Gujarati Video : અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો મામલો તકેદારી આયોગ સુધી પહોંચ્યો, કોંગ્રેસે મનપાના શાસકો સામે મોરચો માંડયો
પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસે જણાવ્યું કે બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેમ છતાં શાસકો ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે. જે ત્રણ સભ્યોની કમિટી બનાવાઇ છે તે પણ શંકાના દાયરામાં છે. તેમણે કહ્યું કે આ મામલે અમે કેન્દ્રીય તકેદારી વિભાગને પણ રજૂઆત કરીશું અને જરૂર પડશે તો હાઇકોર્ટમાં પણ જઇશું.
અમદાવાદના હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચાર મામલે હવે કોંગ્રેસે મનપાના શાસકો સામે મોરચો માંડ્યો છે. મનપાના કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખ, પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસ સહિતના નેતાઓએ ગાંધીનગર સ્થિત તકેદારી આયોગ સમક્ષ બ્રિજ મુદ્દે રજૂઆત કરી.કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં સામેલ કોન્ટ્રાક્ટર, કન્સલટન્ટ, થર્ડ પાર્ટી સુપરવિઝન કરનાર તેમજ જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માગ કરી છે.સાથે જ બ્રિજના નિર્માણની ન્યાયી અને તટસ્થ તપાસ કરવાની પણ રજૂઆત કરી છે. પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસે જણાવ્યું કે બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
તેમ છતાં શાસકો ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે. જે ત્રણ સભ્યોની કમિટી બનાવાઇ છે તે પણ શંકાના દાયરામાં છે. તેમણે કહ્યું કે આ મામલે અમે કેન્દ્રીય તકેદારી વિભાગને પણ રજૂઆત કરીશું અને જરૂર પડશે તો હાઇકોર્ટમાં પણ જઇશું.
આ પણ વાંચો : Gujarat Video: ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળો, 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…