28 નવેમ્બરના મહત્વના સમાચાર : 6000 કરોડના BZ ગ્રૂપના કૌભાંડ મામલે CID ક્રાઇમની તપાસનો ધમધમાટ, અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2024 | 9:42 PM

Gujarat Live Updates : આજે 28 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

28 નવેમ્બરના મહત્વના સમાચાર : 6000 કરોડના BZ ગ્રૂપના કૌભાંડ મામલે CID ક્રાઇમની તપાસનો ધમધમાટ, અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ

બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલુ ફેંગલ વાવાઝોડું ચક્રવાતમાં ફેરવાયું. આગામી બે દિવસમાં તમિલનાડુ તરફ આગળ વધશે. મેડિકલ ટીમ અને સ્ટાફ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઈ કવાયત તેજ થઇ છે. અમિત શાહે ભાજપ મહાસચિવ વિનોદ તાવડે સાથે બેઠક યોજી છે. શિંદેને CM ન બનાવવાથી રાજ્યમાં રાજકીય અસરને લઈને ચર્ચા થઈ. તો આ તરફ આજે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત થઈ શકે છે. અમિત શાહ આજે મહાયુતિના ત્રણેય ટોચના નેતાઓ સાથે બેઠક યોજશે. અમદાવાદના રેલવે પોઈન્ટ મેનને ઝેરી દવા પી ટૂંકાવ્યું જીવન. ઉપરી અધિકારીઓની હેરાનગતિના કારણે આત્મહત્યા કરી હોવાનો સૂસાઈડ નોટમાં ઉલ્લેખ. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડનારને પાંચ વર્ષની સજા. 2020માં રિલિફ રોડની હોટલમાંથી છોટા શકિલનો શૂટર ઝડપાયો હતો. અમદાવાદના દંપતી સામે પાલનપુરમાં ચાર કરોડની ઉચાપાતની વધુ એક ફરિયાદ નોંધાઇ.  બી.એડ કોલેજના પ્રમુખે ખોટા સહી સિક્કા કરી બી.એડ કોલેજના નાણાંની ઉચાપત કર્યાનો આક્ષેપ કર્યો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Nov 2024 08:06 PM (IST)

    અકસ્માતો ઘટાડવા સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી

    ગુજરાતમાં થતા અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક પોલીસ સતત કામગીરી કરતી હોય છે.. ખાસ કરીને અકસ્માત માટે જવાબદાર ગાડીમાં લાગેલી વાઈટ લાઇટ. જેને લઈને સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે અત્યાર સુધી એક હજારથી વધુ વાહનચાલકોને ફ્લેશલાઈટને કારણે થતા અકસ્માત અંગે સમજણ આપવામાં આવી.. સાથે જ 150 વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આટલું જ નહીં. જોકે વાહનચાલકો પોલીસથી બચવા માટે અનેક પ્રકારના બહાનાઓ કરતા હોય છે.. જેથી પોલીસે મેકેનિક અને કારના શો-રૂમના મેનેજરોને પણ સાથે રાખ્યા હતા અને તમામને સજાવવાનો પ્રયાસ કર્યો હતો કે અકસ્માતો માટે ગાડીઓમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ સૌથી વધુ જવાબદાર હોય છે. આ લાઈટથી સામેથી આવતા વાહનચાલકના આંખો પર પડતા અંધારા આવી જતા હોય છે અને અકસ્માત થતા હોય છે. મહત્વનું છે કે ગુજરાતમાં ફ્લેશલાઈટને લઈને સૌપ્રથમ સુરતમાં કાર્યવાહી થઈ રહી છે..

  • 28 Nov 2024 08:03 PM (IST)

    CID ક્રાઈમે ભૂપેન્દ્ર ઝાલાના ઘરમાં કર્યુ સર્ચ ઓપરેશન

    સાબરકાંઠાના હિંમતનગરમાં સતત ત્રીજા દિવસે CID ક્રાઈમની તપાસનો ધમધમાટ જોવા મળ્યા. BZ ગ્રુપના કૌભાંડને લઈને ચાલી રહેલી તપાસમાં ઝાલાનગર-ભૂખ્યાડેરા ગામે CIDની ટીમે આરોપી ભૂપેન્દ્ર ઝાલાની વૈભવી કાર સીઝ કરી. ગાડીઓ જપ્ત કરીને CIDની ટીમે ભૂપેન્દ્ર ઝાલાના ઘરમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.

    નાગરિકોની પરસેવાની કમાણીને કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કેવી રીતે પોતાની ઐયાસીમાં ઉડાડતો હતો, તેના જીવતા પુરાવા સામે આવ્યા છે.. ભૂપેન્દ્ર ઝાલા વૈભવી અને મોંઘીદાટ કારનો શોખીન હતો.

  • 28 Nov 2024 06:49 PM (IST)

    સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી સહિતના આગેવાનો પર હુમલો 

    અમરેલીના સાવરકુંડલામાં શહેર ભાજપના મહામંત્રી સહિતના આગેવાનો પર હુમલો થતા રોષ ભભૂકી ઉઠ્યો હતો. વાસ્તવમાં લુહાણા માજન સમાજની વાડી પાસે પાર્કિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન કલરકામ કરનારા શખ્સે વચ્ચોવચ કેબિન મુકી દેતા શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગ્રેચા સહિતના વેપારી આગેવાનો સમજાવવા ગયા હતા. કેબિન હટાવવાનું કહેતા કલરકામ કરતો શખ્સે અપશબ્દો બોલીને બબાલ કરી. સાથે જ પાંચ વિધર્મી શખ્સોએ આવીને તમામ પર પાવડા જેવા હથિયારોથી હુમલો કર્યો. જેથી તમામ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. જ્યાં વિવિધ હિંદુ સંગઠન સહિત ધારાસભ્ય મહેશ કસવાલાએ ઈજાગ્રસ્ત આગેવાનોની મુલાકાત લીધી હતી. બીજી બાજું હિન્દુ સંગઠનો અને વેપારી એસોસિએશને શહેરના મોટા ભાગનાં બજારો બંધ રાખીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધને જોતા પોલીસે યુદ્ધના ધોરણે CCTV ચકાસવાની કામગીરી કરીને 3 હુમલાખોરની ધરપકડ કરી. જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

  • 28 Nov 2024 05:20 PM (IST)

    અમદાવાદ: ડિજિટલ એરેસ્ટ કેસમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા

    • અમદાવાદ: ડિજિટલ એરેસ્ટ કેસમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા
    • દિલ્હી પોલીસ, CBIના નામે ઠગાઈ આચરતા હતા
    • પાર્સલમાં ATM, પાસપોર્ટ, MD ડ્રગ્સ મળ્યો હોવાનું કહી ડરાવતા હતા
    • કોર્ટમાંથી એરેસ્ટ વોરંટ નીકળ્યુ હોવાનું કહી ડરાવતા હતા
    • વીડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટ કરી પૈસા પડાવતા હતા
    • બેંકમાં ખાતું ખોલવામાં, પૈસા ટ્રાન્સફર કરવામાં મદદ કરનારા ઝડપાયા
    • સાઇબર ક્રાઇમે પાંચ આરોપીઓની કરી ધરપકડ
  • 28 Nov 2024 05:19 PM (IST)

    6000 કરોડના કૌભાંડમાં અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ

    • અમદાવાદઃ BZ ગ્રૂપના કૌભાંડ મામલે CID ક્રાઇમની તપાસ તેજ
    • કરોડોના કૌભાંડમાં અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ
    • મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિત 7ની ધરપકડ
    • તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
    • CID ક્રાઇમે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માગ્યા
  • 28 Nov 2024 05:18 PM (IST)

    મહેસાણા: ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ હેઠળ ચિકિત્સા સંસ્થાઓની નોંધણી

    • મહેસાણા: ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ હેઠળ ચિકિત્સા સંસ્થાઓની નોંધણીનો મુદ્દો
    • મહેસાણા જિલ્લાની અંદાજે 4હજાર ચિકિત્સા સંસ્થાઓ
    • જિલ્લામાંથી માત્ર 50 હોસ્પિલ જ ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ હેઠળ નોંધાયેલી
    • ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ મુજબ નોંધણી માટે 135 અરજીઓ આવી
    • 42 અરજી મંજૂર, 20 ની તપાસ અને 60નાં નિકાલ માટે કામ ચાલુ
    • ફાયર NOC કે અન્ય દસ્તાવેજ ન હોવાથી નથી થતી નોંધણીૉ
    • 12 માર્ચ 2025 સુધી નોંધણી ન કરાવનાર ચિકિત્સા સંસ્થાઓને થશે દંડ
    • 5 લાખ સુધીનો દંડ અને અન્ય કાર્યવાહી થવાની આશંકા
  • 28 Nov 2024 05:17 PM (IST)

    મહિસાગરના લુણાવાડામાંથી પણ BZ ગૃપની ઓફિસ મળી આવી

    • મહીસાગરઃ રોકાણકાર સાથે છેતરપિંડીનો કેસ
    • બી ઝેડ ગ્રુપની ઓફિસ લુણાવાડામાં પણ મળી આવી
    • મોડાસા રોડ પર નંદન આર્કેડમાં કાર્યરત હતી ઓફિસ
    • કૌભાંડ બહાર આવ્યા બાદ ઓફિસને લાગ્યા તાળા
    • રોકાણકારને આકર્ષવા માટે શરૂ કરી હતી ઓફિસ
  • 28 Nov 2024 05:14 PM (IST)

    અમદાવાદઃ BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડ મામલે 6 આરોપીની ધરપકડ

    • અમદાવાદઃ BZ ગ્રૂપના કૌભાંડ મામલે CID ક્રાઇમની તપાસ તેજ
    • કરોડોના કૌભાંડમાં અત્યાર સુધીમાં 6 આરોપીની ધરપકડ
    • મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિત 6ની ધરપકડ
    • તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
    • CID ક્રાઇમે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માગ્યા
  • 28 Nov 2024 04:20 PM (IST)

    અમદાવાદઃ BZ ગ્રૂપના કૌભાંડ મામલે CID ક્રાઇમની તપાસનો ધમધમાટ

    અમદાવાદઃ BZ ગ્રૂપના કૌભાંડ મામલે CID ક્રાઇમની તપાસનો ધમધમાટ થઇ રહ્યો છે. કરોડોના કૌભાંડમાં અત્યાર સુધીમાં 6 આરોપીની ધરપકડ. મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિત 6ની ધરપકડ કરવામાં આવી છે. CIDના સિનિયર અધિકારીઓ દ્વારા રાતભર પૂછપરછ ચાલી.

  • 28 Nov 2024 01:48 PM (IST)

    સુરત: સિટીલિંક બસ સર્વિસ ફરી એક વખત વિવાદમાં આવી

    સુરત: સિટીલિંક બસ સર્વિસ ફરી એક વખત વિવાદમાં આવી છે. સિટીલિંકની સિટી બસમાં ગોલમાલનો આરોપ છે. સિટી બસમાં રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો આરોપ છે. સિટી બસનો સ્ટાફ મુસાફરોને ટિકિટ ન આપાતા હોવાનો દાવો છે. વિપક્ષના નેતાઓએ  આક્ષેપ લગાવ્યો છે. વિપક્ષના નેતા અને કોર્પોરેટરે સીટી બસમાં વીડિયો ઉતારી વાયરલ કર્યો.

  • 28 Nov 2024 01:27 PM (IST)

    સુરત શહેરમાં શ્વાનનો આતંક

    સુરત શહેરમાં શ્વાને આતંક મચાવ્યો છે. પાંડેસરાના શાંતિ નિકેતન નગરમાં શ્વાને 2 વર્ષીય બાળકી પર હુમલો કર્યો. દિશા મોરિયા નામની બાળકી પર  શ્વાને હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થઇ છે.

  • 28 Nov 2024 12:52 PM (IST)

    છેલ્લા એક વર્ષથી વિદેશ રહેતા શિક્ષકોને કરાયા બરતરફ

    છેલ્લા એક વર્ષથી વિદેશ રહેતા શિક્ષકોને બરતરફ કરાયા છે. 60 જેટલા શિક્ષકો છેલ્લા એક વર્ષથી વિદેશમાં હતા. વારંવાર સૂચના આપવા છતા શાળામાં હાજર ન થયા. સુરતમાં પણ બે શિક્ષકો વિરુદ્ધ લેવાયા પગલા. રાજ્યના શિક્ષણ મંત્રીના આદેશથી પગલા લેવાયા. સુરતનો એક શિક્ષક દુબઇમાં રહી વ્યવસાય કરતો હતો.

  • 28 Nov 2024 11:54 AM (IST)

    પાટણઃ સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા બેનાં મોત

    પાટણઃ સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા બેનાં મોત થયા છે. મકાનમાં આગ લાગતાં બાળક અને વૃદ્ધાનું મોત થયું. તિરૂપતિ નગરમાં આવેલા મકાનમાં શોટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર બ્રિગેડની ટીમે આગ કાબુમાં લીધી.

  • 28 Nov 2024 10:33 AM (IST)

    રાજકોટ : પરિણીતાના પ્રેમીએ પતિને છરી મારી

    રાજકોટઃ જેતપુરમાં અનૈતિક પ્રેમ સંબંધમાં પરિણીતાના પ્રેમીએ પતિને છરી મારી છે. પત્નીના પ્રેમીએ પતિને છરી મારી જાનથી મારી ધમકી આપી હોવાનો આરોપ છે. પરિવાર સાથે બહારગામ ફરવા જવામાં પણ પ્રેમી સાથે આવશે તેવી પત્નીએ જીદ કરી હતી. ઇજાગ્રસ્ત પતિને છરી વાગતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. જેતપુર સિટી પોલીસે ઇજાગ્રસ્ત પતિની ફરિયાદ નોંધી પત્ની અને પ્રેમી વિરુદ્ધ તપાસ શરૂ કરી.

  • 28 Nov 2024 10:21 AM (IST)

    મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ

    રાજકોટ: GSTમાં બોગસ બિલ કૌભાંડ મામલે મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ છે. રાજકોટ પોલીસની બોગસ બિલીંગ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરી. 14 જેટલી પેઢીઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. ભાવનગર,જામનગર,અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા. વેરાવળ, કડી, મહેસાણા,ગાંધીનગર મળી 14 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી. દરોડામાં લાખો રૂપિયાની કરચોરીનો પર્દાફાશ થયો છે. બોગસ પેઢી અને બોગસ બિલીંગના આધારે કરચોરી થતી હતી. પોલીસ 5 આરોપીઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

  • 28 Nov 2024 10:11 AM (IST)

    સુરત: મેટ્રોની કામગીરીમાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી

    સુરત: મેટ્રોની કામગીરીમાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે. ડુભાલ વિસ્તારમાં ખોદકામ કરતા સમયે માટી ધસી પડી હતી. માટી ધસી પડતા શ્રમિક નીચે દબાયો હતો. ફાયરની ટીમે સમયસર યુવકને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો. મજૂરને સમયસર બહાર કાઢી લેતા બચાવ થયો છે. મજૂરને તાત્કાલિક હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો છે.

  • 28 Nov 2024 10:02 AM (IST)

    હેમંત સોરેને આજે ઝારખંડમાં CM પદના શપથ લેશે

    હેમંત સોરેન આજે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 4:00 વાગ્યે રાંચીના ઐતિહાસિક મોરહાબાદી મેદાનમાં યોજાશે. ટૂંક સમયમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે, જ્યાં ફ્લોર ટેસ્ટ બાદ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.

  • 28 Nov 2024 08:51 AM (IST)

    અમદાવાદ: રેલવે પોઈન્ટ મેને કરી આત્મહત્યા

    અમદાવાદ: રેલવે પોઈન્ટ મેને આત્મહત્યા કરી છે. ધર્મેન્દ્રકુમાર યાદવે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. અમદાવાદ ડિવિઝનમાં ઝખવાડા પોઈન્ટ પર તૈનાત હતા. ધર્મેન્દ્રકુમારની સુસાઈડ નોટમાં લખ્યુ છે કે, ઉપરી અધિકારીઓની હેરાનગતિના કારણે આત્મહત્યા કરી છે. મારા પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે. હું બિહારથી ગુજરાત રેલવેમાં નોકરી કરવા આવ્યો હતો. પરંતુ આ લોકોએ મને બરબાદ કરી નાખ્યો.

  • 28 Nov 2024 08:50 AM (IST)

    ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડનારને કોર્ટે આપી સજા

    અમદાવાદ: ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડનારને કોર્ટે  5 વર્ષની સજા સંભળાવી. છોટા શકીલના શૂટર ઈરફાન કાલિયા શેખને કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી. તે ગુજસીટોકના કેસમાં પણ આરોપી છે. અન્ય આરોપી સિદેશ ખરાડે પૂરાવાના અભાવે નિર્દોષ જાહેર થયો. આરોપી ઈરફાનના મોબાઈલમાંથી ગોરધન ઝડફિયાનો ફોટો મળી આવ્યો હતો. શાર્પ શૂટર ઈરફાને કમલમની રેકી કરીને વીડિયો નેધરલેન્ડ પણ મોકલ્યો હતો.

Published On - Nov 28,2024 8:49 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">