લોકમેળામાં SOPના પાલનને લઈને તંત્રની બેધારી નીતિને tv9એ પાડી ખુલ્લી, રાઈડ્સ ધારકોને આપ્યા આ કડક નિર્દેશ- Video

|

Aug 22, 2024 | 2:46 PM

રાજકોટમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળામાં SOPના પાલનને લઈને ગઈકાલે tv9 દ્વારા ધારદાર અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમીના મેળા દરમિયાન જ્યાં એક તરફ રાઈડ્સ સંચાલકોને જમીનનો સ્ટ્રક્ચર રિપોર્ટ રજૂ કર્યા બાદ જ રાઈડ્સ ગોઠવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જો કે રાઈડ્સ ધારકોએ એમ જ લાકડા કે પથ્થરના ટેકા સાથે રાઈડ્સ ગોઠવી દેતા tv9એ આ સમગ્ર ઘટનાને ઉજાગર કરતા તંત્રના અધિકારીઓ દોડતા થયા છે. 

રાજકોટમાં સર્જાયેલા ગોજારા અગ્નિકાંડની ઘટના બાદ લોકમેળામાં રાઈડ્સને લઈને SOP કડક કરી દેવામાં આવી છે. જેમા રાઈડ્સ સંચાલકો પાસેથી જ્યાં રાઈડ્સ રાખવાની હોય એ જમીનના સ્ટ્રક્ચરને લઈને પણ રિપોર્ટ માગવામાં આવ્યો હતો અને રાઈડ્સનો એક પ્રકારનો એક્સરે રિપોર્ટ પણ રજૂ કરવાના નિર્દેશ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા. આ નિયમો સાથે સંચાલકો સહમત થયા ન હતા અને નિયમોમાં બાંધછોડ કરવાની રજૂઆત કરી હતી.

tv9 એ SOPના પાલનને લઈને ચાલતી તંત્રની બેધારી નીતિને પાડી ખુલ્લી

જો કે બે ત્રણ બેઠક મળ્યા બાદ પણ જિલ્લા કલેક્ટર કે રાઈડ્સ સંચાલકો વચ્ચે નિયમોને લઈને કોઈ સહમતી સધાઈ ન હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે લોકમેળાના સ્થળ પર ગઈકાલે તમામ રાઈડ્સ ગોઠવી દેવામાં આવી હતી. આ રાઈડ્સ લાકડાના ઓથે કે પથ્થરના ટેકા સાથે તમામ રાઈડ્સને રાખી દેવાઈ છે. જેમા કલેક્ટરે બનાવેલી SOPની સદંતર ઉલાળિયો કરી દેવાયો છે. આ ઘટનાને tv9 દ્વારા તાત્કાલિક ઉજાગર કરવામાં આવી હતી અને તંત્રને પણ સવાલો કરવામાં આવ્યા હતા. તંત્ર અને રાઈડ્સ ધારકોની બેધારી નીતિને tv9 દ્નારા ખુલ્લી પાડવામાં આવતા જ ફરી SOPના પાલનને લઈને રાઈડ્સ ધારકોને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે.

SOPના પાલનને લઇને તંત્રએ અપનાવ્યું સખ્ત વલણ

જ્યારે જિલ્લા કલેક્ટરની SOP બહાર આવી ત્યારે ફાઉન્ડેશન ફરજિયાત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તમામ SOPનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેવી વાતો કરવામાં આવી હતી.જો કે જમીન પોલાણવાળી છે કે પથરાળ છે તે અંગેનો કોઈ રિપોર્ટ આવે તે પહેલા જ રાઈડ્સ ધારકોએ મનમાની ચલાવી મોટી મોટી રાઈડ્સ ખડકી દીધી છે. ત્યારે તંત્રનું પણ તેમને છુપુ સમર્થન હોય તેમ મૂક પ્રેક્ષક બની રહ્યુ હતુ. જો કે ગઈકાલે આ સમગ્ર બાબતે tv9એ અહેવાલ પ્રસારિત કર્યા બાદ ફરી એકવાર તંત્રના અધિકારીઓએ રાઈડ્સ સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેમા તેમને સ્પષ્ટપણે નિર્દેશ અપાયા છે કે જ્યા સુધઈ સંપૂર્ણ SOPનું પાલન નહીં થાય અને NOC નહીં મળે ત્યાં સુધી એકપણ રાઈડ્સ ચાલુ કરવા દેવામાં નહીં આવે.

Plant In Pot : મોગરાનો છોડ ઘરે ઉગાડવા અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 26-03-2025
ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ, તેમની ડિગ્રીઓ જાણીને તમને આશ્ચર્ય થશે
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ
Video : કે. એલ રાહુલના ઘરે દીકરીના જન્મની દિલ્હીના ખેલાડીઓએ આ રીતે કરી ઉજવણી
સચિનની લાડલી સારા એ કર્યો કમલ, ફરતા ફરતા કરશે લાખોની કમાણી..!

તંત્રએ SOPના પાલન માટે ડિઝાસ્ટર વિભાગની મદદ માગી

તંત્રએ સખ્ત વલણ બતાવતા કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે તેમ જણાવ્યુ છે. રાઈડ્સને લગતી તમામ મંજૂરીઓ હશે તો જ રાઈડ્સ શરૂ કરવા દેવામાં આવશે. રાઈડ્સના ફાઉન્ડેશન, NOC, સહિતની તમામ મંજૂરી હશે તો જ પરવાનગી આપવામાં આવશે. તંત્રએ SOPના પાલન માટે ડિઝાસ્ટર વિભાગની મદદ પણ માગી છે. SDRF અને NDRFની ટીમ ફાળવવા સરકારને પત્ર લખ્યો છે. કલેક્ટર રાજ્ય સરકારને પત્ર લખીને ટીમ ફાળવવા માગ કરી છે.

આ અંગે આજે ફરી બપોર બાદ તંત્રના અધિકારીઓ અને રાઈડ્સ સંચાલકો સાથે બેઠક મળનાર છે.જેમા જોવુ રહ્યુ કે કલેક્ટર ક્યા પ્રકારનો નિર્ણય લે છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article