30 માર્ચના મોટા સમાચાર: ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા, એક દર્દીનું થયું મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 9:52 PM

Gujarat Live Updates : આજ 30 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, રામનવમીના સમાચાર, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

30 માર્ચના મોટા સમાચાર: ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા, એક દર્દીનું થયું મોત

આજે 30 માર્ચને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં રામનવમી નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Mar 2023 09:50 PM (IST)

    હલકી ગુણવત્તાવાળી દવાઓ મુદ્દે હાઇકોર્ટમાં અરજી, હલકી ગુણવત્તા હોવા છતાં ફાર્મા કંપનીઓ બજારમાં ઠાલવે છે દવાઓ, પ્રતિબંધની માગ

    હલકી ગુણવત્તાવાળી દવાઓ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. દવા બનાવવા માટે વપરાતા ઘટકો હલકી ગુણવત્તાના હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે દવાની ગુણવત્તા ઓછી હોવાનું સામે આવ્યા બાદ પણ ફાર્મા કંપનીઓ આવી દવાઓ બેફામપણે બજારમાં ઠાલવે છે. વળી ડોકટર્સ અને ફાર્મા કંપનીઓની મિલિભગત હોવાથી ડોક્ટર્સ પણ આવી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરે છે.

  • 30 Mar 2023 08:20 PM (IST)

    Rajkot માં જય શ્રીરામના નાદ સાથે નીકળી શોભાયાત્રા, ફ્લોટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર

    ચૈત્ર સુદ નવમી એટલે કે રામનવમીનો તહેવાર છે. દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.દેશના અનેક શહેરોમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળે છે.રાજકોટમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા અને શોભાયાત્રાનો આખો રૂટ જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો હતો. શહેરના 150 ફૂટ રિંગરોડ પર નાણાવટી ચોકમાંથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.છેલ્લા 15 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે.શહેરના નાણાવટી ચોકથી શરૂ થઈ આ યાત્રા રૈયા ચોકડી,હનુમાન મઢી,આમ્રપાલી ચોક,કિસાનપરા ચોક,જિલ્લા પંચાયત ચોક,મોટીટાંકી ચોક,ત્રિકોણ બાગ અને ગોંડલ રોડ પર આવેલા અન્નક્ષેત્ર ખાતે આ શોભાયાત્રા પૂરી થઈ હતી.

  • 30 Mar 2023 07:51 PM (IST)

    ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા, એકનું મૃત્યુ

    ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા છે અને 01 દર્દીનું મૃત્યુ નોંધાયું છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2247એ પહોંચી છે.જેમાં અમદાવાદ જિલ્લામાં 03, અમદાવાદમાં 120, અમરેલીમાં 07, આણંદમાં 09, અરવલ્લીમાં 01, બનાસકાંઠામાં 03, ભરૂચમાં 08, ભાવનગરમાં 03, બોટાદમાં 02, છોટા ઉદેપુરમાં 01, દાહોદમાં 01, ગાંધીનગર જિલ્લામાં 03, ગાંધીનગરમાં 06, ગીર સોમ નાથમાં 03, જૂનાગઢમાં 02, ખેડામાં 02, કચ્છમાં 02, મહીસાગરમાં 01, મહેસાણામાં 25, મોરબીમાં 35, પાટણમાં 05, પોરબંદરમાં 03, રાજકોટમાં જિલ્લામાં 23, રાજકોટમાં 14, સાબરકાંઠામાં 11, સુરતમાં જિલ્લામાં 05, સુરતમાં 32, સુરેન્દ્રનગરમાં 02, વડોદરામાં 20, વડોદરા જિલ્લામાં 18 અને વલસાડમાં 04 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98. 97 થયો છે. જ્યારે આજે કોરોનાથી 269 લોકો સાજા થયા છે.

  • 30 Mar 2023 07:29 PM (IST)

    રમખાણો દેશના દુશ્મન છે… રામનવમીના દિવસે હાવડામાં થયેલી હિંસામાં મમતા બેનર્જીનું નિવેદન

    ભગવાન રામની જન્મજયંતિ એટલે કે રામનવમીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી. ઠેર ઠેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન દેશના અલગ અલગ વિસ્તારમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તે જ સમયે બંગાળના હાવડામાં રામ નવમીના શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ચાર્જ સંભાળ્યો હતો. હાવડામાં થયેલી હિંસા પર બંગાળની મુખ્યમંત્રી મમાતનું નિવેદન સામે આવ્યું છે.

  • 30 Mar 2023 07:19 PM (IST)

    અમદાવાદમાં વાતવરણમાં પલટો, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

    અમદાવાદમાં વાતવરણમાં પલટો આવ્યો છે. જેમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

  • 30 Mar 2023 07:06 PM (IST)

    ભાગેડું અમૃતપાલ સિંહે વીડિયો કલીપ બાદ આ ઓડિયો જાહેર કરીને કર્યો આવો દાવો

    Amritpal Singh Audio: ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે. પોલીસ તેને સતત શોધી રહી છે. દરમિયાન, અમૃતપાલ સિંહે ગુરુવારે (30 માર્ચ) પોતાનો એક ઓડિયો રિલીઝ કર્યો છે. આ પહેલા બુધવારે અમૃતપાલ સિંહે પણ એક વીડિયો જાહેર કર્યો હતો. ઓડિયોમાં અમૃતપાલે કહ્યું, “મારો વીડિયો પોલીસે નથી બનાવ્યો, મારા પર વિશ્વાસ કરો. ઘણા લોકો આવી વાત કરી રહ્યા છે. ફોન સારો ન હોવાને કારણે અને ઓડિયોની ગુણવત્તા યોગ્ય ન હોવાને કારણે મૂંઝવણ ઊભી થઈ છે.”

  • 30 Mar 2023 06:36 PM (IST)

    રામનવમી પર પશ્ચિમ બંગાળના હાવડામાં થઈ હિંસા, શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો

    ભગવાન રામની જન્મજયંતિ એટલે કે રામનવમીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી. ઠેર ઠેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન દેશના અલગ અલગ વિસ્તારમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તે જ સમયે બંગાળના હાવડામાં રામ નવમીના શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ચાર્જ સંભાળ્યો હતો. દેશમાં રામ નવમી પર વડોદરા, હાવડા, લખનઉ અને ધનબાદમાં હિંસા ભડકી હતી.

  • 30 Mar 2023 06:14 PM (IST)

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કર્યો

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો થયો છે. જેમાં પોલીસે મોરચો સંભાળ્યો છે. તેમજ તોફાની તત્ત્વોને ભગાડયા છે.

  • 30 Mar 2023 05:45 PM (IST)

    પાટણ અને કચ્છમાં પડ્યા વરસાદી ઝાપટાં, બનાસકાંઠાના લાખણીમાં કરા સાથે વરસાદ

    હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ માવઠુ થવાની આગાહી કરી છે. ત્યારે આગાહી અનુસાર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોના તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે.

    બનાસકાંઠાના લાખણી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લાખણીના કુડા, જસરા અને મોરાલ સહિતના ગામોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ છવાયો છે.

  • 30 Mar 2023 05:19 PM (IST)

    Ahmedabad માં 31 માર્ચે યોજાનારી IPLની મેચને લઇને પોલીસનો એક્શન પ્લાન, 3000 જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે

    31 માર્ચે IPLની મેચની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજવવાની છે જેને લઈને સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક ના થાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.સ્ટેડિયમમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 3 હજાર જવાન તૈનાત રહેશે..આ ઉપરાંત પાર્કિંગની અગવડ ના પડે તે માટે 20 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે..પાર્કિંગ પ્લોટથી સ્ટેડિયમ સુધી પહોચવા આ વખતે ફ્રી શટલ સર્વિસ પણ રાખવામાં આવી છે.IPL સિરીઝ દરમિયાન સ્ટેડિયમ નજીક આવેલ જનપથ ટી થી મોટેરા સુધી રોડ બંધ રહેશે.જેને લઈ શહેર પોલીસ કમિશનર જાહેરનામું પાડ્યું છે.

  • 30 Mar 2023 05:03 PM (IST)

    ગુજરાતમાં કોરોના વધતાં કેસોને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, 10 અને 11 એપ્રિલે હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે

    ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-19 ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. જેમાં રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તદ્દ અનુસાર ,ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન 268 ટેસ્ટિંગ કરવામાં આવે છે તેમજ કોવિડ -19 પોઝિટિવ દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ પણ કરાય છે.

  • 30 Mar 2023 04:45 PM (IST)

    ગુજરાતમાં કોરોના વધતાં કેસોને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

    ગુજરાતમાં કોરોના વધતાં કેસોને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી છે.

  • 30 Mar 2023 04:31 PM (IST)

    ચૈત્રી નવરાત્રીના છેલ્લા દિવસે અંબાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, હાઈ-વે પાણીમાં ગરકાવ

    છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. આગાહી અનુસાર બનાસકાંઠાના અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. અંબાજીમાં બજાર, હાઇવે અને અનેક સોસાયટીઓમાં વરસાદ વરસ્યો છે.

    બનાસકાંઠાના અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. અંબાજીમાંથી પસાર થતો હાઈ-વે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. બજારો અને રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે. અંબાજીમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અનેક સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.

  • 30 Mar 2023 03:53 PM (IST)

    Bhavnagar: વલભીપુરના મેવાસા ગામ નજીક ટ્રક પલટી જતા અનેક લોકો દબાયા, 7ના લોકોના થયા મોત જુઓ Video

    ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ નજીક ટ્રક પલટી જતા ટ્રક નીચે અનેક લોકો દબાયા હતા. મેવાસા ગામ તરફથી લીલો ઘાસચારો ભરેલી ટ્રક વલભીપુર તરફ આવી રહ્યો હતો એ સમયે ટ્રકે પલટી મારી હતી. આ ટ્રક પલટી જતા 6થી વધુ લોકોના ટ્રક નીચે દબાઈ જવાથી મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. ઘાસચારો ભરેલી ટ્રકમાં 12થી 14 મજૂરો સવાર હતા.

  • 30 Mar 2023 03:51 PM (IST)

    પંજાબઃ અમૃતપાલ હોશિયારપુરની આસપાસ છુપાયો હોવાની આશંકા

    અમૃતપાલ સિંહ હોશિયારપુર જિલ્લાની આસપાસ છુપાયો હોવાની આશંકા છે. પંજાબ પોલીસે હોશિયારપુર જિલ્લાની સરહદો સીલ કરી દીધી છે.

  • 30 Mar 2023 03:51 PM (IST)

    આંધ્રપ્રદેશઃ પશ્ચિમ ગોદાવરીમાં વેણુગોપાલ સ્વામી મંદિરમાં ભીષણ આગ, રામ નવમીનો તહેવાર ચાલી રહ્યો હતો

    આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરીમાં વેણુગોપાલા સ્વામી મંદિરમાં ભીષણ આગ ફાટી નીકળી છે. રામ નવમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે આગ લાગી હતી. આ દરમિયાન ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

  • 30 Mar 2023 01:23 PM (IST)

    ઈન્દોરના બીલેશ્વર મંદિરમાં અકસ્માત, છત ધસી પડતા 25થી વધુ લોકો ઘાયલ

    ઈન્દોરના જુની પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેલેશ્વર મંદિરમાં પૂજા દરમિયાન અકસ્માત થયો હતો. મંદિરની છત ધરાશાયી થવાને કારણે 25થી વધુ લોકો અંદર બનેલા પગથિયાંમાં પડી ગયા હતા. પોલીસ SDIRF ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય સતત ચાલુ છે.

  • 30 Mar 2023 12:30 PM (IST)

    અમેરિકાઃ બ્લેકહોક હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા

    અમેરિકામાં ટ્રેનિંગ દરમિયાન મોટો અકસ્માત થયો છે. પ્રશિક્ષણ દરમિયાન બ્લેકહોક હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા છે. દુર્ઘટના દરમિયાન વિમાનમાં સવાર લોકો વિશે કોઈ માહિતી મળી શકી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે રાત્રે તાલીમ મિશન દરમિયાન કેન્ટુકીમાં યુએસ આર્મીના બે બ્લેકહોક હેલિકોપ્ટર ક્રેશ થયા હતા. આર્મી બેઝ ફોર્ટ કેમ્પબેલે ગુરુવારે વહેલી સવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, "ક્રૂ મેમ્બરો વિશે માહિતી મળી શકી નથી."

  • 30 Mar 2023 12:30 PM (IST)

    ઓસ્ટ્રેલિયા: ખાલિસ્તાની હિંસા કેસમાં 3ની ધરપકડ

    મેલબોર્ન ઈસ્ટ નેબરહુડ પોલીસિંગ ટીમે જાન્યુઆરીના અંતમાં ફેડરેશન સ્ક્વેર ખાતે કથિત બોલાચાલીના સંબંધમાં 3 લોકોની ધરપકડ કરી છે. વિક્ટોરિયા પોલીસે જણાવ્યું હતું કે 29 જાન્યુઆરીના રોજ ફેડરેશન સ્ક્વેર ખાતે ખાલિસ્તાન લોકમત કાર્યક્રમમાં પોલીસ હાજર હતી જ્યારે કથિત રીતે બે ઝઘડા થયા હતા, પ્રથમ સવારે 12.45 વાગ્યે અને બીજી સવારે 4.30 વાગ્યે.

  • 30 Mar 2023 12:29 PM (IST)

    અમે કર્ણાટકમાં ફરી સત્તામાં પાછા આવીશું: યેદિયુરપ્પા

    કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાએ બેંગલુરુમાં કહ્યું કે અમે કર્ણાટકમાં પૂર્ણ બહુમતી મેળવવા જઈ રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે ફરીથી સત્તામાં પાછા ફરીશું. કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટ છે અને તેથી જ 40% કમિશનના ખોટા આક્ષેપો કરી રહી છે.

  • 30 Mar 2023 12:28 PM (IST)

    અમૃતપાલ કેવી રીતે આત્મસમર્પણ કરે છે તે તેનો પોતાનો અભિપ્રાય છે: ગુરચરણ સિંહ

    શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના મહાસચિવ ગુરચરણ સિંહ ગ્રેવાલે કહ્યું કે અમૃતપાલ સિંહ ક્યાં સરેન્ડર કરે છે, કેવી રીતે સરેન્ડર કરે છે, તે તેમનો પોતાનો મત છે. અમૃતપાલ સર્વત ખાલસા વિશે જે કંઈ કહે છે, તે તેમનો પોતાનો અભિપ્રાય છે. આ અંગેનો નિર્ણય માત્ર જત્થેદાર સાહેબ જ લઈ શકે છે. તેમણે કહ્યું કે પંજાબનું વાતાવરણ બગાડવા માટે અહીંની સરકાર જવાબદાર છે. અરવિંદ કેજરીવાલ સરકાર અને અહીંની સરકાર શીખોને બદનામ કરવાનું કાવતરું કરી રહી છે.

  • 30 Mar 2023 12:25 PM (IST)

    અમૃતસર: 25 વાહનમાં તોડફોડ, 4 આરોપીઓની ધરપકડ

    અમૃતસરના ઇસ્લામાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના કિશનકોટ વિસ્તારમાં મોડી રાત્રે લગભગ 25 વાહનોની તોડફોડ કરવામાં આવી છે. વાહનોની તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં લોકો વાહનોની તોડફોડ કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. કેસ નોંધ્યા બાદ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરીને ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચારેય આરોપીઓની ઉંમર 17 વર્ષની આસપાસ છે.

  • 30 Mar 2023 12:24 PM (IST)

    નવાઝુદ્દીન સિદ્દીકીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો

    ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને પરિવારને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેણે 3 એપ્રિલે કોર્ટમાં હાજર થવું પડશે અને આ દરમિયાન તેણે તમામ બાબતો જણાવવી પડશે.

  • 30 Mar 2023 11:37 AM (IST)

    રાહુલ ગાંધીની મુસીબતો ઓછી નથી થઈ રહી, મોદી સરનેમ કેસમાં પટનાથી સમન્સ, કોર્ટે કહ્યું- હાજર રહો

    2019માં રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું, 'બધા મોદી સરનેમ વાળા ચોર છે'. આ પછી તેને તાજેતરમાં ગુજરાતના સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. સજા સંભળાવ્યા બાદ તેમની લોકસભાની સદસ્યતા પણ ખતમ થઈ ગઈ છે. તેમને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ પણ મળી હતી. આ પછી પણ આ મામલો તેમનો પીછો નથી છોડી રહ્યો, ગુજરાત બાદ હવે પટના કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને સમન્સ પાઠવીને 12મી એપ્રિલે હાજર થવા માટે કહ્યું છે.

  • 30 Mar 2023 11:27 AM (IST)

    એક્ટર સલમાન ખાનને મળી બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત, હવે તેણે નહી નોંધાવવી પડે હાજરી

    એક્ટર સલમાન ખાનને મળી બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત, હવે તેણે નહી નોંધાવવી પડે હાજરી. બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાનને રાહત આપતો ચુકાદો આપ્યો છે. સલમાનખાનને અંધેરી કોર્ટમાં હાજરી આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે. 2019માં એક પત્રકાર સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવા બદલ સલમાન સામે કેસ નોંધાયો હતો.

  • 30 Mar 2023 11:21 AM (IST)

    Gujarat News Live : અમૃતપાલનો પરિવાર ગઈકાલથી ગુમ છે

    અમૃતસરના જલ્લુપુર ખેડામાં રહેતો અમૃતપાલનો પરિવાર બુધવારથી લાપતા છે. તેના માતા-પિતા અને પત્ની ઘરે હાજર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તમામ પોલીસની દેખરેખ હેઠળ છે, પરંતુ પોલીસ તેઓ ક્યાં છે તેની કોઈ માહિતી આપી રહી નથી.

  • 30 Mar 2023 11:17 AM (IST)

    રાહુલ ગાંધી વિરુદ્ધ બ્રિટનની કોર્ટમાં જશે લલિત મોદી, કહ્યું- તમારી પાસે છે વિદેશી સંપત્તિ, પૂછશો તો પુરાવા મોકલીશ

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો પલટવાર કરતા ભાગેડુ લલિત મોદીએ અનેક ટ્વિટ કર્યા છે. તેમણે કહ્યું કે મોદી પરિવારે દેશ માટે ઘણું કર્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓની વિદેશમાં સંપત્તિ છે. તેણે કહ્યું કે તે રાહુલ વિરુદ્ધ બ્રિટિશ કોર્ટમાં જશે. લલિત મોદીને મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું કે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા નથી અને તેઓ દેશના સામાન્ય નાગરિક છે.

  • 30 Mar 2023 11:12 AM (IST)

    પંજાબઃ અમૃતપાલનો પરિવાર ગઈકાલથી ગુમ

    અમૃતસરના જલ્લુપુર ખેડામાં રહેતો અમૃતપાલનો પરિવાર બુધવારથી લાપતા છે. તેના માતા-પિતા અને પત્ની ઘરે હાજર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ પોલીસની દેખરેખમાં છે, પરંતુ પોલીસ તેઓ ક્યાં છે તેની કોઈ માહિતી આપી રહી નથી.

  • 30 Mar 2023 11:10 AM (IST)

    ઓપરેશન અમૃતપાલઃ પકડાયેલા પૈકી 348ને છોડવામાં આવ્યા - પંજાબ પોલીસ

    પંજાબ પોલીસ હજુ સુધી અમૃતપાલ સિંહને પકડી શકી નથી. બીજી તરફ, શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર ગિયાની હરપ્રીત સિંહ દ્વારા પંજાબ પોલીસને આપવામાં આવેલ 24 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ પંજાબ પોલીસે તેના વતી સ્પષ્ટતા આપી છે. ઓપરેશન અમૃતપાલ દરમિયાન પકડાયેલા 360 યુવાનોમાંથી 348ને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા છે. માત્ર 12 લોકો એવા છે જેમના પર ગંભીર કેસ છે અને તેમની વિરુદ્ધ કડક કલમો હેઠળ કેસ નોંધાયેલા છે.

  • 30 Mar 2023 11:04 AM (IST)

    દેશમાં 24 કલાકમાં 3 હજારથી વધુ કેસ, પોઝીટીવીટી દર વધીને 2.73% થયો

    દેશમાં કોરોના વાયરસના કેસમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3016 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગઈકાલે બુધવારે 2,151 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં દૈનિક પોઝીટીવીટી દર વધીને 2.73% થયો છે.

  • 30 Mar 2023 10:28 AM (IST)

    Gujarat News Live : છેલ્લા ચૈત્રી નોરતે, અંબાજમાં ભક્તોની ભારે ભીડ

    બનાસકાંઠા જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર ખાતે, ચૈત્ર નવરાત્રીના આજે છેલ્લા દિવસ નીમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિર ખાતે સવારે 7 વાગે મંગળા આરતી કરાઇ હતી. અંબાજી મંદિરમાં ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

  • 30 Mar 2023 09:07 AM (IST)

    Gujarat News Live : અમદાવાદ સહીત રાજ્યના કેટલાક શહેરોમાં વાતાવરણમાં પલટો

    અમદાવાદ સહીત ગુજરાતના કેટલાક શહેરોમાં આજે સવારથી જ વાતાવરણાં પલટો આવ્યો છે. વેસ્ટર ડિસ્ટર્બન્સના કારણે આકાશ વાદળછાયું રહેવા સાથે ક્યાક કમોમસી વરસાદી માહોલ પણ સર્જાયો છે. હવામાન વિભાગે, આજે દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે.

  • 30 Mar 2023 08:15 AM (IST)

    Gujarat News Live : પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી રામ નવમીની શુભેચ્છા

    દેશભરમાં આજે રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ટ્વિટર પર રામ નવમીની શુભકામના આપતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, "રામ નવમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને શુભકામનાઓ. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામનું જીવન દરેક યુગમાં માનવતાનું પ્રેરક બળ બની રહેશે."

Published On - Mar 30,2023 8:13 AM

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">