AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદમાં નરોડા ફાયર સ્ટેશનની સામે આવેલ શિવકૃપા જ્વેલર્સમાં બંદુકની અણીએ બુકાનીધારી લૂંટારૂઓએ પાડી ધાડ

Ahmedabad: અમદાવાદમાં નરોડામાં ફાયર સ્ટેશનની સામે આવેલ શિવકૃપા જ્વેલર્સમાં બંધુકની અણીએ બુકાનીધારી શખ્સોએ ધાડ પાડી હતી. જ્વેલર્સમાં બુકાની બાંધી ગન બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

Breaking News: અમદાવાદમાં નરોડા ફાયર સ્ટેશનની સામે આવેલ શિવકૃપા જ્વેલર્સમાં બંદુકની અણીએ બુકાનીધારી લૂંટારૂઓએ પાડી ધાડ
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 01, 2023 | 5:23 PM
Share

અમદાવાદમાં નરોડામાં ફાયર સ્ટેશનની સામે આવેલી શિવકૃપા જ્વેલર્સમાં બે બુકાનીધારી લૂંટારૂઓએ ધાડ પાડી હતી. બાઈક પર આવેલા બુકાનીધારીઓએ ગન બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપીમાં એક યુવકને ઈજા પણ પહોચી હતી. ઘટનાને પગલે પોલીસની ચારથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસને જોઈ ઘટનાસ્થળેથી લૂંટારૂઓ ત્યાંથી ભાગ્યા હતા.

લૂંટની ઘટનાના સીસીટીવી આવ્યા સામે, લોકોના ટોળા જમા થઈ જતા ભાગ્યા લૂંટારૂ

આ સમગ્ર લૂંટની ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઈક પર આવેલા લૂંટારૂઓએ જ્વેલર્સમાં બંદૂક બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે લૂંટને અંજામ આપે તે પહેલા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા જમા થઈ જતા લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસની ચારથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

9.56 આસપાસ લૂંટારૂ ત્રાટક્યા હતા અને બંદુક બતાવી જે કંઈ માલ હોય તે આપી દેવા જણાવ્યુ

જ્વેલર્સના માલિકના જણાવ્યા અનુસાર સવારે 10 વાગ્યા આસપાસ આ લૂંટારૂઓ બંદુક સાથે ત્રાટક્યા હતા. 9 વાગ્યે જ્વેલરી શોપ ખુલી હતી અને માલિક દુકાન જમાવી રહ્યા હતા, તે સમયે બે લૂંટારૂ આવ્યા અને બંદુકની અણી બતાવી હતી. તેમને બંદુક બતાવી કહ્યુ અવાજ ન કરતા, જે હોય તે બધો માલ આપી દો.

આ પણ વાંચો: Breaking News : અમદાવાદમાં રૂ. 13.50 કરોડના 25 કિલો સોનાની લૂંટ, ભાગી છુટેલા 5 આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચ મેદાને, જુઓ Video

દાગીના ભરેલો થેલો ખેંચવામાં ઝપાઝપી થઈ, સંજય નામના યુવકને માથામાં બંદુકનુ નાળચુ માર્યુ

લૂંટારૂઓએ દાગીના ભરેલો થેલો ખેંચ્યો હતો જેનો વિરોધ કરતા લૂંટારૂઓએ માથામાં ઈજા પહોંચાડી હતી.લૂંટારૂઓના હુમલામાં ભોગ બનનાર સંજય નામના યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમને માથામાં ટાંકા આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">