દૂધાળા પશુઓને પોષક તત્વો મળી રહે તે માટે દાણ ઉપયોગી, જાણો સુમિશ્રિત દાણનું શું છે મહત્વ
દૂધાળા પશુને જરૂરી હોય તેવા તમામ તત્વો મળી રહે તે માટે દૂધસાગર ડેરીના જગુદણ અને ઉબખલ ખાતે આ પ્રકારનું સુમિશ્રીત દાણનું ટિકડીના સ્વરૂપમાં ઉત્પાદન કરવામાં આવે છે અને મંડળીઓ મારફત નહીં નફા - નહીં નુકસાનના ધોરણે તેનું વિતરણ કરવામાં આવે છે
દૂધાળા પશુ (dairy cattle) ને જરૂરી હોય તેવા તમામ તત્વો મળી રહે તે માટે જુદા જુદા પશુ દાણા (cattle Feed)નું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરી છે દાણ બનાવવામાં આવે છે તેને સુમિશ્રીત દાણ કહેવામાં આવે છે. આવા પ્રકારનું દાણ પોષકતત્વો (nutrients ) થી ભરપુર અને પશુઓને ભાવે તેવું હોય છે. દૂધસાગર ડેરી (Dudhsagar Dairy)ના જગુદણ અને ઉબખલ ખાતે આ પ્રકારનું સુમિશ્રીત દાણનું ટિકડીના સ્વરૂપમાં ઉત્પાદન કરવામાં આવે છે અને મંડળીઓ મારફત નહીં નફા – નહીં નુકસાનના ધોરણે તેનું વિતરણ કરવામાં આવે છે.
ગ્રામ કક્ષાએ પશુપાલકો સુમિશ્રીત દાણનો ઉપિયોગ કરવાને બદલે સ્થાનિક લેવલે મળતા દાણ જેમકે; કપાસીયા, ગુવાર, મગફળી ખોળ, કપાસીયા ખોળ, મકાઇ ખોળ કે અન્ય ખોળ અથવા કોઇ એક થુલું કે ચૂનો અથવા બે વસ્તુ ભેગી કરી ખવડાવે છે પરંતુ , જુદાં જુદાં દાણનું યોગ્ય મિશ્રણ કરતા નથી તેમજ મીઠું અને ક્ષાર મિશ્રણ વગેરેની જરૂરિયાત ધ્યાનમાં લેવાતી નથી પરિણામે; લાંબા ગાળે આવા ક્ષારોની ઉણપ વર્તાય છે જેની અસર પશુ ની વૃદ્ધિ, વિકાસ, પ્રજનન અને દૂધ ઉત્પાદન ઉપર પડે છે !!
તો આવો આજે જોઇએ દૂધસાગરની પ્રોડક્ટ સાગરદાણની વિશેષતાઓ
( 1) એક કરતાં વધારે પ્રકારના આહાર નું મિશ્રણ હોવાથી પશુઓને તે વધારે ભાવે છે.
( 2 ) સુમિશ્રીત આ પશુ આહાર માં એક કરતાં વધારે ઘટકો હોવાથી પોષક તત્વો ની ઉણપ વર્તાતી નથી અને પશુઓ નું સ્વાસ્થ્ય અને દૂધ ઉત્પાદન જળવાઇ રહે છે.
( 3 ) ઘાસચારા માં ખૂટતા પોષક તત્વો જેવાકે પ્રોટીન , ક્ષારો તથા પ્રજીવકોની જરૂરીયાત નું સાગરદાણ માં પુરતું ધ્યાન રાખવામાં આવતું હોઇ પશુ તંદુરસ્ત રહે છે અને અપુરતા પોષણ થી થતા રોગોથી પશુઓને બચાવી શકાય છે.
( 4 ) સાગરદાણ માં વપરાતા કાચા માલની ખરીદી મોટા પ્રમાણમાં અને સિઝન પ્રમાણે લભ્યતા આધારે થતી હોવાથી તે સસ્તું પડે છે અને આખા વર્ષ દરમિયાન લગભગ એક ભાવે જથ્થો મળી રહે છે.
( 5 ) સાગરદાણ પેલેટ ( ટિકડી ) ના રૂપમાં અપાતું હોવાથી શુદ્ધ માલ ગ્રાહકો સુધી પહોંચાડવામાં સુલભ રહે છે . ટિકડી ના સ્વરૂપ માં હોવાથી ભેળસેળ ને કોઇ અવકાશ રહેતો નથી તથા પશુઓ ટિકડી નો બગાડ ઓછો કરે છે . છૂટું દાણ વેરાઇ જાય અથવા ઉડી જાય તેવું સાગરદાણ ની બાબતમાં બનતું નથી.
(6 ) પશુઓ ને જરૂરી તમામ તત્વો સાગરદાણ માં વપરાય છે તેમજ ગોળ ની રસી ( મોલાસીસ ) નો જરૂરી ઉપિયોગ કરવામાં આવતો હોઇ પશુઓ પસંદ કરે છે . આ દાણને બાફવાની જરૂરીયાત રહેતી નથી જેથી બળતણ નો ખર્ચ ઘટે છે.
( 7 ) સાગરદાણ માં ૧૮ થી ૨૦ ટકા જેટલું પ્રોટીન હોય છે.
સાગર દાણ માં વપરાતા જુદાં જુદાં વપરાતા આહાર ના ઘટકો આ પ્રમાણે છે
– જુવાર / બાજરી / મકાઇ : 10 %
– કપાસિયા ખોળ : 30 %
– તુવેર ચુની / મગ ચુની / અળદ ચુની : 20 %
– ઘઉં નું થુલું : 10 %
– ડાંગર કૂસકી ( રાઇસ પોલિશ ) : 12 %
– મગફળી છોડા : 05 %
– ગોળ ની રસી ( મોલાસીસ ) : 10 %
– ક્ષાર મિશ્રણ : 01 %
– કુલ : 100 %
આ પણ વાંચોઃ Mehsana: થોળ પક્ષી અભ્યારણ્યમાં પક્ષી ગણતરી, પક્ષી ગણતરી માટે 8 ઝોનમાં કુલ 32 પક્ષીવિદોની ટીમ ગોઠવાઇ
આ પણ વાંચોઃ Gandhinagar: PMJAY-મા યોજના હેઠળ લાભાર્થી દર્દીઓને દાવા-ચૂકવણીમાં ગુજરાત દેશમાં પ્રથમ