વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDAના સાંસદો સાથે નિહાળી ‘ધ સાબરમતી રિપોર્ટ’, ફિલ્મ જોયા બાદ પુરી સ્ટારકાસ્ટને આપ્યા અભિનંદન
15 નવેમ્બરે સિનેમાઘરોમા રિલિઝ થયેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' ની દર્શકોની સાથેસાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રશંસા કરી છે. આજે વડાપ્રધાને NDAના સાથી દળોના સાંસદો સાંસદે આ ફિલ્મ નિહાળી. સંસદભવનની લાઈબ્રેરી બિલ્ડીંગમાં આ ફિલ્મનું સ્પેશ્યિલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યુ હતુ.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDAના સાથી દળોના સાંસદો સાંસદો સાથે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ જોઈ. વડાપ્રધાન મોદી આ અગાઉ પણ તેમના એક્સ હેન્ડલ પર આ ફિલ્મની પ્રશંસા કરી ચુક્યા છે. જેમા તેમણે કહ્યુ હતુ કે ફેક નેરેટિવ લાંબુ નથી ચાલતુ, એક સમયે તો સત્ય બહાર આવી જ જાય છે. સંસદ ભવનની લાઈબ્રેરીમાં આ ફિલ્મનું આજે સ્પેશ્યિલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યુ હતુ. જેમા પીએમ મોદી અને NDAના તમામ સહયોગી દળોના સાંસદોએ ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ સાથે આ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ જોયા બાદ પીએમ મોદીએ ફિલ્મના નિર્માતાઓને બિરદાવ્યા અને ફિલ્મ માટે અભિનંદન પણ પાઠવ્યા. આજની આ સ્પેશ્યિલ સ્ક્રિનિંગ સમયે ફિલ્મની ટીમ, પ્રોડ્યુસર એક્તા કપૂર, ડાયરેક્ટર ધીરજ સરના, એક્ટર વિક્રાંત મૈસી, રિદ્ધિ ડોગરા, રાશી ખન્ના સહિતના ઉપસ્થિત હતા. એક્તા કપૂરના પિતા અને સિનિયર એક્ટર જીતેન્દ્ર પણ આ સ્પેશ્યિલ સ્ક્રિંનિંગમાં સામેલ થયા હતા.
પીએમ સાથે ફિલ્મ જોઈ ખુશ થયા વિક્રાંત મેસી
આ સ્પેશ્યિલ સ્ક્રિનિંગ બાદ એક્ટર વિક્રાંત મેસીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે પીએમ મોદી સાથે ફિલ્મ જોવાનો અવસર મળવો એ તેની જિંદગીઓનો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે. તેમણે કહ્યુ કે તે તેની ખુશીને આજે શબ્દોમાં વ્યક્ત કરી નથી શક્તા. પીએમ મોદી અને કેબિનેટના સદસ્યો સાથે ફિલ્મ જોયા બાદ વિક્રાંત મેસીના ચહેરાની ખુશી કંઈક અલગ જ હતી. જો કે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રિટાયરમેન્ટ પર પૂછાયેલા સવાલોને ઈગ્નોર કર્યા.
આપને જણાવી દઈએ કે વિક્રાંત મેસી આજે સમગ્ર દિવસ દરમિયાન સમાચારોની હેડલાઈનમાં છવાયેલા રહ્યા. તેનુ કારણ છે તેમણે કરેલુ રિટાયરમેન્ટનું એલાન. 37 વર્ષના વિક્રાંતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી લખ્યુ કે તેમની ઘર વાપસીને સમય આવી ગયો છે. સાથે જ તેમણે લખ્યુ કે 2025માં આવનારી તેમની બે ફિલ્મો તેમની અંતિમ ફિલ્મો હશે.
Joined fellow NDA MPs at a screening of ‘The Sabarmati Report.’
I commend the makers of the film for their effort. pic.twitter.com/uKGLpGFDMA
— Narendra Modi (@narendramodi) December 2, 2024
આ અગાઉ પીએમ મોદીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની પ્રશંસામાં X પર પોસ્ટ શેર કરી હતી. તેમની પોસ્ટમાં પીએમએ લખ્યુ હતુ કે ઘણુ સરસ રીતે કહેવાયુ છે. આ સારી વાત છે કે સત્ય સામે આવી રહ્યુ છે અને એ પણ એ રીતે જેને આમ આદમી જોઈ શકે. જુઠ, અસત્ય થોડા સમય માટે તો દુનિયાની સામે રહી શકે છે પરંતુ અંતે સત્ય સામે આવી જ જાય છે.
Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.
A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y
— Narendra Modi (@narendramodi) November 17, 2024
અનેક રાજ્યોમાં ફિલ્મને કરાઈ છે ટેક્સ ફ્રી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદી પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ જોઈ હતી. એટલુ જ નહીં ફિલ્મ જોયા બાદ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત એક્ટર વિક્રાંત મેસી સાથે થઈ હતી. વિક્રાંત, સીએમ યોગીને મળવા તેમની લખનઉ ઓફિસે ગયા હતા. આ ફિલ્મને એમપી, યુપી, ગુજરાત અને ઉત્તરાખંડમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
બોક્સ ઓફિસ પર ‘ધ સાબરમતી રિપોર્ટ’ નો જાદુ યથાવત
15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલિઝ થયેલી ‘ધ સાબરમતી રિપોર્ટ’ ને ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ સરકારે ટેક્સ ફ્રી કરી દીધી છે. રિલિઝના 18 દિવસ બાદ પણ આ ફિલ્મનો જાદુ બોક્સ ઓફિસ પર યથાવત છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 28 કરોડનું કલેક્શન કરી લીધુ છે. તેની એક દિવસની કમાણી 1.25 કરોડ રૂપિયા હતી. જે એક્ટર વિક્રાંત મેસીના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ છે.