Ahmedabad airport#Gujarat #TV9News pic.twitter.com/C4l5RVHPYQ
— Tv9 Gujarati (@tv9gujarati) July 28, 2022
-
PM Modi Gujarat Visit : વડાપ્રધાનને આવકારવા CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
વડાપ્રધાન મોદીને આવકારવા અને સ્વાગત કરવા માટે CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.
-
PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ બાદ જનસભાને સંબોધન કરશે. ત્યારે હાલ કાર્યક્રમ સ્થળે જનમેદની ઉમટી પડી છે.અહીં ઢોલ નગારા અને બેન્ડ બાજા સાથે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
Prime Minister @narendramodi to interact with women cattle- breeders during his Banas dairy visit #Banaskantha #TV9News pic.twitter.com/gXpviv6hjK
— Tv9 Gujarati (@tv9gujarati) July 28, 2022
-
Sabarkantha Live Updates : સાબર ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા
કોઠાસૂઝ અને અડગ નિશ્વય હોય તો કોઈ કઠિનમાં કઠિન કામ પણ પાર પડી શકે તેની પ્રતીતિ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોએ કરાવી છે. આ બંને જિલ્લા આજે દૂધ ઉત્પાદન થકી ‘શ્વેત વિકાસ’ની પરાકાષ્ઠા તરફ ડગ માંડવા સજ્જ બન્યો છે. છેલ્લા 58 વર્ષમાં સાબર ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે. ભુરાભાઇ પટેલ ની આગેવાનીમાં સાબર ડેરીની સ્થાપના થઈ હતી જે આજે વટવૃક્ષ બની છે.
-
PM Modi Gujarat Visit Live : કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ બાદ જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનો હાજર રહેશે.
-
PM Modi Gujarat : વડાપ્રધાન મોદી 725 કરોડના પ્રોજકેટનું કરશે ભુમિપુજન
PM મોદી 305 કરોડના ખર્ચે બનેલા મિલ્ક પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. જ્યારે 125 કરોડના ખર્ચે બનેલા પેકેજીંગ યુનિટ અને 600 કરોડના ખર્ચે બનનારા દૈનિક 30 મેટ્રિક ટન ક્ષમતાના ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે.
-
Sabar Dairy Live Updates : સાબર ડેરીમાં આજે 1798 દૂધ મંડળીઓ કાર્યરત
વર્ષ 1964-65માં માત્ર 19 દૂધ મંડળીથી શરૂ થયેલી ડેરીમાં આજે 1798 દૂધ મંડળીઓ કાર્યરત છે.એટલું જ નહીં 29 સભાસદો સાથે શરૂ થયેલી ડેરીમાં આજે 3,84,986 સભાસદોનું સુદ્રઢ પીઠબળ જોવા મળી રહ્યું છે.
-
PM Modi Sabarkantha Live Updates : વડાપ્રધાનની મુલાકાતને પગલે પશુપાલકો ઉત્સાહિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબર ડેરીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે. સાથે જ PM પશુપાલક બહેનો સાથે પણ સંવાદ કરવાના છે,ત્યારે પીએમ સાથેના સંવાદને લઈને પશુપાલકોમાં આનંદ જોવા મળ્યો.
-
PM Modi Gujarat Visit : PM મોદીના હસ્તે 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે
ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું અને કૃષિ અને પશુપાલન સંલગ્ન પ્રવૃત્તિને ઉત્તેજન આપવાના સરકાર સતત પ્રયાસ કરી રહી છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરશે.
Published On - Jul 28,2022 10:10 AM





