AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pharmaceutical Companies : નકલી દવાઓ બનાવતી કંપનીઓ સામે સરકારની કડકાઈ, આ કંપનીઓના લાઇસન્સ કરી દીધા રદ

ડીજીસીઆઈએ 20 રાજ્યોમાં 76 કંપનીઓને પોતાના રડારમાં લઈ લીધી છે. તેઓની તપાસ કરવામાં આવી હતી. 16 ફાર્માસ્યુટિકલ કંપનીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા.

Pharmaceutical Companies : નકલી દવાઓ બનાવતી કંપનીઓ સામે સરકારની કડકાઈ, આ કંપનીઓના લાઇસન્સ કરી દીધા રદ
Government big step against these companies making spurious drugs
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 11:51 AM
Share

ભારતીય કફ સિરપ વિશે થોડા મહિના પહેલા ઘણી ફરિયાદો સાંભળવામાં આવી હતી. ગામ્બિયામાં, કફ સિરપના કારણે 66 બાળકોના મૃત્યુ થયા હતા. જ્યારે સીડીસીના રિપોર્ટમાં તેની પુષ્ટિ થઈ, ત્યારે દબાણ વધુ બન્યું હતુ. આ પછી DCGIના રડાર પર ફાર્માસ્યુટિકલ કંપનીઓ પણ આવી હતી. બજારમાં નકલી દવાઓની હાજરીની પણ માહિતી મળતા આવી નકલી દવાઓ બનાવતી કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

જો તમે દવા ખરીદવા મેડિકલ સ્ટોર પર જાઓ છો તો તમે તેને અસલી ગણીને ઘરે લાવો છો, પરંતુ કેટલીકવાર નકલી દવાઓ પણ વેચાતી હોય છે. તમે તેને સરળતાથી ઓળખી પણ શકતા નથી. તેનું પેકિંગ ઓરિજિનલ જેવું જ છે. જો કે જ્યારે તમે તેને ઊંડાણથી જોશો, ત્યારે તફાવત દેખાશે, પરંતુ સામાન્ય રીતે લોકો તપાસ કરતા નથી. ડીજીસીઆઈએ 20 રાજ્યોમાં 76 કંપનીઓને પોતાના રડારમાં લઈ લીધી છે. તેઓની તપાસ કરવામાં આવી હતી. 16 ફાર્માસ્યુટિકલ કંપનીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા.

નકલી દવાઓ બનાવતી કંપનીઓના લાયસન્સ રદ્દ

આટલા મોટા પાયે નકલી કંપની મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. હવે દેશભરમાં આવી વધુ કાર્યવાહી કરવામાં આવશે. DGCIએ હિમાચલ પ્રદેશમાં 70, ઉત્તરાખંડમાં 45 અને મધ્ય પ્રદેશમાં 23 જેટલી કંપનીઓ પર કાર્યવાહી કરી છે. આ કંપનીઓ પર આરોપ છે કે તેમણે નિર્ધારિત નિયમો અનુસાર કામ કર્યું નથી. તેમની સામે ફરિયાદ મળી હતી જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે.

નોઈડામાં પણ કાર્યવાહી

એક મહિના પહેલા DCGI એ Netmeds, Tata 1mg અને PharmEasy સહિત અનેક ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940ના ઉલ્લંઘન બદલ નોટિસ જારી કરી છે. પોલીસે નોઈડા સ્થિત મેરિયન બાયોટેકના ત્રણ વરિષ્ઠ કર્મચારીઓની પણ ધરપકડ કરી છે. ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતના મામલામાં મેરિયન બાયોટેક કંપનીને આરોપી ગણવામાં આવી હતી.

આ પણ વાંચો: નવા વાયરસનું સંકટ : મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H3N2 વાયરસ, મેડિકલના વિદ્યાર્થી સહિત 2ના મોત

26 કંપનીઓને કારણ બતાવો નોટિસ

સરકારે નકલી અને ખરાબ દવાઓ બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. 26 કંપનીઓને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા નિરીક્ષણ કર્યા પછી, નબળી ગુણવત્તા અને બનાવટી દવાઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે ભારતીય દવા પીવાથી ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત થયા હતા. આ કેસમાં નોઈડામાં એક ફાર્માસ્યુટિકલ ફર્મના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ભેળસેળવાળી દવા બનાવતો હોવાનો આરોપ હતો.

g clip-path="url(#clip0_868_265)">