Gujarati Video : મોરબીમાં રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા બાદ 25 લોકોને ફુડ પોઈઝનિંગની થઈ અસર

Gujarati Video : મોરબીમાં રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા બાદ 25 લોકોને ફુડ પોઈઝનિંગની થઈ અસર

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 2:50 PM

Morbi: રામનવમી પર્વએ ફરાળી લોટની વાનગી ખાધા બાદ 25 લોકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ છે. ફરાળી વાનગી ખાધા બાદ 25 લોકોને ઉલટી થવા લાગી અને ચક્કર આવવા લાગ્યા હતા. જે બાદ અસરગ્રસ્તોએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

મોરબીમાં રામનવમી પર્વે ફરાળી લોટની વાનગીઓ ખાધા બાદ 25 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. ફરાળી લોટની વાનગીઓ ખાધા બાદ 25 જેટલા લોકોને ઉલટી અને ચક્કર આવવા લાગ્યા. જે બાદ અસરગ્રસ્તોએ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર લીધી અને હાલ તમામની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે.

આ તરફ પંચમહાલમાં ગોધરા SRP ગ્રુપ 5 ખાતે તાલીમાર્થી યુવાનોને પણ ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. ગઈકાલે રાત્રે રોજિંદા ક્રમ મુજબ ભોજન બાદ 18 યુવાનોને ઉલટી, ઉબકા અને માથું દુખવા સહિતની અસર થઈ છે. યુવાનોની તબિયત લથડતા તેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. હાલમાં તમામ તાલીમાર્થી યુવાનોની તબિયત સુધારા પર છે.

તો અરવલ્લીના ભિલોડા ગામે ખીલોડા પ્રાથમિક શાળામાં ખોરાકી ઝેર મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શાળાની તપાસ કરી છે. શાળાના મિડ ડે મિલના સ્ટોકની તપાસ કરતા વિદ્યાર્થીઓને સડેલા ચણા આપતા હોવાનું સામે આવ્યુ છે. વળી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ઘઉં તેમજ ચોખામાં પણ જીવાત જોવા મળી હતી. જે બાદ ખાદ્ય પદાર્થોના નમુના લઈ તેના પરિક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સારથી સંગઠને કરી રામનવમીની ઊજવણી, 3 લોકોથી શરુ થયેલા આ સંગઠનમાં આજે 350 સ્વયંસેવકો

જિલ્લા આરોગ્ય અધિકારી અને મામલતદારનો સ્ટાફ પણ શાળાની મુલાકાતે પહોંચી ચૂક્યો છે. મહત્વનું છે કે મધ્યાહન ભોજન લીધા બાદ ખીલોડા પ્રાથમિક શાળાના 31 વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Mar 31, 2023 02:40 PM
g clip-path="url(#clip0_868_265)">