International News : અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના પ્રયાસમાં 8 લોકોના મોત, મરનારાઓમાં 4 ભારતીયોનો પણ સમાવેશ
International News : અકવેસ્ને મોહૌક પોલીસ સર્વિસના ડેપ્યુટી ચીફ લી-એન ઓ'બ્રાયને શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, "જે આઠ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તે બે પરિવારના હોવાનું માનવામાં આવે છે. એક રોમાનિયન મૂળનો છે અને બીજો છે ભારતીય મૂળના નાગરિકોનો."
કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગયેલા 8 લોકોમાં એક ભારતીય પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી અનુસાર કેનેડિયન ન્યૂઝ આઉટલેટ્સ સીબીસી અને સીટીવીએ અહેવાલ આપ્યો છે કે કેનેડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે બપોરે ક્વિબેકના એક ભેજવાળા વિસ્તારમાંથી 8 મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહો છ પુખ્ત વયના અને બે બાળકોના છે – એક કેનેડિયન પાસપોર્ટ ધરાવતો ત્રણ વર્ષથી ઓછી ઉંમરનો, બીજો એક શિશુ જે કેનેડિયન નાગરિક પણ હતો.
આ પણ વાંચો : International news : ભારતની કાર્યવાહી બાદ લંડનમાં ભારતીય હાઈ કમિશનની સુરક્ષા વધારી દેવાઇ
મૃતદેહ મળી આવ્યા છે તે બે પરિવારના હોવાનું માનવામાં આવે છે
અકવેસ્ને મોહૌક પોલીસ સર્વિસના ડેપ્યુટી ચીફ લી-એન ઓ’બ્રાયને શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, “જે છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તે બે પરિવારના હોવાનું માનવામાં આવે છે. એક રોમાનિયન મૂળનો છે અને બીજો છે ભારતીય મૂળનો” રોમાનિયન પરિવારનું માસૂમ બાળક હજુ સુધી મળ્યું નથી. અમે તેની શોધ ચાલુ રાખીશું. એવું માનવામાં આવે છે કે તમામ મૃતકો કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.”
Illegal immigration: 6 along with 2 minors found dead while trying to enter the USA via #Canada. The illegal migrants were of Indian & Romania based #TV9News pic.twitter.com/e59GhC4ocA
— Tv9 Gujarati (@tv9gujarati) April 1, 2023
પોલીસે જણાવ્યું હતું કે, મૃતદેહોમાંથી એક ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકનો છે. બીજો એક શિશુ જે કેનેડિયન નાગરિક પણ હતો.બાળકનો મૃતદેહ એક રોમાનિયન પરિવારનો કેનેડિયન પાસપોર્ટ સાથે મળી આવ્યો હતો. હાલ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
ઓ’બ્રાયને કહ્યું કે તેના વિશે જલદી જાણવા મળશે કે, શું મૃત્યુ આ વિસ્તારમાં કાર્યરત દાણચોરીના નેટવર્ક સાથે જોડાયેલા હોઈ શકે છે. Akwesasne પોલીસ પીડિતોને ઓળખવામાં અને નજીકના સંબંધીઓને સૂચિત કરવામાં મદદ કરવા ઇમિગ્રેશન કેનેડા સાથે કામ કરી રહી છે. તેઓ નદી પર દેખરેખ પણ વધારી રહ્યા છે.
ઘણા પ્રશ્નોના જવાબો શોધવાની જરૂર છે – પીએમ ટ્રુડો
બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે કહ્યું કે, “બંને પરિવારો સાથે શું થયું તે અંગે ઘણા સવાલોના જવાબ શોધવાની જરૂર છે. ખાસ કરીને નાના બાળકો કે જેમના મૃતદેહ મળી આવ્યા છે તેને ધ્યાનમાં લેતાં આ એક હ્રદયસ્પર્શી સ્થિતિ છે. આ સમયે જેઓ તેમના પ્રિયજનોને ગુમાવી રહ્યા છે તે પરિવારો સાથે અમારા વિચારો પ્રથમ અને અગ્રણી છે. શું થયું તે આપણે યોગ્ય રીતે સમજવાની જરૂર છે.”
આ વર્ષે ગેરકાયદેસર પ્રવેશના 48 બનાવો બન્યા છે
નોંધપાત્ર રીતે અકવેસ્ને પોલીસનું કહેવું છે કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મોહોક વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કેનેડા અથવા યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરવાની 48 ઘટનાઓ બની છે અને તેમાંથી મોટાભાગના ભારતીય અથવા રોમાનિયન મૂળના છે. જાન્યુઆરી 2022માં કેનેડા-યુએસ બોર્ડર પાસે મેનિટોબામાં એક બાળક સહિત ચાર ભારતીયોના મૃતદેહ મળી આવ્યા હતા. એપ્રિલ 2022માં અકવેસ્ને મોહૌક પ્રદેશમાંથી પસાર થતી સેન્ટ રેગિસ નદીમાં ડૂબતી બોટમાંથી છ ભારતીય નાગરિકોને બચાવવામાં આવ્યા હતા.