Gujarati Video : રામનવમીના તહેવારના દિવસે જ યોગેશ્વર ડેરી ફાર્મમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, કુલ 650 કિલો અખાદ્ય જથ્થાનો કરાયો નાશ
Rajkot News : તહેવાર દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. રાજકોટની પ્રખ્યાત યોગેશ્વર ડેરી ફાર્મમાં તપાસ કરવામાં આવી હતી.
આજે રામનવમીનો તહેવાર છે. રામનવમીના તહેવારના દિવસે લોકો શ્રીખંડ અને મીઠાઇ મોટા પ્રમાણમાં આરોગતા હોય છે. ત્યારે તહેવાર દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. રાજકોટની પ્રખ્યાત યોગેશ્વર ડેરી ફાર્મમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ 650 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે.
આ પણ વાંચો-Rajkot : જે.એમ.બિશ્નોઇ આત્મહત્યા કેસમાં તપાસ તેજ, CBI ને મળેલી ડાયરી ખોલશે ભ્રષ્ટાચારના રાજ !
આરોગ્ય વિભાગ દ્વારા કોઠારિયા રોડ પર આવેલા યોગેશ્વર ડેરી ફાર્મમાં મોટા પ્રમાણમાં શ્રીખંડનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની તપાસમાં 150 કિલો વાસી શ્રીખંડ અને 300 કિલો અખાદ્ય મીઠાઇનો જથ્થો મળ્યો હતો. સાથે જ 200 કિલો અખાદ્ય માવાનો જથ્થો મળી આવ્યો છે. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં મહાનગરપાલિકા દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી છે.
સાથે જ ડેરીમાં અન્ય જે મીઠાઇ હતી તેના પણ નમુના લઇ FSLમાં મોકલવામાં આવ્યા હતા. નમુનાનું પરીક્ષણ કર્યા બાદ મીઠાઇમાં ભેળસેળ કે અખાદ્ય જથ્થો મળી આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રામનવમીના પર્વ પર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આ કાર્યવાહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…