Gujarati Video : અમુલ ડેરી તરફથી પશુપાલકોને મળી મોટી ભેટ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટના ભાવમાં કરાયો વધારો

Anand News : પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 5:13 PM

આણંદ જિલ્લાની અમુલ ડેરી તરફથી પશુપાલકોને રામનવમી પછીની ભેટ મળી છે. પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. દૂધનો જૂનો ભાવ પ્રતિ કિલો ફેટ 800 રૂપિયા હતો. હવેથી પશુપાલકોને દૂધનો નવો ભાવ 820 રૂપિયા મળશે. આ સમાચાર મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Breaking News: દિલ્હીની એક અદાલતે લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપવાનો કર્યો ઇનકાર

આણંદની અમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20 નો વધારો કરવામાં આવ્યો છે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 800 થી વધારી 820 આપવામાં આવશે. આ નિર્ણયને લીધે અમુલ ડેરી સાથે સંકડાયેલા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.

આ વર્ષે લીલા-સૂકા ઘાસચારમાં થયેલા ભાવ વધારાથી પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. જેને ધ્યાનમાં લઈ અમુલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અમુલ ડેરી તરફથી લેવાયેલા આ નિર્ણયથી પશુપાલકોને વધુ આર્થિક મદદ મળી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">