30 જુલાઈના મહત્વના સમાચાર : ભાવિક ભક્તોએ 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પાવાગઢનો પ્રવાસ ટાળવા પાવાગઢ મંદિર ટ્રસ્ટની અપીલ
આજે 30 જુલાઈને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 30 જુલાઈને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રાહુલ ગાંધી વિરુદ્ધ અનુરાગ ઠાકુરની વિશેષાધિકાર પ્રસ્તાવ નોટિસ
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે, લોકસભામાં કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગના પ્રસ્તાવ નોટિસ અધ્યક્ષને પાઠવી છે.
-
ભારે વરસાદની આગાહીને પગલે, રાજકોટ જિલ્લાના દરેક ગામમાં તલાટી મંત્રીને હાજર રહેવા કલેકટરનો આદેશ
રાજકોટ શહેર-જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેના પગલે, જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. શુક્રવાર સાંજથી શનિવાર સવાર સુધી ભારે વરસાદની શક્યતા રહેલી છે. બે દિવસની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. દરેક ગામમાં તલાટી મંત્રી હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. NDRF, SDRF અને જરૂર પડે તો આર્મી પણ સ્ટેન્ડબાય રખાઈ છે.170થી 180 નીચાણવાળા ગામોમાં વિશેષ સતર્કતા રાખા કહેવાયું છે. પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરાઈ છે. ડેમ સાઇટ, ફાયર, પોલીસ અને પીજીવીસીએલની ટીમો એલર્ટ કરાઈ છે. સ્થળાંતર જરૂરી બને તો શેલ્ટર હોમની વ્યવસ્થા તૈયાર
-
-
ભાવિક ભક્તોએ 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પાવાગઢનો પ્રવાસ ટાળવા પાવાગઢ મંદિર ટ્રસ્ટની અપીલ
અતિભારે વરસાદની આગાહીને લઈ ધ્યાને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ભાવિક ભક્તોને અપીલ કરી છે કે, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પાવાગઢ પ્રવાસ ટાળવો. ભક્તોને ઘરે જ સુરક્ષિત રહેવા ટ્રસ્ટે અપીલ કરી છે. ભારે વરસાદમાં પગપાળા માર્ગ જોખમી બનવાની ચેતવણી છે. ભક્તોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા ટ્રસ્ટનું આહ્વાન. પંચમહાલ-વડોદરા સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી બાદ મંદિર ટ્રસ્ટ સતર્ક બન્યું છે.
-
રાજકોટના ભાદર નદીના નારપાટ ચેકડેમમાં બે યુવકના ડૂબવાથી મોત
રાજકોટના ખીરસરા રોડ ચેકડેમમાં બે યુવકો ડૂબ્યાં. ભાદર નદીના નારપાટ ચેકડેમમાં ડૂબી જવાથી બેના મોત થયા છે. મિત્રો સાથે નાહવા પડ્યા દરમિયાન દુર્ઘટના સર્જાઈ. 20 વર્ષીય વસીમ પરમાર અને 17 વર્ષીય કાદિર ડોઢિયાનું મોત થયું છે. ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા છે.
-
વડોદરાના ડભોઈમાં 40 જર્જરીત મકાન ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી
ભારે વરસાદની આગાહીના પગલે, વડોદરાના ડભોઈમાં જર્જરીત મકાનો ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી છે. આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે 40 જેટલા ભયગ્રસ્ત મકાનધારકોને સ્થળાંતરની સૂચના આપવામાં આવી છે. ચીફ ઓફિસર કિશન તડવીની આગેવાનીમાં કાર્યવાહી શરૂ. રિક્ષા મારફતે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સતર્ક રહેવા સૂચના. સ્થળાંતર જરૂરી બને તો વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા તૈયાર કરાઈ છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા નગરપાલિકા તંત્ર સજ્જ થયું છે.
-
-
નર્મદા જિલ્લા કલેક્ટરે આવતીકાલ, 31 જુલાઈના રોજ શાળાઓમાં રજા જાહેર કરી
નર્મદા જિલ્લા કલેક્ટરે આવતીકાલ, 31 જુલાઈના રોજ શાળાઓમાં રજા જાહેર કરી છે. નર્મદા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું. રેડ એલર્ટને પગલે નર્મદા જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ. ભારે વરસાદને લઈ SDRF અને NDRFની ટીમો તહેનાત. નદી-ઝરણાંથી દૂર રહેવા જિલ્લા તંત્રની અપીલ. કામ વગર ઘરની બહાર ન નીકળવા કલેક્ટરની સૂચના. સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું.
-
ગાંધીનગર ક્રિકેટ એસોસિએશનમાં લોલમલોલ, કથિત ભ્રષ્ટાચારનો આક્ષેપ, તપાસ કરવા GCA-ચેરિટી કમિશનરને ફરિયાદ
ગાંધીનગર ક્રિકેટ એસોસિએશન ( GDC) સામે ગુજરાત ક્રિકેટ એસોસિએશન, બેંક ઓફ બરોડા અને ચેરિટી કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. ગાંધીનગર ક્રિકેટ એસોસિએશનમાં વહીવટ અને નાણાકીય પારદર્શિતાની માંગ કરાઈ છે. રોકડ ફી અને બેંક વ્યવહારોની તપાસની માંગ ઉઠી. જીસીએ સમક્ષ સભ્યપદ અને પસંદગી પ્રક્રિયાની સમીક્ષાની રજૂઆત પણ કરાઈ છે. નિષ્પક્ષ તપાસથી સત્ય બહાર લાવવાની માંગ કરાઈ છે. ખેલાડીઓને પારદર્શક અને ન્યાયસંગત ક્રિકેટ વ્યવસ્થા આપવાની અપીલ. ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશન સામે કથિત ભ્રષ્ટાચારનો આક્ષેપ
-
અમદાવાદમા 147 વિસ્તારોમાં પાણી ભરાશે, અમદાવાદ મ્યુ. કોર્પોરેશને વરસાદી પાણી ભરાવાના સંભવિત સ્થળોની યાદી કરી જાહેર
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, શહેરના વિવિધ 147 સ્થળોએ વરસાદી પાણી ભરાશે જ. અમદાવાદ મહાનગપાલિકા દ્વારા વરસાદી પાણી ભરાય તેવા સ્થળોની યાદી જાહેર કરી છે. જેમાં સમગ્ર અમદાવાદના વિવિધ વિસ્તારોનો સમાવેશ થાય છે. આના મોતલબ સ્પષ્ટ થયો કે, જો અમદાવાદમાં સ્ટ્રોમ વોટરલાઈનની વહન ક્ષમતા કરતા વધુ વરસાદ પડ્યો તો 147 સ્થળો જળમગ્ન થઈ જશે. જેના કારણે સમગ્ર જનજીવન ઠપ્પ થઈ જશે.
-
મહેસાણા અર્બન બેંક સાથે અમદાવાદના દંપતીએ આચરી રૂ. 10.88 કરોડની છેતરપિંડી
મહેસાણા અર્બન બેંક સાથે રૂ. 10.88 કરોડની છેતરપિંડી થઈ છે. દંપતીએ ખોટા દસ્તાવેજો બનાવી બેંક સાથે વિશ્વાસઘાત કર્યો. વડોદરાની મોર્ગેજ મૂકેલી દુકાનો બેંકની જાણ વગર બારોબાર વેચી મારી. અમદાવાદના રાજેશ પટેલ અને હેતલ પટેલ સામે ફરિયાદ દાકલ કરવામાં આવી છે. દંપતીએ ટર્મ લોન મેળવી અન્ય જગ્યાએ રોકાણ કર્યું. મહેસાણા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. બેંકના ડેપ્યુટી જનરલ મેનેજરે નોંધાવી પોલીસ મથકે ફરિયાદ.
-
આવતીકાલ 31 જુલાઈ 2026ના રોજ ડાંગ જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર
આવતીકાલે ડાંગ જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડા સાથે અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને વહીવટી તંત્ર સજ્જ થયુ છે. આવતી કાલે 31 જુલાઈ 2026ના રોજ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ. નદી-નાળા, ધોધ અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સૂચના આપવામાં આવી છે. જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા પણ તંત્રની અપીલ.
-
દાહોદ જિલ્લાની શાળા-કોલેજોમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટના દિવસે રજા જાહેર
દાહોદ જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડીઓ માં બે દિવસ રજા જાહેર કરવામાં આવી છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટના દિવસે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં છે. અગમચેતીના ભાગરૂપે લેવાયો નિર્ણય
-
હવે આણંદ જિલ્લામાં પણ શુક્રવાર 31 ઓગસ્ટે શાળા-કોલેજોમાં રજા જાહેર
અમદાવાદ, વડોદરા, નવસારી, ખેડા બાદ હવે આણંદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે, આવતીકાલ 31મી ઓગસ્ટને શુક્રવારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદને લઈને જાહેર કરેલ ‘રેડ એલર્ટ’ના પગલે આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શાળાઓ-કોલેજો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. 31મી જુલાઈએ આંગણવાડીથી લઈ કોલેજ સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
-
ભારે વરસાદની આગાહીને પગલે, પંચમહાલ જિલ્લામાં તંત્ર થયું અલર્ટ
હવામાન વિભાગની પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર થયું અલર્ટ. આજે સાંજથી હવામાન વિભાગે પંચમહાલ જિલ્લાને ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની કરી છે આગાહી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે એસડીઆરએફ અને એક એનડીઆરએફ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વરસાદી પાણી ભરાવો થવાની શકયતા વાળા તમામ સ્થળોની તંત્રની ટીમ લેવામાં આવી મુલાકાત. જ્યાં વરસાદી પાણી ભરાઇ જવા ની શકયતાઓ છે ત્યાં રહેતાં રહીશોને સલામત સ્થળે ખસેડવા કરાયું આયોજન, વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ રાખી રહ્યા છે સમગ્ર બાબત પર નિગરાની. પાવાગઢ ખાતે પગથિયાં પર વરસાદી માહોલમાં ભક્તોની સલામતીને લઈ તંત્ર સજાગ, પગથિયાં પર વધુ પાણીનો પ્રવાહ હોય તો અવરજવર બંધ કરવાની પણ તંત્રની તૈયારી. વરસાદી માહોલ દરમિયાન વહેતાં પાણી વાળા કોઝ વે કે અન્ય રસ્તાઓ પર થી જોખમી રીતે પસાર નહિ થવા જિલ્લા કલેક્ટરે નાગરિકોને કરી અપીલ.
-
વિરમગામના સચાણા ગામે પાણીનો ભરાવો યથાવત, સ્થાનિકોમાં રોષ
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સચાણા ગામ નજીક ભારે વરસાદ બંધ થયાને ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઓગણ રોડ પર આવેલી આગમ રેસીડેન્સી સહિતના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી રહેવાસીઓના જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. પાણીના ભરાવાને કારણે અવરજવર મુશ્કેલ બની છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા હજુ સુધી અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોને રોજિંદી જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
-
ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સરકાર એલર્ટ મોડમાં
રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે આજે મધરાતથી રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, જેને પગલે તમામ જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિને પહોંચી વળવા તમામ અધિકારીઓની રજાઓ રદ કરી તેમને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ NDRF અને SDRFની ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે, જ્યારે જરૂર પડ્યે બચાવ કામગીરી માટે એરફોર્સના હેલિકોપ્ટર અને આર્મીની કોલમ પણ તૈયાર રાખવામાં આવી છે. રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
-
અંબાલાલ પટેલે અમદાવાદ-ગાંધીનગરમાં ફરી મેઘતાંડવની કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદના વધુ એક જોરદાર રાઉન્ડની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ મેઘરાજાની ધોધમાર એન્ટ્રીથી બંને શહેરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જવાની શક્યતા છે. ખાસ કરીને આંબલી, બોપલ, ઘુમા જેવા પોશ વિસ્તારો ઉપરાંત ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, કડી-કલોલ અને માણસા વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સતત વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળભરાવ, વાહનવ્યવહાર પર અસર અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
-
વડોદરાની માંજલપુર પેટાચૂંટણી દરમિયાન ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ
વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવો માહોલ સર્જાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. વિશ્વામિત્રી સોસાયટી વિસ્તારમાં બનેલી સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાને પગલે કોંગ્રેસના કેટલાક આગેવાનો માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ અને ચૂંટણી તંત્ર તેમની ફરિયાદ પર યોગ્ય ધ્યાન આપી રહ્યું નથી. સમગ્ર મામલે પોલીસ અને ચૂંટણી તંત્ર તરફથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-
ગ્લાસ્ગોમાં અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સની ઝલક, હર્ષ સંઘવીએ કર્યું ‘અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર’નું ઉદ્ઘાટન
સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને વધુ વેગ આપવા માટે ‘અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર’નું ઉદ્ઘાટન ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું. આ સેન્ટર દ્વારા એથ્લીટ્સ, વર્લ્ડ ફેડરેશનના પ્રતિનિધિઓ અને અન્ય મહેમાનો સહિત 5 હજારથી વધુ લોકોનું રજિસ્ટ્રેશન થવાની તૈયારી કરવામાં આવી છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ યુકેમાં વસતા ગુજરાતીઓ સાથે ગરબાની રમઝટ પણ માણી હતી. તેમની સાથે વિદેશી મહેમાનોએ પણ ઉત્સાહભેર ગરબા રમી ગુજરાતી સંસ્કૃતિનો આનંદ માણ્યો, જેના કારણે ગ્લાસ્ગોમાં ગુજરાતી સંસ્કૃતિની અનોખી છાપ જોવા મળી.
-
વડોદરાની માંજલપુર બેઠક પર 11 વાગ્યા સુધીમાં 14.24 ટકા મતદાન થયુ
વડોદરાની માંજલપુર બેઠક પર આજે પેટાચૂંટણી યોજાઇ છે. 11 વાગ્યા સુધીમાં આ બેઠક પર 14.24 ટકા મતદાન થયુ છે.
-
રાજ્યસભામાં આજે પેપર લીક સંબંધિત બિલ રજૂ થશે
દેશમાં જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા અને પેપર લીક જેવી ઘટનાઓ પર કડક નિયંત્રણ લાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન (સંશોધન) વિધેયક-2026 આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલ પર બપોરે 2 વાગ્યાથી લગભગ 7 કલાક સુધી મેરેથોન ચર્ચા થવાની સંભાવના છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષના અનેક સાંસદો ચર્ચામાં ભાગ લેશે અને બિલ અંગે પોતાના મંતવ્યો રજૂ કરશે. નોંધનીય છે કે પેપર લીક સંબંધિત આ બિલ અગાઉ લોકસભામાંથી પસાર થઈ ચૂક્યું છે અને હવે રાજ્યસભામાં તેની મંજૂરી પર સૌની નજર મંડાઈ છે.
-
ધનબાદ કોલસા કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી
ઝારખંડના ધનબાદ કોલસા કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીએ એકસાથે 31 સ્થળોએ દરોડા પાડી તપાસનો વ્યાપ વધાર્યો હતો. દરોડા દરમિયાન ₹1 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આરોપી એલ.બી. સિંહના ₹160 કરોડથી વધુના મ્યુચ્યુઅલ ફંડ રોકાણને ફ્રીઝ કરવામાં આવ્યું છે. EDને તપાસ દરમિયાન ₹200 કરોડથી વધુની સંદિગ્ધ સંપત્તિ અંગે માહિતી મળી હોવાનું જાણવા મળ્યું છે, જેને આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
-
અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે નવા બિલની તૈયારી
-
આજથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ
-
વહેલી સવારે અમદાવાદમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં થોડા સમય માટે ચિંતા ફેલાઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદ મેઇનલેન્ડથી અંદાજે 29 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ હળવા આંચકાથી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાની માહિતી સામે આવી નથી.
-
વડોદરાઃ માંજલપુર બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે. ભાજપે સતીષ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ભીખા રબારીને ઉમેદવાર બનાવ્યા છે. બંને પક્ષોએ જીત માટે સંપૂર્ણ તાકાત લગાવી હોવાથી આ બેઠકની ચૂંટણી પર સૌની નજર મંડાઈ છે.
Published On - Jul 30,2026 7:36 AM
