1 એપ્રિલના મોટા સમાચાર: અમદાવાદ કોર્પોરેશને ટેક્સ વ્યાજ માફી સ્કીમની મુદત એક મહિનો વધારી
અમે તમને દેશ-વિદેશ, રમત-ગમત, બોલિવૂડ, રાજકારણ અને બિઝનેસ સાથે જોડાયેલા તમામ સમાચારોથી પરિચિત કરાવીશું. આ માટે પેજને રિફ્રેશ કરતા રહેજો જેથી કરીને લેટેસ્ટ ન્યૂઝ વાંચી શકશો.

રામ નવમી પર બંગાળ સહિત દેશના ઘણા રાજ્યોમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. તે જ સમયે, અમદાવાદમાં આઇપીએલ 2023 ની પ્રથમ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. અહીં અમે તમને દેશ-વિદેશ, રમત-ગમત, બોલિવૂડ, રાજકારણ અને બિઝનેસ સાથે જોડાયેલા તમામ સમાચારોથી પરિચિત કરાવીશું. આ માટે પેજને રિફ્રેશ કરતા રહેજો જેથી કરીને લેટેસ્ટ ન્યૂઝ વાંચી શકશો.
LIVE NEWS & UPDATES
-
Gujarat News Live: Rajkot: IT વિભાગનો સપાટો, એક સાથે 700થી વધુ લોકોને કેસ રિ-ઓપનની નોટિસ
રાજકોટના મોટા ગજાના બિલ્ડર આર કે.બિલ્ડર ગ્રુપ પર ઓગસ્ટ 2021માં આવક વેરા વિભાગે દરોડો કર્યા બાદ આ કેસમાં તપાસ આગળ વધી રહી છે આર કે ગ્રુપ સામેની તપાસ બાદ જે પણ નાણાંકીય વ્યવહારો મળ્યા છે તેની ચકાસણી માટે હવે તેની સાથે જોડાયેલા લોકોને નોટિસ આપવાની આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે.આઇટી વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે રાજકોટમાં આર કે ગ્રુપ સાથે નાણાંકીય વ્યવહાર કરેલા 700થી વધારે લોકોને આ નોટિસ ઇસ્યુ કરી છે જે રાજકોટમાં આઇટી વિભાગના ઇતિહાસમાં કદાસ પ્રથમ વખત છે.આઇટી વિભાગ દ્રારા ગત માસે આ કેસ રિઓપન કેમ ન કરવો તે અંગેની કારણદર્શક નોટિસ આપી હતી જેની સમય મર્યાદા પુરી થતા કેસ રિ- ઓપન નોટિસ પાઠવવામાં આવી છે.
-
Gujarat News Live: Ahmedabad: હવે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે માણી શકાશે રીવર રાફ્ટિંગની મજા
સામાન્ય રીતે રીવર રાફ્ટિંગની મજા માણવા માટે લોકો અન્ય રાજ્ય અને વિદેશોમાં જતા હોય છે, પરંતુ હવે આ મજા લોકોને અમદાવાદના આંગણે અને તે પણ સાબરમતી નદીમાં માણવા મળી રહી છે. જેની શરૂઆત થતાં લોકો પણ આ એક્ટિવિટીની મજા લેવા માટે પહોંચી ચૂક્યા છે.
રિવરફ્રન્ટ પર નવી એક્ટિવિટી શરૂ થઈ છે. જેમાં રિવરફ્રન્ટ પર કાયકસ બોટ એટલે કે કાયાકિંગ એક્ટિવિટી શરૂ થઈ છે. જે એક્ટિવિટી શરૂ થતાં લોકો પણ તેની મજા માણવા પહોંચી ગયા. કેળા આકારની બોટમાં કાયાકિંગની મજા લેવાનું લોકોએ શરૂ કરી દીધું છે. આ બોટમાં સિંગલ અથવા ડબલ વ્યક્તિ બેસી સવારી કરી શકે છે. બોટિંગ કરનાર લોકોનું માનવું છે કે આ એક્ટિવિટીની તેઓને ખૂબ મજા આવી. તેમજ લોકો આવી એક્ટિવિટી માણવા અન્ય શહેર. રાજ્ય કે વિદેશ જતા હોય છે ત્યારે અમદાવાદમાં આ એક્ટિવિટી શરૂ થતાં લોકોના નાણાં અને સમય બંનેની બચત થઈ રહી છે.
-
-
Gujarat News Live: LSG vs DC IPL Match Result: લખનૌની વિજયી શરુઆત, દિલ્હીનો 50 રને પરાજય, ડેવિડ વોર્નરનો સંઘર્ષ એળે
ઈન્ડિયન પ્રીમિયર લીગની ત્રીજી મેચ શનિવારે લખનૌમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીના સુકાની ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. હોમગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 193 રનનો સ્કોર 6 વિકેટના નુક્શાન પર નિર્ધારીત ઓવરમાં કર્યો હતો. કાઈલ મેયર્સે તોફાની અડધી સદી નોંધાવી હતી. ત્યારબાદ લક્ષ્યનો પિછો દિલ્હી માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો. માર્ક વૂડે તરખાટ મચાવતા દિલ્હીને શરુઆતમાં જ મુશ્કેલી સર્જાઈ ગઈ હતી. લખનૌ સામે દિલ્હીએ 50 રને હાર થઈ હતી. આમ લખનૌએ IPL 2023 માં પોતાની અભિયાનની વિજયી શરુઆત કરી હતી.
-
Gujarat News Live: અમદાવાદ કોર્પોરેશને ટેક્સ વ્યાજ માફી સ્કીમની મુદત એક મહિનો વધારી, ટેક્ષની આવકમાં રેકોર્ડ બ્રેક વધારો
અમદાવાદ કોર્પોરેશન દ્વારા બાકી રહી ગયેલા કરદાતાઓ માટે ફક્ત 1 મહિના માટે 30 એપ્રિલ 2023 સુધી વર્ષ 2022-23 સુધીનો પ્રોપર્ટી ટેક્ષની રકમ સહીતની પુરેપુરી રકમ ભરી દે તો વર્ષ 2021-22 સુધીના જુની ફોર્મ્યુલા તથા નવી ફોર્મ્યુલાના બાકી વ્યાજની રકમ પર 100 ટકા રીબેટ આપવામાં આવશે. આ યોજનાનો લાભ વર્ષ 2022-23 તથા 23-24 માટે આ યોજના લાગુ પડશે નહીં. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રોપર્ટી ટેક્ષમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક આવક વર્ષ 2022 -23માં આવી છે.
-
Gujarat News Live: દિલ્હીમાં કોરોનાના વધ્યા કેસ, 24 કલાકમાં 400થી વધુ કેસ આવ્યા, 1નું મોત
દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દિલ્હીમાં કોરોનાના 416 થી વધુ કેસ નોંધાયા છે. નવા કેસ આવ્યા બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 14.37% થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક દર્દીનું મોત થયું છે, જોકે હેલ્થ બુલેટિન મુજબ મૃત્યુનું કારણ કોરોના નથી.
-
-
Gujarat News Live: Ahmedabad ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, 13 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીની ધરપકડ કરી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2010 માં થયેલી હત્યાનો ભેદ 13 વર્ષ બાદ ઉકેલાયો છે. જેમાં આરોપીઓ વચ્ચે 13 વર્ષ બાદ અંદરો અંદર ડખો થયો અને પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે.આ હત્યા કરવાનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
અમદાવાદ ગ્રામ્યના કોઠ પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી
વાત છે 05-07- 2010ની એટલે કે આજથી 13 વર્ષ પહેલાં અમદાવાદ જિલ્લાના વટામણથી ધોલેરા રોડ ઉપર મોટી બોરૂ ગામની સીમમાં રોડની બાજુની ઝાડીઓ માંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. આ વ્યક્તિના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા ના નિશાન હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી અમદાવાદ ગ્રામ્યના કોઠ પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી પણ આજ સુધી હત્યાના આરોપીઓને પોલીસ પકડી ના શકી. જોકે હવે 13 વર્ષ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને હત્યા કરનાર ચાર મિત્રો જેમાં વડોદરા રહેતો સુખદેવસિંગ ઉર્ફે સુખો તેમજ અમદાવાદના મોહમદ ઉમર ઉર્ફે ડોકટર, ફિરોઝ શેખ અને અબ્દુલગફાર કુરેશીની ધરપકડ કરી છે.
-
Gujarat News Live: લાંચ કેસમાં ફરાર CBIના પીઆઇ નાટકીય રીતે થયા હાજર; સંદિપકુમાર હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર
લાંચ કેસમાં ફરાર CBIના પીઆઇ નાટકીય રીતે થયા હાજર; સંદિપકુમાર હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર
લાંચ કેસમાં ફરાર CBIના પીઆઇ નાટકીય રીતે થયા હાજર; સંદિપકુમાર હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર#Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/GQ4CHUDIZt
— Tv9 Gujarati (@tv9gujarati) April 1, 2023
-
Gujarat News Live: વડોદરાઃ રામનવમીના દિવસે પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશનરે કરી કાર્યવાહી, પોલીસ કમિશનરે 3 પીઆઇની કરી બદલી
વડોદરાઃ રામનવમીના દિવસે પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશનરે કરી કાર્યવાહી, પોલીસ કમિશનરે 3 પીઆઇની કરી બદલી
વડોદરાઃ રામનવમીના દિવસે પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશનરે કરી કાર્યવાહી, પોલીસ કમિશનરે 3 પીઆઇની કરી બદલી | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/Nik4RYj8Vy
— Tv9 Gujarati (@tv9gujarati) April 1, 2023
-
Gujarat News Live: ઉનામાં ફરી વાર બે જૂથ વચ્ચે પથ્થરમારો, માહોલ તંગ બન્યો
ઉનામાં ફરી એક વાર બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેના પગલે ફરી એકવાર ઉનામાં માહોલ તંગ બન્યો છે.ઉનામાં ફરી એક વાર બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેના પગલે ફરી એકવાર ઉનામાં માહોલ તંગ બન્યો છે. જેમાં કુંભારવાડા, કોર્ટ વિસ્તાર, ભોયવાડા અને કોળી વાડા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરીને તંગદિલી સર્જવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઉના પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું.
-
Gujarat News Live: સુરતમાં 2700 કરોડના GST કૌભાંડના આરોપીને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલાયો
સુરતમાં 2700 કરોડ રૂપિયાના GST કૌભાંડ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સુરત ઇકો સેલે આરોપી મુર્શીદ આલમની ધરપકડ કરી હતી ત્યારે હવે GST વિભાગની DGGI ટીમે લાજપોર જેલમાંથી આરોપી મુર્શીદ આલમનો કબજો મેળવી તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો. આ આરોપી મુરશીદની જીએસટી વિભાગની DGGI દ્વારા ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. જેમાં કોર્ટે આરોપીને જ્યૂડિસિયલ કસ્ટડીનો હુકમ કર્યો છે..મહત્વનું છે કે એક હજાર જેટલી બોગસ પેઢીઓ ઉભી કરી રાજ્યવ્યાપી GST કૌભાંડ આચરવામાં આવ્યું. જેમાં ફાઇવ સ્ટાર કંપનીના નામે મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. તેમજ બોગસ પેઢી થકી 88 કરોડનો ઇનવોઇસ કરવામાં આવ્યો હતો જ્યારે કે 15.88 કરોડની ITC પણ મેળવી લીધી હતી.
-
Gujarat News Live: અમદાવાદમાં લાંચિયા પોલીસ કર્મચારી નાટકીય ઢબે કોર્ટમાં હાજર થયા, 3 દિવસના રિમાન્ડ પર મોકલાયા
અમદાવાદમાં લાંચિયા પોલીસ કર્મચારી નાટકીય ઢબે કોર્ટમાં હાજર થયા, 3 દિવસના રિમાન્ડ પર મોકલાયા
અમદાવાદમાં લાંચિયા પોલીસ કર્મચારી નાટકીય ઢબે કોર્ટમાં હાજર થયા, 3 દિવસના રિમાન્ડ પર મોકલાયા | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/6mrxnMZW9l
— Tv9 Gujarati (@tv9gujarati) April 1, 2023
-
Gujarat News Live: બનાસકાંઠાના દાંતામા કેરીના પાકને માવઠાથી નુકશાન, આદિવાસી ખેડૂતોને મોટું નુકસાન
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના પર્વતીય વિસ્તારને મીની જૂનાગઢ કહેવાય છે.. કારણ કે આ પર્વતીય વિસ્તારમાં 50,000 જેટલા આંબા પર કેરીનો પાક ઉતરે છે.. જેને પકવે છે આ વિસ્તારમાં વસતા 5 હજાર જેટલા આદિવાસી પરિવારો. બીજા શબ્દોમાં કહીએ તો ઉનાળાની સિઝનમાં જે કેરીનો પાક ઉતરે છે તેના પર આ વિસ્તારના આદિવાસીઓનું ગુજરાન ચાલે છે.જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી ખેડૂતો આંબાના વૃક્ષોનું જતન કરે છે. આમ તો બજારમાં મળતી કેરીઓ કેમિકલમાં પકવવામાં આવે છે.
કેરીના પાકને 50થી 60 ટકા જેટલું માતબર નુકશાન થયું
પણ આ આદિવાસી ખેડૂતો કુદરતી રીતે ખાખરાના પાનમાં મુકીને કેરીઓ પકવે છે, જેથી તેની મીઠાસ અન્ય કેરીઓ કરતા અલગ જ હોય છે.. પરંતુ દાંતાની આ કેરીઓને આ સિઝનમાં લાગ્યું માવઠા અને કમોસમી વરસાદનું ગ્રહણ.જેને કારણે કેરીના પાકને 50થી 60 ટકા જેટલું માતબર નુકશાનથયું છે. આ નુકસાન કેરી પકવતા આદિવાસી ખેડૂતો માટે ખૂબ જ મોટું છે.
-
Gujarat News Live: ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, નવા 372 કેસ નોંધાયા, એકટિવ કેસ 2294એ પહોંચ્યા
ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 01 એપ્રિલના રોજ કોરોનાના નવા 372 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2294એ પહોંચી છે.અમદાવાદ જિલ્લામાં 03, અમદાવાદમાં 125 , અમરેલીમાં 08, આણંદમાં 07, બનાસકાંઠામાં 14, ભરૂચમાં 14, બોટાદમાં 01, ભાવનગરમાં 06, ગાંધીનગર જિલ્લામાં 05, ગાંધીનગરમાં 03,જામનગરમાં 05, ખેડામાં 02, કચ્છમાં 08, મહેસાણામાં 27, મોરબીમાં 29, પાટણમાં 05, પોરબંદરમાં 02, રાજકોટમાં જિલ્લામાં 09, રાજકોટમાં 10, સાબરકાંઠામાં 06, સુરતમાં જિલ્લામાં 05, સુરતમાં 30, સુરેન્દ્રનગરમાં 06, વડોદરામાં 23 , વડોદરા જિલ્લામાં 11 અને વલસાડમાં 05 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.96 ટકા છે. જ્યારે કોરોનાથી 388 દર્દી સાજા થયા છે.
-
Gujarat News Live: પીએમ મોદી 8 એપ્રિલે હૈદરાબાદ જશે, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે
કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડીએ શનિવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 એપ્રિલે હૈદરાબાદમાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે મુલાકાત દરમિયાન મોદી હૈદરાબાદ અને તિરુપતિ વચ્ચે વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. આ બીજી વંદે ભારત ટ્રેન છે જે તેલુગુ રાજ્યોમાં તેની સેવાઓ પ્રદાન કરશે.
-
Surat: 2700 કરોડ રૂપિયાના GST કૌભાંડનો કેસમાં આરોપી મુર્શીદ આલમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
સુરતમાં 2700 કરોડ રૂપિયાના GST કૌભાંડ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુરત ઇકો સેલે આરોપી મુર્શીદ આલમની ધરપકડ કરી હતી. ત્યારે હવે GST વિભાગની DGGI ટીમે લાજપોર જેલમાંથી આરોપી મુર્શીદ આલમનો કબ્જો મેળવી તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
રાજ્યવ્યાપી GST કૌભાંડ આચરવામાં આવ્યું
મહત્વનું છે કે એક હજાર જેટલી બોગસ પેઢીઓ ઉભી કરી રાજ્યવ્યાપી GST કૌભાંડ આચરવામાં આવ્યું. જેમાં ફાઈવ સ્ટાર કંપનીના નામે મોટાપાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી બોગસ પેઢી થકી 88 કરોડનો ઈનવોઈસ કરવામાં આવ્યો હતો, જ્યારે કે 15.88 કરોડની ITC પણ મેળવી લીધી હતી.
-
Rahul Gandhiના સમર્થનમાં ગુજરાતથી જ લડતના મંડાણ કરવાનું કોંગ્રેસનું આયોજન, સત્યાગ્રહ માટે રાહુલ ગાંધીને આમંત્રણ
રાહુલ ગાંધીને સુરતમાં માનહાની કેસમાં બે વર્ષની સજા અને ત્યારબાદ સભ્યપદ રદ થવાના મુદ્દાને લઈ કોંગ્રેસ સમગ્ર દેશમાં ‘જય ભારત સત્યાગ્રહ’ કરવા માટે જઈ રહ્યું છે. જેની શરૂઆત ગુજરાતથી જ થાય એ પ્રકારનું આયોજન કોંગ્રેસ કરી રહ્યું છે. સમગ્ર એપ્રિલ મહિનામાં કોંગ્રેસ સત્યાગ્રહ હેઠળ દેખાવો, સંમેલનો અને પ્રેસ કોન્ફરન્સ સહિતના કાર્યક્રમો યોજશે. રાહુલ ગાંધીના સભ્યપદના વિવાદ બાદ ગુજરાત કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિના જય ભારત સત્યાગ્રહ હેઠળ વિવિધ કાર્યક્રમો કરશે. ગુજરાતમાં સતત એક મહિના સુધી જન સંપર્ક જનજાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં કોંગ્રેસના ઓર્ગેનાઈઝેશન અને ડિપાર્ટમેન્ટ ભાગ લેશે.
-
વડોદરામાં વીએચપી નેતા રોહન શાહની અટકાયત, ઉશ્કેરણીજનક નિવેદનનો આક્ષેપ
વડોદરામાં વિશ્વહિંદુ પરિષદના નેતા રોહન કમલેશ શાહની અટકાયત કરાઈ છે. રોહન શાહ સહિત VHPના અન્ય સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.ઉશકેરણીજનક ઉચ્ચારણો બાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં થયેલા પથ્થરમારાને રાજ્યના ગૃહવિભાગે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે.વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે…ત્યારે હવે સમગ્ર ઘટનાની તપાસ માટે પોલીસ કમિશનર શમશેરસિંહની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.
-
પંજાબની પટિયાલા જેલમાંથી નવજોતસિંહ સિદ્ધુ મુક્ત થયા
પંજાબની પટિયાલા જેલમાંથી લાંબા વિલંબ બાદ આખરે નવજોત સિંહ સિદ્ધુને મુક્તિ મળી છે.
-
કોરોનાને લઇને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, ‘લોકોએ ડરવાની નહીં સાવચેતી રાખવાની જરૂર’
ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. ઋષિકેશ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય બની ગયા છે. લોકો કોરોનાથી ડરે નહીં પરંતુ સાવચેતી રાખે તેવી આરોગ્ય પ્રધાને અપીલ કરી હતી. ટેસ્ટીંગ વધારવા માટે પણ સૂચના આપી દીધી છે.
વેક્સિનને લઇને પણ આરોગ્ય પ્રધાને લોકોને ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, વેક્સિનના જથ્થાની માગણી કરી છે. આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે. જથ્થો હતો ત્યારે કોઇ વેક્સિન લેવા આવતું ન હતું.
-
ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળો, 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી
રાજ્યના ખેડૂતો માથે ફરી એકવાર વરસાદી સંકટની શક્યતા તોળાઈ રહી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ જોવા મળશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધશે. હજુ પણ 2થી4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે.
-
Kutch: ભુજ LCBનો સપાટો પ્રોહિબીશન સહિતના ગુનામાં સામેલ 10 શખ્સો સામે પાસાની કાર્યવાહી
કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ-મારામારી સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલ શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પાછલા 3 મહિનામાં માંડવી-ભુજ સહિતના વિસ્તારના આવા શખ્સો સામે પાસાની કાર્યવાહી કર્યા બાદ આજે પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક બે નહી પુરા 10 શખ્સો સામે પાસાની કાર્યવાહી કરી રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલ્યા છે. જાહેર પ્રજાની શાંતિ માટે જોખમરૂપ આ શખ્સો સામે વિવિધ પોલીસ મથકે વિવિધ ગુન્હાઓ નોંધાયેલા છે. પરંતુ પ્રજાની શાંતિ માટે કડક કાર્યવાહી કરી પચ્છિમ કચ્છ પોલીસ વિભાગે એક સાથે 10 શખ્સો સામે પાસાની ધાક બેસાડતી કાર્યવાહી કરી છે.
-
મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જેલવાસ ભોગવી રહેલા જયસુખ પટેલની તબિયત લથડી, સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી સારવાર
મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. જો કે આ વચ્ચે જેલમાં જયસુખ પટેલની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. જયસુખ પટેલની તબિયત લથડતાં તેને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી છે. સામાન્ય બીપીની તકલીફ થતા ડોક્ટર દ્વારા સારવાર આપી રવાના કરવામાં આવ્યા છે. સોમવારે ફરી હોસ્પિટલમાં ચેકઅપ માટે આવવા ડોક્ટરે સલાહ આપી છે.
-
વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં થયેલ પથ્થરમારાની ઘટના અંગે IBએ આપ્યા ઈનપુટ, પોલીસ પર ઈનપુટ્સને હળવાશથી લેવાનો આરોપ
વડોદરામાં રામનવમીના દિવસે શોભાયાત્રામાં થયેલ પથ્થરમારાની ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે SITની રચના કરવામાં આવી છે. આ ઘટના કોના ઈશારે થઈ, ઘટના પાછળ કોનો દોરી સંચાર હતો એ તમામ ઘટનાક્રમ અંગે તપાસનો ધમધમાટ શરૂ છે. તો બીજી તરફ શહેર પોલીસની ચૂક અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.
સૌથી મોટો સવાલ એ પણ છે કે રાજ્ય પોલીસ વડાનો સ્પષ્ટ આદેશ અને IBનું એલર્ટ હોવા છતા શોભાયાત્રા દરમિયાન હિંસા કેવી ફાટી નીકળી? શું શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા પૂર્વ આયોજિત કાવતરુ હતુ કે કેમ તે તપાસનો વિષય છે. જો કે સૌથી મોટો તપાસનો વિષય એ છે કે શું વડોદરા શહેર પોલીસ ઉંઘતી ઝડપાઇ છે?
-
Delhi : દુબઈ જઈ રહેલ ફ્લાઈટ સાથે પક્ષી અથડાતા ઈમરજન્સી લેન્ડિંગ, એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી
FedEx એરક્રાફ્ટ દુબઈ માટે ઉડાન ભર્યાની મિનિટોમાં પક્ષી સાથે અથડાયું હતું. આ સાથે દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. તેમજ એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય ઈમરજન્સી વાહનોને પણ સ્થળ પર બોલાવી દીધા હતા. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, FedEx એરક્રાફ્ટ પક્ષી સાથે અથડાવાને કારણે અચાનક આ નિર્ણય લેવામાં આવ્યો છે.
-
હિન્દુ ધર્મ પર વધતા હુમલા બાદ અમેરિકાના આ શહેરમાં ધર્મ વિરોધીઓની નિંદા કરતો ઠરાવ પસાર કરાયો
જ્યોર્જિયા અમેરિકાનું 8મું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. આ રાજ્યની વિધાનસભામાં ‘હિન્દુ ફોબિયા’ અને ‘હિન્દુ ધર્મના વિરોધીઓ’ની નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મ વિશ્વના સૌથી મોટા અને સૌથી જૂના ધર્મોમાંનો એક છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે હિન્દુ ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવનારા લોકો પર નજર રાખવાની ખૂબ જ જરૂર છે. આ પ્રકારનો ઠરાવ પસાર કરનાર જ્યોર્જિયા અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું છે
-
ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં ખાલિસ્તાન આતંકી ધમકીનો કેસ, સાઇબર ક્રાઇમની ટીમને વધુ 3 સિમ બોક્સ મળ્યા
અમદાવાદમાં ભારત ઓસ્ટ્રેલિયા મેચમાં ખાલીસ્તાન આતંકી ધમકીના કેસમાં સાયબર ક્રાઇમની તપાસમાં વધુ ખુલાસા સામે આવ્યા છે. સાઇબર ક્રાઇમની ટીમને વધુ 3 સિમ બોક્સ મળી આવ્યા છે. સાયબર ક્રાઇમને ગાઝિયાબાદના મોદીનગરથી 3 સિમ બોક્સ અને 50 સિમ કાર્ડ મળ્યા છે. વધુ 2 વ્યક્તિની સાયબર ક્રાઇમે અટકાયત કરી છે.
ગુજરાતના લોકોને ખાલિસ્તાનીઆતંકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં પ્રિરેકોર્ડેડ મેસેજ કરીને ધમકી આપવાના કેસમાં ક્રાઇમબ્રાંચના સાયબર યુનિટને મોટી મળી સફળતા મળી રહી છે. વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સીમબોક્સ ટેકનિકનો ઉપયોગ કરી ધમકી આપતા હતા. લોકેશન ટ્રેસ કરતા ક્રાઈમબ્રાંચ એમપી, યુપી, બિહાર અને પંજાબમાં તપાસ કરી રહી હતી. જે પછી એક પછી એક ખુલાસા થતા જઇ રહ્યા છે.
-
રાહુલ ગાંધી પટના કોર્ટમાં હાજર થશે
પટના કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદીની સરનેમ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને 12 એપ્રિલે હાજર થવાનો આદેશ આપ્યો છે. મોદી સરનેમ અંગે રાહુલ ગાંધીના નિવેદનને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ પડકાર્યો હતો.
-
બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે – સીએમ નીતિશ
રામનવમી દરમિયાન સાસારામ અને નાલંદામાં હિંસાની ઘટનાઓ પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું છે કે આ દુઃખની વાત છે. ગઈકાલે અમને જાણ થતાં જ અમે સતર્ક થઈ ગયા અને ઝડપથી કાર્યવાહી કરી. ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈએ ઈરાદાપૂર્વક આ કર્યું છે.
-
EDએ હૈદરાબાદમાં અનેક ફાર્મા કંપનીઓ પર દરોડા પાડ્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ હૈદરાબાદના કેટલાક ભાગોમાં દરોડા પાડી રહ્યા છે. EDએ હૈદરાબાદની મોટી ફાર્મા કંપનીઓમાં તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે EDના અધિકારીઓએ શનિવારે સવારથી શહેરની ઘણી મોટી ફાર્મા કંપનીઓ પર દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓ એક સાથે 15 વિસ્તારોમાં સર્ચ ચલાવી રહ્યા છે. બંજારા હિલ્સ, જ્યુબિલી હિલ્સ અને પટંચેરુમાં તપાસ ચાલી રહી છે.
-
જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાયું, BSFએ ફાયરિંગ કર્યું
જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના રામગઢમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર BSFએ બપોરે લગભગ 12.15 વાગ્યે પાકિસ્તાન તરફથી આવતા ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું. બીએસએફ દ્વારા ફાયરિંગ કર્યા બાદ ડ્રોન પાકિસ્તાન પરત ફર્યું હતું. વિસ્તારમાં સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. BSFએ આ જાણકારી આપી છે.
-
પાકિસ્તાનમાં લોટ વિતરણ સમયે નાસભાગ દરમિયાન 11 લોકોના મોત
આ દિવસોમાં પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનમાં ખાદ્ય પદાર્થોની ભારે અછત છે. મોંઘવારી પણ ચરમસીમાએ ચાલી રહી છે. આવશ્યક ચીજવસ્તુઓ માટે લાંબી કતારો લગાવવી પડે છે. હવે પાકિસ્તાનમાંથી વધુ એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે, પાકિસ્તાનના સૌથી મોટા શહેરોમાંના એક, કરાચીમાં ખાદ્ય સહાયના વિતરણ દરમિયાન નાસભાગમાં 11 લોકોના મોતના અહેવાલ છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન આ દિવસોમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને આ ઘટના તાજેતરની ઘટનાઓમાંની એક છે.
-
લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ સંજય રાઉતને આપી ધમકી, કહ્યું- પરિણામ સિદ્ધુ મુસેવાલા જેવું આવશે
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને ધમકી મળી છે. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો સંદેશ મળ્યો છે, જેમાં તેમને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જેમ મારી નાખવાનું કહેવામાં આવ્યું છે.
-
10 લાખની લાંચ લેવાના કેસમાં ફરાર CBI પીઆઈ આખરે થયા હાજર, CBI કોર્ટે 3 દિવસના રિમાન્ડ પર ધકેલ્યા
અપ્રમાણસર મિલકતના કેસમાં 10 લાખ રૂપિયાની લાંચ માગનાર ફરાર સીબીઆઈ પીઆઈ આખરે નાટકીય ઢબે હાજર થયા હતા. પીઆઇ સંદીપકુમાર સીબીઆઇ કોર્ટમાં હાજર થતા 3 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. મહત્વનું છે કે, દીવમાં ફરજ બજાવતા મત્સ્યોધોગ ખાતાના મદદનીશ અધિક્ષક સુકર અંજનીએ 22 માર્ચ 2023ના રોજ દિલ્હી સીબીઆઇને ફરિયાદ કરી હતી.
જેમાં તેમણે રજૂઆત કરી હતી કે, ગાંધીનગર સીબીઆઇમાં લાંચ વિરોધી શાખામાં ફરજ બજાવતા સંદીપ કુમાર અપ્રમાણસર સંપત્તિ રાખવાના આરોપોની તપાસ કરી રહ્યા છે. તેમણે અંજનની તરફેણમાં રિપોર્ટ કરવા માટે રૂ.10 લાખની લાંચ માંગી હતી અને ત્યારબાદ તેઓ સતત વોટ્સએપ પર લાંચની મંગણી કરી ધમકી આપી હતી કે, લાંચની રકમ આપવામાં નહી આવે તો અપ્રમાણસર સંપત્તિના કેસમાં ફસાવી દેવામાં આવશે.
-
પાવાગઢમાં 60 ફૂટ ઊંડા ખાડામાં ખાબકેલા યુવાનનો હેમખેમ બચાવ, ફોટોગ્રાફી કરતા સમયે બની ઘટના
પાવાગઢના દર્શન કરવા આવેલો યુવક મંદિરે જવાના રસ્તે ટંકશાળની અંદર ફોટોગ્રાફી કરતા સમયે પગ લપસી જતા 60 ફૂટ ઉંડા ખાડામાં ખાબક્યો હતો. બનાવની જાણ થતા પાવાગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને સહીસલામત ખાડામાંથી બહાર કાઢ્યો હતો.
મૂળ વડોદરાના વાઘોડિયા રોડ પર પરિવાર સાથે રહેતો આ યુવક તેના ભાઇબહેન સાથે પાવાગઢના દર્શને આવ્યો હતો. માતાજીના દર્શન કરી પરત ફરતી વખતે ટંકશાળ પાસે યુવક ફોટોગ્રાફી કરતા સમયે ધ્યાન ન રહેતા ઉંડા ખાડામાં પડી ગયો હતો. સમગ્ર ઘટનામાં યુવકને સામાન્ય ઇજા થઇ છે. તેમજ તેને હાલોલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયો છે.
-
અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના પ્રયાસમાં 6 લોકોના મોત, મરનારાઓમાં 4 ભારતીયોનો પણ સમાવેશ
કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગયેલા છ લોકોમાં એક ભારતીય પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી અનુસાર કેનેડિયન ન્યૂઝ આઉટલેટ્સ સીબીસી અને સીટીવીએ અહેવાલ આપ્યો છે કે કેનેડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે બપોરે ક્વિબેકના એક ભેજવાળા વિસ્તારમાંથી છ મૃતદેહ મળી આવ્યા હતા. નવજાત બાળકની શોધ માટે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
-
ઝારખંડના જમશેદપુરમાં પણ હિંસા ફાટી નીકળી
ઝારખંડના ધનબાદ બાદ જમશેદપુરમાં પણ હિંસા ફાટી નીકળી છે.હલ્દીપોખર વિસ્તારમાં થયેલા વિવાદમાં પાંચ લોકો ઘાયલ થયા છે.ગઈ રાત્રે રામ નવમીના સરઘસ પર પથ્થરમારો કરવાનો આરોપ છે. પથ્થરમારામાં પોલીસ વાહનની પણ તોડફોડ કરવામાં આવી છે.
-
રાહુલ ગાંધી 11 એપ્રિલે વાયનાડ જશે – વેણુગોપાલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે ટ્વિટ કર્યું છે કે રાહુલ ગાંધી 9 એપ્રિલે કોલારમાં હશે અને ત્યાં જય ભારત મેગા રેલીને સંબોધિત કરશે. આ પછી 11 એપ્રિલે રાહુલ ગાંધી વાયનાડ જશે. સરકાર પર પ્રહાર કરતા વેણુગોપાલે કહ્યું કે રાહુલ જનતાનો અવાજ છે, તમે તેમને ક્યારેય ચૂપ નહીં કરી શકો. તેમનો અવાજ વધુ ઊંચો થતો જશે.
-
Gujarat News Live: આજથી તમારી ચા બની શકે છે કડવી, અમુલ ડેરીએ માર્કેટમાં વેચાતા દૂધના પાઉચના ભાવમાં વધારો ઝીંક્યો, જાણો દુધની થેલીના નવા ભાવ
આજથી તમારી ચા બની શકે છે કડવી, અમુલ ડેરીએ માર્કેટમાં વેચાતા દૂધના પાઉચના ભાવમાં વધારો ઝીંક્યો છે. આ નવા ભાવ વધારાના પરિણામે દુધની થેલી અને અલગ અલગ બ્રાન્ડના ભાવમાં ફરક આવ્યો છે.
અમુલ ગોલ્ડ. 500 ગ્રામ જૂનો ભાવ.31 જ્યારે કે નવો ભાવ.32 રહેશે
અમુલ સ્ટાન્ડર્ડ દૂધ 500 મિલી. જૂનો ભાવ.28 હતો અને હવે નવો ભાવ 29 રૂપિયા રહેશે.
અમુલ ટી સ્પેશ્યલની વાત કરીએ તો 500 ગ્રામનો જૂનો ભાવ 29 રૂપિયા હતો જો કે હવે નવો ભાવ 30 રૂપિયા થઈ ગયો છે.
એટલે કે હવે દુધની થેલી પર આપે 1 રૂપિયો વધારે ચુકવવો પડશે અને મહિનાની દ્રષ્ટિએ 30 થી 31 રૂપિયા ખર્ચમાં ઉમેરી જશે.
-
લલિત મોદીએ પૂર્વ પીએમ નેહરુ સાથે તેમના દાદાની તસવીર શેર કરી
રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટમાં જવાની ધમકી આપ્યા બાદ લલિત મોદીએ ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી છે. તેણે ચાર અલગ-અલગ તસવીરોમાં પંડિત જવાહરલાલ નેહરુ સાથે તેના દાદા ગુજરમલ મોદીની તસવીર શેર કરી છે. તસવીરમાં ટેબલ પર ચાનો કપ રાખવામાં આવ્યો છે અને બંને વાતચીત કરી રહ્યાં છે.
-
દિગ્વિજયે જર્મનીનો આભાર માન્યા બાદ હવે કપિલ સિબ્બલે સ્પષ્ટતા કરવી પડી
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવાનો વિવાદ વધી રહ્યો છે. શાસક પક્ષ અને વિપક્ષ આ દિવસોમાં સામસામે છે. આ વખતે રાહુલ ગાંધીના દેશની બહાર જવાના મામલાને લઈને પણ વિવાદ શરૂ થયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે લોકસભામાંથી રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવાના મુદ્દે સંજ્ઞાન લેવા બદલ અને તેના માટે દિગ્વિજય સિંહનો આભાર માનવા બદલ જર્મનીની આકરી ટીકા કરી છે.
-
રામભક્તોની મારપીટ પર મમતા દીદી મૌન, ભાજપે બંગાળ હિંસા પર ઉઠાવ્યા સવાલ
પશ્ચિમ બંગાળના હાવડા સહિત ઘણા રાજ્યોમાં ગુરુવારે રામનવમીની શોભાયાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસા શાંત થઈ રહી નથી. હકીકતમાં, રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથો એકબીજા સાથે અથડામણ થઈ હતી, જેના કારણે અહીં સ્થિતિ અનિયંત્રિત થઈ ગઈ હતી. અહીં તૈનાત પોલીસ વાહનો સહિત અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા બળપ્રયોગ કર્યો હતો. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તીખી પ્રતિક્રિયા આપી છે.
-
રશિયાએ અમેરિકા બાદ ભારતને મહત્વપૂર્ણ સહયોગી ગણાવ્યું
અમેરિકા બાદ હવે રશિયાની નવી વિદેશ નીતિમાં કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં ભારત સાથે સંબંધોનું મહત્વ વધુ વધશે. હકીકતમાં, રાષ્ટ્રપતિ પુતિને ગુરુવારે તેમની સરકારની નવી વિદેશ નીતિના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી. જોકે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નવી વિદેશ નીતિમાં ભારત સિવાય ચીનને પણ ખાસ સહયોગીની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.
-
મનીષ સિસોદિયાની કસ્ટડી લંબાઈ, CBI કોર્ટે જામીન અરજી ફગાવી
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સીબીઆઈ કોર્ટે શુક્રવારે એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે પ્રથમ નજરે સિસોદિયાએ ગુનાહિત ષડયંત્રમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોર્ટે એમ પણ કહ્યું કે આ સમયે જામીન આપી શકાય નહીં.
Published On - Apr 01,2023 7:27 AM





