AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : સુરતમાં 2700 કરોડના GST કૌભાંડના આરોપીને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલાયો

Gujarati Video : સુરતમાં 2700 કરોડના GST કૌભાંડના આરોપીને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 8:24 PM

એક હજાર જેટલી બોગસ પેઢીઓ ઉભી કરી રાજ્યવ્યાપી GST કૌભાંડ આચરવામાં આવ્યું. જેમાં ફાઇવ સ્ટાર કંપનીના નામે મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. તેમજ બોગસ પેઢી થકી 88 કરોડનો ઇનવોઇસ કરવામાં આવ્યો હતો જ્યારે કે 15.88 કરોડની ITC પણ મેળવી લીધી હતી.

સુરતમાં  2700 કરોડ રૂપિયાના GST કૌભાંડ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સુરત ઇકો સેલે આરોપી મુર્શીદ આલમની ધરપકડ કરી હતી ત્યારે હવે GST વિભાગની DGGI ટીમે લાજપોર જેલમાંથી આરોપી મુર્શીદ આલમનો કબજો મેળવી તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો. આ આરોપી મુરશીદની જીએસટી વિભાગની DGGI દ્વારા ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી.  જેમાં કોર્ટે આરોપીને જ્યૂડિસિયલ કસ્ટડીનો હુકમ કર્યો છે..મહત્વનું છે કે એક હજાર જેટલી બોગસ પેઢીઓ ઉભી કરી રાજ્યવ્યાપી GST કૌભાંડ આચરવામાં આવ્યું. જેમાં ફાઇવ સ્ટાર કંપનીના નામે મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. તેમજ બોગસ પેઢી થકી 88 કરોડનો ઇનવોઇસ કરવામાં આવ્યો હતો જ્યારે કે 15.88 કરોડની ITC પણ મેળવી લીધી હતી.

GST વિભાગની DGGI ટીમ દ્વારા કાર્યવાહી

સુરત ખાતે ઇકો સેલે મુર્શીદ આલમની ધરપકડ કરી હતી. આ કૌભાંડ 1 હજાર જેટલી બોગસ પેઢી ઉભી કરીને આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં M/S ફાઈવ સ્ટાર કંપનીના નામે ખેલ કરવામાં આવ્યો હતો. ડીજીજીઆઈ વિંગની તપાસમાં  સામે આવ્યું હતું કે  મુર્શીદ આલમ દ્વારા ફાઇવ સ્ટાર નામની બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી.

જે બોગસ પેઢીના નામે 88 કરોડના બોગસ બીલો બનાવવામાં આવ્યા હતા. જે બાદ સરકારમાંથી 15.88 કરોડની ખોટી આઈટીસી મેળવવામાં આવી હતી. જે કેસમાં હાલ આરોપીની ધરપકડ બાદ સુરત ચીફ કોર્ટમાં રજૂ કરવા અંગેની તજવીજ ડિજીજીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી છે

 બોગસ કંપનીઓ થકી બિલ બનાવીને કરોડોની કરચોરી કરવામાં આવતી હતી

આ બોગસ બિલિંગ કૌભાડના ખેલમાં સામાન્ય લોકોનો નજીવા રૂપિયા આપીને ઉપયોગ કરાતો હતો.કેટલાક શાતિર શખ્સો શ્રમજીવી, રીક્ષા કે ગલ્લાવાળાના આધારકાર્ડ અને પાનકાર્ડ થોડા રૂપિયાની લાલચ આપીને લઈ લેતા હતા. આ દસ્તાવેજના આધારે બોગસ કંપનીઓ થકી બિલ બનાવીને કરોડોની કરચોરી કરવામાં આવતી હતી.

આ પણ વાંચો : Gujarati Video: હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ ચોક્કસ સમુદાય ઉપર કરેલા વિવાદાસ્પદ નિવેદનથી વિવાદ

Published on: Apr 01, 2023 08:21 PM
g clip-path="url(#clip0_868_265)">