Mehsana: થોળ પક્ષી અભ્યારણ્યમાં પક્ષી ગણતરી, પક્ષી ગણતરી માટે 8 ઝોનમાં કુલ 32 પક્ષીવિદોની ટીમ ગોઠવાઇ

ડીસેમ્બરથી માર્ચ મહિના સુધી પક્ષીઓ થોળ અને નળસરોવરમાં જોવા મળે છે. આ પક્ષીઓ રશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ જેવા દેશોમાંથી યાયાવર અને પુચપક્ષી આવતા હોય છે. ખાસ કરીને ઠંડા પ્રદેશમાંથી આ વિદેશી પક્ષીઓનું આગમન થતુ હોય છે.

Mehsana: થોળ પક્ષી અભ્યારણ્યમાં પક્ષી ગણતરી, પક્ષી ગણતરી માટે 8 ઝોનમાં કુલ 32 પક્ષીવિદોની ટીમ ગોઠવાઇ
Thol lake (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 8:47 AM

મહેસાાણા (Mehsana)ના કડી તાલુકામાં આવેલુ થોળ અભ્યારણ્ય (Thol Bird Century) ખૂબ જ જાણીતુ છે. અહીં દેશ-વિદેશથી અનેક પક્ષીઓ આવતા હોય છે. આ વર્ષે આ થોળ પક્ષી અભ્યારણ્યમાં વિદેશથી આવતા પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે. પક્ષી ગણતરી માટે અનેક પક્ષીવિદો થોળ અભ્યારણ્યમાં આવ્યા છે.

થોળ અભ્યારણમાં મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં નવા વિદેશી પક્ષીઓનું આગમન થતુ હોય છે. થોળ અભ્યારણ્યમાં દર બે વર્ષે પક્ષીઓની ગણતરી થાય છે, ત્યારે આ વર્ષે આ વિદેશી પક્ષીઓની ગણતરી શરુ કરવામાં આવી છે. બે દિવસ સુધી થતી પક્ષી ગણતરી માટે 8 ઝોનમાં કુલ 32 પક્ષીવિદો રહેશે. આ પક્ષીવિદો અલગ-અલગ પક્ષીઓની ગણતરી કરશે.

ડીસેમ્બરથી માર્ચ મહિના સુધી પક્ષીઓ થોળ અને નળસરોવરમાં જોવા મળે છે. આ પક્ષીઓ રશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ જેવા દેશોમાંથી યાયાવર અને પુચપક્ષી આવતા હોય છે. ખાસ કરીને ઠંડા પ્રદેશમાંથી આ વિદેશી પક્ષીઓનું આગમન થતુ હોય છે. 15 જાતના અલગ-અલગ બતકો પણ અહીં જોવા મળે છે. થોળમાં ગ્રેટ વ્હાઈટ પેલિકન્સ, ફ્લેમિંગો, વોટરફાઉલ,મેલડર્સ, સારસ ક્રેન્સ, ફ્લિકેચર, અઉરશિયા કર્લૂજ અને અનેક દુર્લભ પક્ષીઓ જોવા મળતા હોય છે. જેેને જોવા લોકો દૂર દૂરથી આવતા હોય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ અભ્યારણ્ય અમદાવાદની નજીક આવેલુ હોવાથી મોટી સંખ્યામાં અમદાવાદના લોકો પણ આ અભ્યારણ્યની મુલાકાત લેતા હોય છે. ખાસ કરીને રજાના દિવસો એટલે શનિવાર કે રવિવારના દિવસે અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જો કે થોળ પક્ષી અભ્યારણ્યમાં 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના સંદર્ભે થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ 28 તથા 33થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે. આ બંને દિવસ દરમ્યાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનીક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- અમદાવાદીઓને મળ્યુ નવુ નજરાણુ, હવે સાયન્સ સિટીમાં પણ હેલિકોપ્ટર જોયરાઈડ સેવા શરૂ

આ પણ વાંચો- GTUના વિદ્યાર્થીઓની પરીક્ષા આપવા ઓફલાઈન અને ઓનલાઈન બંને વિકલ્પ આપવા માગ, સોશિયલ મીડિયામાં કરી રજૂઆત

g clip-path="url(#clip0_868_265)">