Gujarati Video: બનાસકાંઠાના લાખણી અને થરાદ તાલુકામાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા

TV9 GUJARATI

|

Updated on: Mar 30, 2023 | 2:07 PM

Banaskantha: જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. લાખણી અને થરાદ તાલુકાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે. થરાદના ડેલ અને જાંદલા ગામમાં વરસાદ પડ્યો છે.

બનાસકાંઠાના લાખણી અને થરાદ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. લાખણીના ડેરા અને આગથળા ગામમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. થરાદના ડેલ અને જાંદલા ગામમાં વરસાદ પડ્યો છે. લાખણી અને થરાદ પંથકમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે.

આ તરફ ચરોતરમાં ફરી એકવાર આકાશમાં વાદળો ઘેરાતા જગતનો તાત ચિંતિત જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે આણંદ જિલ્લામાં વાદળો ઘેરાયા છે. કમોસમી વરસાદની ભીતિએ ખેડૂતોને પાક નુકસાનની ચિંતા સતાવી રહી છે.

છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.તો તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. સતત કમોસમી વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી થઈ છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે પહેલાથી જ 29 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેની અસરને કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:  Breaking News : ક્રિકેટ મેચ રસિકો માટે સારા સમાચાર ! IPL દરમિયાન વરસાદની શક્યતા નહિવત, કેટલાક વિસ્તારોમાં ઠંડરસ્ટોર્મની શક્યતા

 

આ તરફ કેટલાક વિસ્તારમાં ઠંડર સ્ટ્રોમની શક્યતા છે. તો ઉતર ગુજરાત, કચ્છ, જામનગર અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati