AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ભાજપની ચિંતન શિબિરની TV9 પાસે એક્સક્લુઝિવ માહિતી, આરોગ્ય અને શિક્ષણ મુદ્દે સરકાર સૌથી વધુ ચિંતિત, બનાવ્યો એક્શન પ્લાન 

Narmada: કેવડિયામાં ચાલી રહેલી ભાજપની 10 ચિંતન શિબિર અંગે tv9 પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે. આ ચિંતન શિબિરના બીજા દિવસે આરોગ્ય અને શિક્ષણ મુદ્દે સરકાર સૌથી વધુ ચિંતિત જણાઈ છે. આ દરમિયાન બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર અને કુપોષણ સહિતના મુદ્દાઓ પર મંથન થઈ રહ્યુ છે.

Gujarati Video: ભાજપની ચિંતન શિબિરની TV9 પાસે એક્સક્લુઝિવ માહિતી, આરોગ્ય અને શિક્ષણ મુદ્દે સરકાર સૌથી વધુ ચિંતિત, બનાવ્યો એક્શન પ્લાન 
Kinjal Mishra
| Edited By: | Updated on: May 20, 2023 | 7:08 PM
Share

નર્મદામાં ચાલી રહેલી ચિંતન શિબિર અંગે tv9 પાસે એક્સક્લુઝિવ જાણકારી સામે આવી છે. જેમાં આરોગ્ય અને શિક્ષણને સ્પર્શતા મુદ્દા પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. ખાસ કરીને નાગરિકોને સ્પર્શતા સૌથી મહત્વના બે મુદ્દા શિક્ષણ અને આરોગ્યને લઈને સરકાર વધુ ચિંતિત જણાઈ રહી છે. આ સહિત બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર, અને કુપોષણ સહિતના મુદ્દાઓ પર મંથન થઈ રહ્યુ છે. આરોગ્ય ક્ષેત્રની અડચણો દૂર કરવા સરકાર મક્કમ છે. જ્યારે શિક્ષણ ક્ષેત્રે પણ ધરમૂળથી ફેરફાર કરવા સરકાર કટિબદ્ધ છે.

આરોગ્ય મુદ્દે ચિંતન શિબિરમાં મંથન

સૌપ્રથમ આરોગ્ય ક્ષેત્રની સમસ્યાઓની વાત કરીએ તો રાજ્યમાં બાળ મૃત્યુ દરમાં ગુજરાત 10મા ક્રમે છે અને માતા મૃત્યુ દરમાં 7મા ક્રમે છે. આ ઉપરાંત પાંચ વર્ષથી નીચેના બાળકોમાં કુપોષણની સ્થિતિ પણ ગંભીર છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં વિશ્વના કુલ 121 દેશો પૈકી ભારતનો ક્રમ 107મો છે. ગુજરાતમાં અતિ ગંભીર કુપોષિતના વ્યાપમાં 1.1 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2 લાખ બાળકો અતિ ગંભીર કુપોષિત છે. બીજી તરફ 15 થી 19 વર્ષની કિશોરીઓમાં એનિમિયાના પ્રમાણ મામલે પણ ગુજરાત ત્રીજા ક્રમે છે. તો જરૂરિયાત સામે NCUIની અપૂરતી સંખ્યા, બાળ નિષ્ણાતોનો અભાવ તેમજ હેલ્થ સેન્ટર માટે ઇન્ફ્રાસ્ટ્રકચરની સમસ્યાઓ પણ પ્રગતિમાં અવરોધક છે.

શિક્ષણ મુદ્દે સરકાર સામે 5 મહત્વના પડકારો

શિક્ષણ ક્ષેત્રે સરકાર સામે 5 મહત્વના પડકારો છે. જેમા શાળાકીય શિક્ષણમાં સૌથી વધુ ગુણાત્મક સુધારાની જરૂર છે. માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો સરકાર માટે ચિંતાનો વિષય છે. સરકારી શાળાના શિક્ષકોનુ પર્ફોર્મેન્સ સુધારવા પર પર ભાર મુકવામાં આવ્યો છે. જ્યારે શાળામાં ઘટતા વર્ગખંડો અને શિક્ષકોની અપૂરતી સંખ્યા મુદ્દે પણ ચિંતા કરાઈ રહી છે.

રાજ્યમાં માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ચિંતાજનક

રાજ્યમાં સૌથી વધુ શાળાકીય શિક્ષણમાં ગુણાત્મક સુધારાની જરૂર છે. પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 2.80% થયો છે. માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે. જેમા રાષ્ટ્રીય સરેરાશ 12.62 % છે જ્યારે ગુજરાતમાં રેશિયો 17.85% છે.

આ પણ વાંચો: Narmada: કેવડિયામાં ચાલી રહેલી ભાજપની ચિંતન શિબિરના બીજા દિવસે અલગ અલગ પાંચ મુદ્દાઓ પર થયુ ગૃપ ડિસ્કશન, સરકારના ગ્રામીણ વિકાસ સચિવનું યોજાયુ વિશેષ સત્ર

ગુજરાતની 53% નાની શાળાઓમાં માત્ર 17% વિદ્યાર્થીઓ

બીજી તરફ શિક્ષણ ક્ષેત્રે પણ એવા અનેક પરિબળો છે કે જેને લઇને સરકાર ખૂબ ચિંતિત છે. શાળાકીય શિક્ષણમાં ગુણાત્મક સુધારાની જરૂર હોવાનું સરકારનું માનવું છે. માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો એ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ છે. રાષ્ટ્રીય સરેરાશ 12.62 ટકાની સામે ગુજરાતમાં 17.85 ટકા ડ્રોપ આઉટ રેશિયો છે. આ ઉપરાંત ધોરણ 3 સુધીમાં બાળકોમાં વાંચન, લેખન અને ગણનની નબળી ક્ષમતા, ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓમાં અભ્યાસ સુનિશ્ચિત કરવો, ધોરણ 8 થી 12માં એનરોલમન્ટ રેટમાં સુધારો કરવો સહિતની સમસ્યા છે. તો સરકારી શાળાના શિક્ષકોનું પર્ફોમન્સ સુધારવા મુદ્દે પણ બેઠકમાં મંથન થયું. ગુજરાતની 53 ટકા જેટલી નાની શાળાઓમાં ફક્ત 17 ટકા જ વિદ્યાર્થીઓ છે. તો 60 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી રાજ્યમાં 9500 શાળાઓ છે. રાજ્યમાં 2 શિક્ષકોવાળી 9312 શાળાઓ છે તો 2 વર્ગખંડવાળી 6836 શાળાઓ છે જે ખૂબ ચિંતાજનક છે.

નર્મદા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">