મોરબી બ્રિજ દુર્ઘટનામાં પોલીસ બની ફરિયાદી, વાંચો ફરિયાદ અક્ષરશ: TV9 Digital પર

|

Oct 31, 2022 | 11:42 AM

મોરબી પુલ કરૂણાંતિકા મામલે એક પોલીસકર્મીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં આઇપીસી એક્ટ સેક્સન 304, 308 અને 114 કલમોના આધારે ફરિયાદ થઇ છે.આ એફઆઇઆરમાં (FIR) બેદરકારી-નિષ્કાળજીનો ઉલ્લેખ કરાયો છે.

મોરબી બ્રિજ દુર્ઘટનામાં પોલીસ બની ફરિયાદી, વાંચો ફરિયાદ અક્ષરશ: TV9 Digital પર
morbi bridge collapsed

Follow us on

મોરબીમાં રવિવારે મોટી કરૂણાંતિકા સર્જાઇ છે. મોરબીની શાન સમાન અને ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હાલ 141થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી પહોચ્યા હતા. પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા. આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે. હાલ 99 મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે.

હાલ, મોરબીની કરુણાંતિકાને લઇને અનેક સવાલોએ જન્મ લીધો છે. ઐતિહાસિક ધરોહર ગણાતા આ પુલનું હાલમાં જ સમારકામ કરવામાં આવ્યું હતું. અને, આ પુલ પર દિવાળી વેકેસનને લઇને કેપેસીટી કરતા વધારે લોકોએ હલનચલન કરતા આ પુલે દમ તોડી દીધો છે. અને, મોરબીના ઐતિહાસિક ધરોહર મચ્છુના પાણીમાં ડુબી ગઇ છે. ત્યારે આ મામલે હવે આ દુર્ઘટના માટે જવાબદાર કોણ છે તેને લઇને સવાલો ઉઠી રહ્યા છે.

આ મામલે પોલીસકર્મી પ્રકાશભાઇ દેકાવાડીયાએ મોરબી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આઇપીસી એક્ટ સેક્સન 304, 308 અને 114 કલમોના આધારે ફરિયાદ થઇ છે.  આ ફરિયાદમાં 1) ઝુલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી  2)  મેનેજમેન્ટ કરનાર એજન્સી 3) તપાસમાં ખુલે તે. આ ફરિયાદમાં ઉલ્લેખ મુજબ પુલના સમારકામ બાદ પુલની ક્વોલિટી ચેક કર્યા વગર અને યોગ્ય કાળજી રાખ્યા વગર નિષ્કાળજી અને બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ત્યારે હવે આ કરૂણાંતિકા મામલે નવું શું સામે આવે છે તે તપાસનો વિષય બન્યો છે. જેમાં પુલના સમારકામ કરતી એજન્સી, સમારકામનો કોન્ટ્રાક્ટ આપેલી કંપની અને તંત્રની નિષ્કાળજી જવાબદાર હોવાનો ઉલ્લેખ કરાયો છે.

અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
IPL 2025 : દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલની પત્ની છે સુંદર, જુઓ ફોટો

ઝૂલતા પુલ કે જે યોગ્ય સમારકામ અને મેનેજમેન્ટ તથા મેન્ટેનન્સના અભાવે યાંત્રિક ખામી કે અન્ય કોઈ કારણોસર બ્રિજ 6.30 વાગ્યે તૂટી જતા દુર્ઘટના સર્જાઇ. ઝૂલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી, મેનેજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ આરોપીઓના નામ વગર ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે પુલની દુર્ઘટના અંગે થયેલી એફઆઇઆરની કોપી અક્ષરશ: નીચે વાંચી શકો છો.

 

Published On - 10:07 am, Mon, 31 October 22