31 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અતિવૃષ્ટિના સર્વેથી વંચિત રહેલ ખેડૂતો 11 નવેમ્બર પહેલા અરજી કરી શકશેઃ કૃષિપ્રધાન રાઘવજી
News Update : આજે 31 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
28 લાખ દીવા ઝળહળાવી રામનગરીમાં નવો રેકોર્ડ બન્યો યોગીએ રામનો રથ ખેંચ્યો, ભગવાનનો રાજ્યાભિષેક કર્યો. આજે SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી. PM મોદી અખંડભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી આપી. PM નરેન્દ્ર મોદી કેવડિયામાં 284 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી. આજે અમિત શાહ કરશે સાળંગપુરમાં નવનિર્મિત યાત્રિક ભુવનનું ઉદઘાટન થયુ. મહારાષ્ટ્રની ચૂંટણી માટે ભાજપનો માસ્ટર પ્લાન તૈયાર. નેતાઓ 100થી વધુ સભા ગજવશે. PM 8 સભા સંબોધશે. વાવ પેટાચૂંટણીમાં હવે 10 ઉમેદવારો મેદાનમાં છે. માવજી પટેલે ફોર્મ પરત ન ખેંચતા હવે ત્રિપાંખિયો જંગ જામશે. ભાજપ-કોંગ્રેસના વોટ કપાવાની શક્યતા છે. મહીસાગર કલેક્ટર સામે જિજ્ઞેશ મેવાણીએ મોરચો માંડ્યો. કલેક્ટરને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી, ગુનો નોંધવા પોલીસમાં અરજી કરી,તો કલેક્ટરે આરોપો ફગાવ્યા.
LIVE NEWS & UPDATES
-
છોટા રાજન ગેંગના 5 ગુંડાની મુંબઈમાંથી ધરપકડ
પોલીસે છોટા રાજન ગેંગના પાંચ ગુંડાની મુંબઈના બાંદ્રામાંથી ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પર એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન અને તેમના પાર્ટનર પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે.
-
અતિવૃષ્ટિના સર્વેથી વંચિત રહેલ ખેડૂતો 11 નવેમ્બર પહેલા અરજી કરી શકશેઃ કૃષિપ્રધાન રાઘવજી
ગુજરાતમાં વરસેલા ભારે વરસાદ અને કમોસમી વરસાદને પગલે, ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. સરકારે ખેડૂતોને નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કર્યું હતું. આમ છતા કેટલાક વિસ્તારના ખેડૂતોએ સર્વેને લઈને સરકારને ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે, જે ખેડૂતો સર્વેથી વંચિત રહ્યા છે તેઓ 11 નવેમ્બર પહેલા અરજી કરી શકે છે.
-
-
પાટણના ચાણસ્માના રામગઢ નજીક અકસ્માતમાં 4ના મોત
પાટણના ચાણસ્માના રામગઢ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. છોટા હાથી અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 3 મહિલા અને 1 પુરુષનું મોત થયું છે. કાંકરેજ તાલુકાના એક જ પરિવારના 4 વ્યકિતના અકસ્માતમાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
-
સુરેન્દ્રનગરના સાયલાના આયા ગામમાંથી દારુનો જથ્થો ઝડપાયો
સાયલા પોલીસે આયા ગામ નજીક ખરાબામાં દરોડા પાડીને દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. આયા ગામ પાસે ટાંકામાં દારૂ ભરી અને લાવેલ છે તેવી બાતમીના આદારે સાયલા પોલીસ દરોડા પાડ્યા હતા. આયા ગામ નજીક ખરાબાની જગ્યામાં દારુના જથ્થાનું કટિંગ ચાલુ હતુ તે દરમિયાન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડા પડતા જ આરોપીઓ નાસી છુટ્યા હતા. જો કે, પોલીસે સ્થળ પરથી 29.94 લાખનો દારુ અને બોલોરો સહિત રૂપિયા 47.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
-
ગુજરાતના પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહનું ટ્વિટ, જે માણસ શંકાસ્પદ કાળા હરણનો અપરાધી છે, એને પોલીસ ચોવીસ કલાક રક્ષણ આપે છે
ગુજરાતના પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સોશિયલ મીડિયા ટ્વીટર પર ટ્વિટ કર્યું છે. જે ફિલ્મ કલાકાર સલમાન ખાન મુદ્દે સૂચક ટ્વીટ હોવાનુ કહેવાય છે. ભૂપેન્દ્રસિંહે તેમના ટ્વિટમાં કહ્યું છે કે, જે માણસ શંકાસ્પદ કાળા હરણનો અપરાધી છે, એને પોલીસ ચોવીસ કલાક રક્ષણ આપે છે, આનું નામ જ સમય.
સમય જ બળવાન છે. કેવો વિચિત્ર જોગ-સંજોગ છે. ‘જે માણસ શંકાસ્પદ કાળા હરણનો અપરાધી છે, એને પોલીસ ચોવીસ કલાક રક્ષણ આપે છે’. આનું નામ જ સમય!
— Bhupendrasinh Chudasama (@imBhupendrasinh) October 30, 2024
-
-
સાબરકાંઠાના હિંમતનગરના બે ગામની સિમમાં એક જ કોમના બે જૂથ વચ્ચે લાકડીઓ ઉછળી
સાહરકાંઠા જિલ્લાના હિંમતનગરના વાસણા અને ચાંદરણી ગામની સીમમાં મારામારીનો કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો સ્વરૂપે સામે આવ્યો છે. એક જ કોમના બે જૂથના લોકો સામસામે લાકડીઓ વડે મારામારી કરતા હોવાનુ વીડિયોમાં દેખાય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં, લાકડીઓ લઈને બે પક્ષ એકબીજા પર તૂટી પડ્યા છે. મહિલાઓ પણ લાકડીઓ લઈને દોડી આવી હતી.
-
PM મોદી ભૂજ પહોંચ્યા, કચ્છમાં જવાનો સાથે દિવાળી મનાવશે
કચ્છ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ જિલ્લાના ભૂજ પહોંચ્યા છે. તેઓ ભૂજથી નલિયા જશે. નલિયા એરફોર્સ સ્ટેશનથી જવાનો પાસે જશે વડાપ્રધાન. સેનાના જવાનો સાથે વડાપ્રધાન મોદી દિવાળી ઉજવશે.
-
ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર હુમલો કરનાર 12 આરોપી સકંજામાં
અમરેલી: ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર જીવલેણ હુમલાનો મામલે યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર હુમલો કરનારા પોલીસ સકંજામાં આવી ગયા છે. જાફરાબાદ મરીન પોલીસ, LCB, SOGની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા 12 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર કુહાડીથી હુમલો કર્યો હતો. ચેતન શિયાળ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ હાથ ધરી વિવિધ દિશામાં તપાસ તેજ કરી છે.
-
ગુજરાત પોલીસે ખાસ તાલીમ આપીને તૈયાર કર્યો ‘આલ્કોહૉલ ડિટેક્શન ડોગ’
ગુજરાત પોલીસે રાજ્યમાં આલ્કોહૉલ ડિટેક્શન માટે એક ડોગને ખાસ તાલીમ આપીને બુટલેગરો દ્વારા યુક્તિપૂર્વક સંતાડેલા આલ્કોહોલને પકડવા માટે તૈયાર કર્યો છે. આ આલ્કોહૉલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ તાજેતરમાં રાજકોટમાં નોંધાયો છે.
-
બોટાદઃ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે કાળી ચૌદસની ઉજવણી
બોટાદઃ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે કાળી ચૌદસની ઉજવણી થઇ રહી છે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા છે. અત્યાધુનિક નવનિર્મિત 1100 રૂમના યાત્રિક ભુવનનું ઉદ્ઘાટન કર્યું.
-
સુરત: ગૃહ રાજ્ય પ્રધાન દ્વારા અનોખી ઉજવણી
સુરત: ગૃહ રાજ્ય પ્રધાન દ્વારા અનોખી ઉજવણી. સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી. નાના બાળકો સાથે હર્ષ સંઘવીએ દિવાળી ઉજવી. બાળકોને ભેટ આપીને ઉત્સાહ વ્યક્ત કર્યો. દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સાવચેત રહેવા બાળકોને સૂચના આપી. ઘરકામમાં મદદ કરતાં સહયોગીઓ સાથે દિવાળી ઉજવવા અપીલ કરી.
-
UP: બદાયૂં પાસે ભીષણ માર્ગ અકસ્માત
UP: બદાયૂં પાસે ભીષણ માર્ગ અકસ્માત થયો. બે મહિલા સહિત છ લોકોનાં મોત થયા છે, તો પાંચ ઘાયલ થયા. ટેમ્પો અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. દિલ્લી મજૂરી કરી પરત ફરતા શ્રમિકોને અકસ્માત નડ્યો.
-
અનેક રજવાડાઓને સરદાર પટેલે એક કરીને બતાવ્યા-PM મોદી
રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સંબોધન કર્યુ. તેમણે સરદાર પટેલને યાદ કરતા કહ્યુ કે સરદાર પટેલે અસંભવ કામને પણ સંભવ કરેલુ છે. અનેક રજવાડાઓને એક કરીને બતાવ્યા છે. સરદાર સાહેબ ધ્યેયમાં રાષ્ટ્રવાદી હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ પણ એકતાને દર્શાવે છે.
#Tv9Gujarati https://t.co/110WC0JkBa
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2024
-
રાજકોટઃ જસદણમાં ગેસની ટેન્કમાં દારૂની હેરાફેરી પકડાઈ
રાજકોટના જસદણમાં ગેસની ટેન્કમાં દારૂની હેરાફેરી પકડાઈ છે. જસદણના મોટા દડવા ગામની સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. ગેસની ટેન્કમાં બોક્સ બનાવી દારૂ સંતાડવામાં આવ્યો હતો. ગેસની બોટલમાં લાખો રુપિયાનો દારુ લાવવામાં આવી રહ્યો હતો. રાજકોટ ગ્રામ્ય LCBએ દારૂ જપ્ત કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
-
કેવડિયાઃ એકતા દિવસની ભવ્ય ઉજવણી
કેવડિયાઃ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે PMની ઉપસ્થિતિમાં એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. PM મોદી સરદાર પટેલની પ્રતિમાનું ચરણ પૂજન કર્યું. PM મોદીએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. PM મોદીની ઉપસ્થિતિમાં એકતા પરેડ યોજાઈ. 16 રાજ્યોના 530 કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કર્યું.
-
ગાંધીનગરઃ ટેકાના ભાવે પાકની ખરીદી માટે તારીખ લંબાવાઈ
ગાંધીનગરઃ ટેકાના ભાવે પાકની ખરીદી માટે તારીખ લંબાવાઈ. ખરીદી માટેની નોંધણી 11 નવેમ્બર સુધી લંબાવાઈ. લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. મગફળી, મગ, અડદ સહિતના ખરિફ પાકની ટેકાના ભાવે ખરીદી થશે. 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરાશે. 11.27 લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે.
-
GST વિભાગના દરોડામાં કુલ 2.70 કરોડની ઝડપાઇ કરચોરી
રાજ્યના વિવિધ શહેરોમાં GST વિભાગના દરોડામાં કુલ 2.70 કરોડની કરચોરી ઝડપાઇ. જવેલરી અને બુલિયનના 15 વેપારીઓને ત્યાં સર્ચ હાથ ધરાયું હતું. અમદાવાદના 3, રાજકોટના 5, સુરતના 7 વેપારીઓ પર કાર્યવાહી કરાઇ હતી.
Published On - Oct 31,2024 7:44 AM