AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કર્યો, જુઓ Video

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો થયો છે. જો કે ઘટનાને પગલે તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે. તેમજ સ્થિતી પર કડક હાથે કાબુ લેવા સુચના આપવામાં આવી છે. પથ્થરમારો કરનારાઓ સામે કડક પગલા ભરવા આદેશ કર્યો છે.

Breaking News : વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કર્યો, જુઓ Video
Vadodara Stone Peltingc
| Updated on: Mar 30, 2023 | 6:29 PM
Share

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો થયો છે. જેમાં પોલીસે મોરચો સંભાળ્યો છે. તેમજ તોફાની તત્ત્વોને ભગાડયા છે.વડોદરામાં રામ નવમીની વઘુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. જેમાં ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો છે. તેમજ પોલીસના કાફલાએ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. જો કે ઘટનાને પગલે તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે. તેમજ સ્થિતી પર કડક હાથે કાબુ લેવા સુચના આપવામાં આવી છે. પથ્થરમારો કરનારાઓ સામે કડક પગલા ભરવા આદેશ કર્યો છે.વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ શહેરમાં વધુ પોલીસ કાફલો ભરૂચ અને ખેડાથી પોલીસ બોલાવાયો  છે.

આ પૂર્વે આજે, વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે થઈ જૂથ અથડામણ થવાની ઘટના સામે આવી છે. રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હોવાનો આક્ષેપ થયો છે. જે પછી બે જુથ સામ સામે આવી ગયા હતા. જો કે એડિશનર પોલીસ કમિશનરે શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાના આક્ષેપોને ફગાવી દીધા છે.

પોલીસે પથ્થરમારાના આક્ષેપોને ફગાવ્યા

વિશ્વહિંદુ પરિષદના કારેલીબાગ પ્રખંડ દ્વારા રામનવમી નિમિત્તે યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રામ નવમી નિમિત્તે રામજીની યાત્રા નીકળી હતી. તે સમયે થયો પથ્થરમારો થયો હોવાના આક્ષેપ VHP અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યા છે. જો કે એડિશનર પોલીસ કમિશનરે દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાના આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે. સ્થળ પર શાંતિ જળવાઇ રહે તે માટે સિનિયર પોલીસ અધિકારીઓનો કાફલો અહીં પહોંચી રહ્યો છે.

સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ

ફતેપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બાદ ભારે નુકસાન થયુ હોવાનું પણ સામે આવ્યુ છે.  કેટલીક ગાડીઓના કાચ તૂટી ગયા હતા. અચાનક પથ્થરમારો થવાના કારણે નાસભાગનો માહોલ સર્જાયો હતો. જો કે પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો છે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">