જીભ લપસી અને કરીયર ખત્મ, ત્રણ દિગ્ગજ નેતાઓના કરીયર થયા ખત્મ, શું રૂપાલા પણ જોડાશે આ લિસ્ટમાં

પરશોત્તમ રૂપાલાએ કરેલો બફાટ આજે તેમને જબરદસ્ત ભાજપને નડી રહ્યો છે. બે-ત્રણ વાર રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે, બાદમાં સીઆર પાટીલે પણ ક્ષત્રિય સમાજ સામે હાથ જોડ્યા પરંતુ રાજપૂતો પોતાની માગ પર અડગ છે. દેશમાં પણ અનેક નેતાઓએ સમાજ કે વ્યક્તિ કે ધર્મ પર ટિપ્પણી કરી અને લોકોએ તેમને વોટ ન આપીને ઘરે બેસાડી દીધા છે. એવા અનેક ઉદાહરણો છે, તો ચાલો જાણીએ તે નેતાઓ વિશે.

જીભ લપસી અને કરીયર ખત્મ, ત્રણ દિગ્ગજ નેતાઓના કરીયર થયા ખત્મ, શું રૂપાલા પણ જોડાશે આ લિસ્ટમાં
Follow Us:
| Updated on: Apr 20, 2024 | 5:21 PM

રાજકારણમાં કોઈપણ વાત હળવાશથી કહેવાતી નથી. નેતાઓના મોઢે સામાન્ય લાગતી નાની વાત કેટલી મોટી થઈ જાય તેનું ઉદાહરણ રાજ્યમાં જોવા મળી રહ્યું છે. પરશોત્તમ રૂપાલાએ કરેલો બફાટ આજે જબરદસ્ત રીતે ભાજપને નડી રહ્યો છે. બે-ત્રણ વાર રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે, બાદમાં સીઆર પાટીલે પણ ક્ષત્રિય સમાજ સામે હાથ જોડ્યા પરંતુ રાજપૂતો પોતાની માગ પર અડગ છે. તેઓનું સ્પષ્ટ માનવું છે કે રૂપાલાની ટિકિટ રદ્દ થવી જ જોઈએ અને જો આમ ના થયું તો આક્રોશની આગ આખા ગુજરાતમાં વ્યાપક રીતે ફેલાશે અને તેનું પરિણામ આવનાર ચૂંટણીમાં જોવા મળશે.

જો કે દેશના અનેક નેતાઓ વિવાદિત નિવેદન આપી ચુક્યા છે અને તેના કારણે તેમને મતદાતાઓએ તેમને હાંસિયામાં ઘકેલી દીધા છે, જેમાં અનેક મોટા ચહેરાનો પણ સમાવેશ થાય છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

અટલ બિહારી વાજપેયીને પણ ‘નાલાયક’ કહ્યા હતા

જ્યારે જ્યારે પણ મણિશંકર ઐયરે મોઢું ખોલ્યું છે ત્યારે કોંગ્રેસમાં સંકટના વાદળો છવાઈ ગયા છે. એવું કહેવું ખોટું નહીં હોય કે વર્ષ 2014માં મણિશંકર ઐયરના એક નિવેદને નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવ્યા હતા. કોંગ્રેસના મણિશંકર ઐયરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહ્યા હતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને પણ ‘નાલાયક’ કહી ચુક્યા છે.

નરેન્દ્ર મોદીને ‘નીચ પ્રકારનો માણસ’ કહ્યા હતા

2012 પછી, 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં, કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ પ્રકારનો માણસ’ કહીને સીધો હુમલો કર્યો. કોંગ્રેસને ચૂંટણીમાં આનો માર સહન કરવો પડ્યો અને ભાજપે કોંગ્રેસને ગરીબ વિરોધી અને પછાત જાતિ વિરોધી ગણાવીને નરેન્દ્ર મોદીએ તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો. આ સાથે મણિશંકર અય્યરે 2014માં મોદીને ચાવાળો કહીને ટોણો માર્યો હતો.

દિગ્વિજય સિંહે પણ મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી

2017 બાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ખડગેના નિવેદનને ગુજરાતની ઓળખ સાથે જોડી દીધું અને ચૂંટણીમાં તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો. ખડગે પહેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે પણ મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી.

એક ભૂલ અને અડવાણીને અધ્યક્ષ પદેથી આપવુ પડ્યું રાજીનામું

2005માં જૂન મહિનો લાલકૃષ્ણ અડવાણી માટે સારો નહોતો. જૂન મહિનામાં લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. પાકિસ્તાનમાં લાલકૃષ્ણ અડવાણીએ પાકિસ્તાનના મોહમ્મદ અલી ઝીણાની કબરની મુલાકાત લીધી હતી. ત્યાં લાલકૃષ્ણ અડવાણીએ ઝીણાને શ્રદ્ધાંજલિ આપી હતી અને પછી પોતાના ભાષણમાં ઝીણાને બિનસાંપ્રદાયિક ગણાવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે ઝીણા એક અલગ વ્યક્તિત્વ હતા. તેણે ઈતિહાસ રચ્યો હતો.

ઝીણાના વખાણ કર્યા બાદ જ્યારે લાલકૃષ્ણ અડવાણી 6 જૂને દિલ્હી એરપોર્ટ પર પાકિસ્તાનથી પરત ફર્યા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લાલકૃષ્ણ અડવાણીના વિરોધમાં ‘જિન્ના સમર્થકો પાછા જાઓ’ના નારા લગાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે પાર્ટીમાં પણ આનો વિરોધ થયો હતો અને 7 જૂને લાલકૃષ્ણ અડવાણીએ ભાજપના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.

અપમાનને મુદ્દામાં ફેરવવામાં મોદીની માસ્ટરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમના પરના વ્યક્તિગત હુમલાઓને મુદ્દામાં ફેરવવાની કળામાં નિપુણતા મેળવી છે. ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમના માટે કરેલા અપમાનજનક શબ્દોના ઉપયોગ તરફ પણ લોકોનું ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, અગાઉ પણ કોંગ્રેસે મને ‘મોતનો સોદાગર’, ‘નીચ આદમી’ અને ‘નાલી નો કીડો’ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું તમને (કોંગ્રેસ)ને વિનંતી કરું છું કે ઓકાતની વાત કરવાને બદલે વિકાસની વાત કરો.

ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે આખા રાજ્યમાં વધી રહ્યો છે જ્યાં જ્યાં વિરોધ થઈ રહ્યો છે તે તમામ જગ્યાની વિગતો આપને જણાવીશું પરંતુ તે પહેલા આપને બે સૂચક બાબતો બતાવવી છે. રૂપાલાના સામેના રોષને વધુ મજબૂત કરવા માટે સમાજે સૂચક રણનીતિ બનાવી છે.

ક્ષત્રિયોને ખ્યાલ આવી ગયો છે કે કદાચ ભાજપ હવે રૂપાલાને નહી જ બદલે અને એટલે તેમને તેમની સીટ પર પડકાર અને હરાવવા માટે સમાજે એડીચોટીની તાકાત લગાવવાનું વિચાર્યું છે. આ માટે ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આખી વાતને વિસ્તારથી કરીએ તો ક્ષત્રિયોએ હવે રૂપાલાની સાથે ભાજપને પણ ટારગેટ કર્યો છે.

આ વાતમાં કોઈ આશ્ચર્ય નથી પરંતુ હકીકત છે ક્ષત્રિયોએ આખા પ્લાનને ઓપરેશન રૂપાલા નામ આપ્યું છે. સાથે ક્ષત્રિયોનું સ્પષ્ટ માનવું છે કે સરકારે યોગ્ય પગલા લેવા જોઈએ અને કાંતો રૂપાલામાં પણ શરમ હોવી જોઈએ, સામેથી ટિકિટ પાછી આપી દેવી જોઈએ તેવું જણાવ્યું હતું.

તો આપે જોયું હશે કે ક્ષત્રિયો સમાજ કેટલો આક્રોશિત છે. જો કે ઓપરેશન રૂપાલામાં સૌથી મોટો પ્લાન છે વધુમાં વધુ ઉમેદવારોને રાજકોટ બેઠક પરથી ઉભા રાખવા.

કેટલા ઉમેદવારો ઉભા રહે તો બેલેટ પેપરથી વોટ થાય

જો કે ક્ષત્રિય મહિલાઓ અનેક ફોર્મ સાથે લઈ ગયા છે અને કહી રહ્યા છે કે અમે ફોર્મ ભરીશું, જો 384 કરતા વધારે ફોર્મ ભરાય તો બેલેટ પેપરથી વોટિંગ થઈ શકે છે કારણ કે દરેક બેલેટ યુનિટ NOTA સહિત 16 ઉમેદવારોના નામ એડ કરી શકે છે. ઈવીએમનો સેટ બનાવવા માટે કુલ 24 બીયુને એક સીયુ સાથે જોડી શકાય છે. તેથી, જ્યારે જરૂરી હોય ત્યારે, EVMનો એક સેટ NOTA સહિત વધુમાં વધુ 384 ઉમેદવારો સુધી પહોંચી શકે છે.

રાજપૂતોનું કહેવું છે કે ટિકિટ નહી કાપે તો રૂપાલા સામે એક બે નહી પરંતુ આગામી સમયમાં 400 ઉમેદવારો ઉભા રાખવામાં આવશે અને આ માટે માત્ર ક્ષત્રિયો જ નહી પરંતુ અન્ય સમાજ પણ જોડાવા માંગશે તો તેમને જોડવામાં આવશે.

મહિપાલસિંહના સીધા જ ભાજપ, મોદી અને શાહ પર પ્રહાર કર્યા

એટલે આપે જોયું કે આખી રણનીતિ બારીકાઈથી ઘડવામાં આવી રહી છે. વધુ આક્રોશ ત્યારે સામે આવ્યો કે જ્યારે રાજપુત કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત કરવામાં આવી, જ્યારે તેઓ એ મહિલાઓને મળવા જઈ રહ્યા હતા કે જેઓ આત્મવિલોપન, જેને ક્ષત્રિયો જોહર કહે છે તે કરવા જઈ રહી હતી. જો કે આ મહિલાઓની મુલાકાત લેવા જતા મહિપાલસિંહની અટકાયત બાદ તેમને છોડવામાં આવ્યા હતા. અટકાયત પહેલા મહિપાલસિંહે સીધા જ ભાજપ, મોદી અને શાહ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે મહિલા સન્માનની વાતો કરો છો તો આટલું અપમાન થયું બાદમાં પણ એક્શન કેમ નથી લેતા ? આ વખતે આરપાર થશે.

વાત એટલે સુધી પહોંચી ગઈ હતી કે મહિલાઓએ આત્મવિલોપન કરવાની પણ વાત કરી હતી. જેને રાજપૂતોમાં જૌહર કહેવાય છે. આ જૌહર ત્યારે કરાતું હતુ કે જ્યારે રાણીના પતિ એટલે કે રાજા યુદ્ધભૂમિમાં કામ આવ્યા હોય (યુદ્ધ લડતા લડતા મોત થાય) અને હવે જીતેલા રાજા સાથે તેઓને રહેવાની સ્થિતિ સર્જાઈ હોય ત્યારે રાણી અને તેમની સાથે હજારો મહિલાઓ પોતે મરવાનું પસંદ કરતા અને જોહર કરતા હતા. આ સ્થિતિ અત્યારે ક્ષત્રાણિયો માટે સર્જાઈ છે તેવું તેમનું માનવું છે

થોડા દિવસો પહેલા રાજકોટમાં મોટી સંખ્યામાં રાજપૂત મહિલાઓ એકત્ર થયા હતા અને રાજપૂત સમાજની મહિલાઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. રાજપૂત સમાજની મહિલાઓએ રૂપાલા હાય હાય ના નારા પણ લગાવ્યા હતા. વિશાળ સંખ્યામાં મહિલાઓ જોવા મળી હતી અને સરકારની આકરી ટીકા કરી હતી. કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતુ. ક્ષત્રિયોનું કહેવું છે કે આ તો ટ્રેલર છે પરંતુ ફિલ્મ આખી બાકી છે.

આખા દિવસ દરમિયાન ચારેકોર વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો, ગુજરાતભરમાં વિવિધ શહેરોમાં રૂપાલાના વિવાદિત નિવેદનના ઘેરા પડઘા પડ્યા હતા. દ્વારકાના ખંભાળિયામાં તો સી.આર.પાટીલના કમલમ ઉદઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો રેલિંગ તોડી હોબાળો મચાવ્યો અને કાળા વાવટા બતાવ્યા હતા તો અમરેલીના સાવરકુંડલામાં પણ સમસ્ત ક્ષત્રિય સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી હતી, તો સુરેન્દ્રનગરના લીંબડીમાં રૂપાલા હટાવો-સ્વમાન બચાવોના બેનર લગાવી વિરોધ કરવામાં આવ્યો, તો જામનગરમાં પણ ક્ષત્રિય સામાજે રૂપાલા વિરૂદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટરને આદેવનપત્ર આપ્યું હતું.

આ તરફ આક્રોશની આગ ગુજરાતની રાજધાની ગાંધીનગરથી દક્ષિણ ગુજરાતના સુરત સુધી વિરોધ જ વિરોધ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના દેહગામમાં ક્ષત્રિય સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું તો વડોદરાના સાવલીમાં અને બનાસકાંઠાના અમીરગઢમાં પણ રૂપાલાની ટીપ્પણીને લઈ ભારે અસંતોષ જોવા મળ્યો અને ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર પણ લાગ્યા. તો બોટાદના ગઢડામાં પણ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે આવેદનપત્ર અપાયું હતું. તો સુરતમાં ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શનમાં ‘મોદી તુજસે બૈર નહીં, રૂપાલા તેરી ખૈર નહીં’ ના નારા લાગ્યા હતા. આખા રાજ્યમાં જોઈએ તો ઠેર ઠેર સમાજ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

રાજ્યમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે રૂપાલા તો પ્રચારમાં પણ લાગી ગયા છે અને આજે ફોમ પણ ભરી દીધુ છે. ત્યારે અહિં સ્થિતિ આગામી સમયમાં કેવી સર્જાય છે તે જોવું ખુબ મહત્વનું છે, હવે આખા રાજ્યમાં ક્ષત્રિયોએ બીડુ ઝડપ્યું છે કે કોઈપણ ભોગે રૂપાલાને અટકાવવા ભાજપ પર એટલું દબાણ ઉભુ કરવું કે ભાજપ ઉમેદવાર બદલવાનો નિર્ણય લે. બીજી તરફ ભાજપ ફસાયું છે, જો ઉમેદવાર ના બદલે તો ક્ષત્રિયો નારાજ અને જો બદલે તો પાટીદારો નારાજ, આ સ્થિતિમાં આગળ શું થાય છે તે જોવું મહત્વનું છે.

પરશોત્તમ રૂપાલા નામનો વિરોધ એટલી હદે પ્રચંડ થઈ ગયો છે કે રાજકીય રીતે પણ ભાજપને મોટુ નુકસાન થઈ શકે છે. આવું એટલા માટે કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખે કલ્પનામાં પણ નહી વિચાર્યું હોય કે તેઓનો વિરોધ દ્વારકાના ખંભાળિયામાં થશે અને તે પણ એવો વિરોધ કે જ્યાં તેઓને કાળા વાવટા બતાવવામાં આવશે અને ત્યાં ઉપસ્થિત ભીડ હિંસક સ્વરૂપ પણ ધારણ કરી લેશે. આ વાત ભાજપ માટે મોટા ઝટકા સમાન છે કારણ કે આ દ્રશ્યો ક્ષત્રિયોની અંદર રહેલા રોષની ચાડી ખાય છે.

આખી વાત એમ હતી કે ખંભાળિયામાં ભાજપના કાર્યાલય દ્વારકેશ કમલમનું ઉદઘાટન હતું. આ પ્રસંગે જામનગર સાંસદ પૂનમ માડમ પણ ઉપસ્થિત હતા અને પાટીલના હાથે ઉદ્ઘાટન થવાનું હતું. રાજપૂત સમાજના લોકોને આ વાતની જાણ થતાની સાથે જ મોટી સંખ્યામાં રાજપૂત યુવાનો સ્થળ પર પહોંચ્યા અને ત્યાં પાટીલનો બરાબરનો વિરોધ થયો અને તેઓને કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા.

રૂપાલાનો વિરોધ કરી રહેલા રાજપૂતો હવે ભાજપનો જ વિરોધ કરી રહ્યા છે, કારણ કે ભાજપ રૂપાલાને હટાવી નથી રહી અને એટલે હવે આ ઘટનાથી સાફ સાબિત થાય છે કે હવે રાજપૂતોએ ભાજપ સામે જ સીધી રીતે બાંયો ચડાવી છે. ભાજપનો રાજકીય વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે જોવું રહ્યુ કે આગામી દિવસોમાં આ સ્થિતિ ક્યાં જઈને અટકે છે.

આ પણ વાંચો: દુનિયામાં 195 દેશ પણ ભારત અને તેમાં પણ ગુજરાતમાં જ કેમ મોકલવામાં આવે છે ડ્રગ્સ, જાણો ગુજરાતમાં ડ્રગ્સ મોકલવા પાછળનું કારણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">