AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ : ઘરના ઘરનું સ્વપ્ન થશે પૂર્ણ, PM નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા લાઇટ હાઉસ આવાસ માર્ચ-2022માં તૈયાર થશે

કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજીનો સઘન અભ્યાસ કરી ભારતમાં અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી હતી.

રાજકોટ : ઘરના ઘરનું સ્વપ્ન થશે પૂર્ણ, PM નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા લાઇટ હાઉસ આવાસ માર્ચ-2022માં તૈયાર થશે
Rajkot: PM Modi's dream project light house accommodation will be ready in March 2022
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 21, 2022 | 11:15 PM
Share

Rajkot: પ્રધાનમંત્રી દ્વારા સને 2022 સુધીમાં સૌને ‘‘ઘરનું ઘર’’ મળી રહે તે માટે સને 2015માં ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના’’ (Pradhan Mantri Awas Yojana)જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થી (Beneficiary)આવાસ મેળવી શકે છે. સને 2022 સુધીમાં સૌને ‘‘ઘરનું ઘર’’ મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવામાં આવી રહ્યા છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકી સાથે ઓછા સમયમાં વધુને વધુ આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજીનો સઘન અભ્યાસ કરી ભારતમાં અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી હતી. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેંજ – લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત) લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગરતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઇ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવી છે.

ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ – લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરોમાં જુદી જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણુક કરવામાં આવી છે. જે અન્વયે રાજકોટ શહેરમાં એજન્સી માલાણી કન્સ્ટ્રકશન કુ. દ્વારા સ્થાનિક કામગીરી થઇ રહી છે. સમગ્ર કામગીરી MoUHA (મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ) ના વડપણ હેઠળ BMTPS (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવે છે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવે છે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. આ કામગીરી આશરે 1 વર્ષમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.5 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ 1.5 લાખની સહાય મળવાપાત્ર છે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ 4.00 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવશે. સ્માર્ટ સીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાર્વસ પ્રોજેક્ટ માટે રૂ. 118 કરોડના ખર્ચે EWS-II (૪૦.૦૦ ચો.મી ) પ્રકારના ૧૧૪૪ આવાસો (G+૧૩) નું નિર્માણ કાર્યરત છે.

રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં 32 માં 45 મીટર રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યો છે. આ આવાસ યોજના સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલ 3 તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ છે. જેથી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં 2 રૂમ, લીવીંગ રૂમ, રસોડુ, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા, LED લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવશે. આ પ્રોજેક્ટની કામગીરી આશરે માર્ચ-2022 માં પૂર્ણ થશે.

આ પણ વાંચો : Rajkot : લ્યો બોલો, લાખો રૂપિયાનો પગાર ધરાવતા કાર્યકારી કુલપતિએ વિદ્યાર્થીઓના રૂપિયાથી લીધો એપલનો ફોન !

આ પણ વાંચો : Rajkot : પોલીસ તોડકાંડ-ફરિયાદી સખિયાબંધુને ગૃહ વિભાગે કર્યો ફોન કહ્યું, ધક્કો ન ખાતા ધાર્યુ પરિણામ આપીશું

g clip-path="url(#clip0_868_265)">