મહેસાણા ક્ષય કેન્દ્રમાં ACBનું છટકું, કર્મચારીઓ-અધિકારીઓ પાસે લાંચ માંગતો રાજકોટનો ઓડિટર ઝડપાયો

મહેસાણા શહેરમાં ACBએ છટકું ગોઠવતા ક્ષય કેન્દ્રમાં ઓડિટ દરમિયાન સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પાસેથી લાંચ માંગતા ઓડિટ અધિકારીને ઝડપી લેવામાં આવ્યો છે. રાજકોટની ઓફિસ ઓફ ધ પ્રિન્સિપાલ એકાઉન્ટની કચેરીમાં વર્ગ 2 ના મદદનીશ ઓફિસર તરીકે ફરજ બજાવતો ઓડિટર એસીબીએ ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા ક્ષય કેન્દ્રમાં ACBનું છટકું, કર્મચારીઓ-અધિકારીઓ પાસે લાંચ માંગતો રાજકોટનો ઓડિટર ઝડપાયો
લાંચ માંગતો ઓડિટર ઝડપાયો
Follow Us:
| Updated on: Feb 27, 2024 | 6:13 PM

મહેસાણા શહેરમાં આવેલી ટીબી કેન્દ્ર ખાતે એસીબીએ છટકું ગોઠવ્યુ હતુ. એસીબીને મળેલી ફરિયાદ મુજબ ઓડિટ કરવા માટે આવેલ અધિકારી દ્વારા જુદા જુદા પેરા નિકાળવામાં આવી રહ્યા હતા અને આ માટે તેમણે લાંચની રકમની માંગણી કરી હતી. ક્ષય કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી લાંચની રકમ માંગવાને લઈ એસીબીને આ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી.

એસીબીએ ફરિયાદને આધારે ક્ષય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની ચેમ્બરમાં જ લાંચનું છટકુ ગોઠવ્યુ હતુ. આ દરમિયાન ઓડિટર અધિકારી 30 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. એસીબીએ ઓડિટરને ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી.

ઓડિટરે ભૂલો હોવાનું કહી માંગી લાંચ

મહેસાણા શહેરમાં આવેલ ક્ષય હોસ્પિટલમાં ઓડિટ કરવા માટે રાજકોટના ઓડિટર લખનસિંઘ ગીરધારીલાલ મીણા આવ્યા હતા. ઓડિટ ઓફિસર મીણા રાજકોટમાં આવેલી ઓફિસ ઓફ ધી પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ-૧) ફરજ બજાવે છે. આ દરમિયાન તેઓએ ક્ષય હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓને હિસાબી ભૂલો હોવાનો ડર બતાવ્યો હતો. જે માટે તેમણે નાની ભૂલો નિકાળીને ફરિયાદી અને અન્ય કર્મચારીઓ પાસે પૈસાની રિકવરી કરવી પડશે એવુ બતાવી ભય ઉભો કરવા પ્રયાસ કર્યો હતો.

Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?

આમ નહીં કરવા અને શાંતીથી ઓડિટ પુરુ કરવા માટે માટે હેરાનગતી નહીં કરવાને લઈ લાંચની રકમ માંગી હતી. શાંતિથી ઓડિટ પુર્ણ કરવા માટે ક્ષય હોસ્પિટલના સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી 65 હજાર રુપિયાની લાંચની રકમ ઓડિટ ઓફિસર મીણાએ માગણી કરી હતી.

30000 લેતા ઝડપાયો

ઓડિટ ઓફિસર લખનસિંહ મીણાએ લાંચની રકમ 65 હજાર રુપિયાની માંગણી કરતા કર્મચારીઓ અને અધિકારીઓએ આ અંગે રકઝક કરી હતી. જેને લણે મીણાએ આખરમાં 30 હજાર રુપિયા લાંચ પેટે આપવાની માંગ કરી હતી. જેને લઈ કર્મચારીઓ અને અધિકારીઓએ આ લાંચ નહીં આપવાનું નક્કી કરીને એસીબીનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક માટે BJPના દાવેદારોની લાંબી યાદી, ટેકેદારોએ માહોલ ગરમ કર્યો

મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એસડી ચાવડાએ આ માટેની ટ્રેપ ક્ષય હોસ્પિટલમાં ગોઠવી હતી. જે દરમિયાન લખનસિંહ મીણા 30 હજાર રુપિયાના લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો હતો. એસીબીએ હવે લખનસિંગના ઘર અને ઓફિસમાં પણ તપાસ શરુ કરી છે. તેણે આ રકમમાંથી કોને કોને હિસ્સો આપવાનો હતો અને તેણે અપ્રમાણસર મિલ્કત એકઠી કરી છે કે, કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવાનીં શક્યતાઓ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">