23 ડિસેમ્બરના મહત્વના સમાચાર : કાર્ડિયોલોજી, કેન્સર અને બાળકોની સારવાર માટે રાજ્ય સરકારે જાહેર કરી PMJAY યોજનાની નવી SOP
આજે 23 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ: બાબાસાહેબની પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં રોષ
અમદાવાદ: બાબાસાહેબની પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બાબાસાહેબના સ્ટેચ્યુને નુકસાન પહોંચતા મામલો બીચક્યો. ખોખરા સર્કલ નજીક કે.કા.શાસ્ત્રી કોલેજ સામે આ ઘટના બની છે. અમરાઈવાડીના નગરસેવક સહિત લોકો સ્થળે ઉમટ્યા હતા. સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવી આરોપીને પકડવા માગ કરી. પ્રતિમા ખંડિત કરનારને પકડી વરઘોડો કાઢવા માગ કરી.
-
ભાવનગરઃ ફરી એક વખત ડમ્પર ચાલકની રફતારનો કેર
ભાવનગરઃ ફરી એક વખત ડમ્પર ચાલકની રફતારનો કેર જોવા મળી રહી છે. ઘોઘાના હાથબથી લાખણકા રોડ ઉપર ડમ્પર ચાલકે 2ને કચડ્યા. પુરપાટ ઝડપે ડમ્પર બાઈક પર ચઢાવી દેતા 2 લોકોના મોત થયા છે. બંને મૃતકો મુળ નેપાળના રહેવાસી છે. 10 દિવસમાં ડમ્પરની અડફેટે 11ના મોત થયા છે.
-
-
સુરત: લિંબાયતમાં અસામાજિક તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ
સુરત: લિંબાયતમાં અસામાજિક તત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું. મીઠી ખાડી વિસ્તારમાં આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલીમાં જીવલેણ હુમલાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે ત્રણ આરોપીનું સરઘસ કાઢીને જાહેરમાં માફી મંગાવી. પોલીસે હથિયારો લઈ ધાક જમાવતા આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું.
-
વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની શંકા
ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા સનદની પરીક્ષા શંકાના ઘેરામાં આવી છે. વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની શંકા છે. અમદાવાદ અને સુરતમાં લેવાયેલી પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાની આશંકા છે. 22 ડિસેમ્બરે સવારે 10થી 2 વાગ્યાનો પરીક્ષાનો સમય હતો. પરંતુ 10.30થી 11 વાગ્યા વચ્ચે જ આન્સર-કીના સ્ક્રીનશોર્ટ સામે આવ્યાં. પરીક્ષાના સમય દરમિયાન વોટ્સઅપ ગ્રૂપમાં આન્સર-કી ફરતી થઈ હોવાનું ખુલ્યું છે. અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં પરીક્ષાનું કેન્દ્ર હતું.
-
આગામી દિવસમાં પણ 3થી 4 ડિગ્રી સેલ્સિયસ ઠંડી ઘટવાની સંભાવના
રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે. આગામી દિવસમાં પણ 3થી 4 ડિગ્રી સેલ્સિયસ ઠંડી ઘટવાની સંભાવના છે. ધુમ્મસ અને વાદળો છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદમાં લધુત્તમ તાપમાન 17.6 ડિગ્રી સેલ્સિયસ છે. રાજકોટમાં 13 ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન નોંધાયું છે. બંગાળની ખાડી તરફથી આવતા પવનને કારણે વાતાવરણ પલટાયુ.
-
-
રાજકોટ: SOGની ટીમે ઝડપી પાડ્યો બોગસ તબીબ
રાજકોટ: SOGની ટીમે બોગસ તબીબ ઝડપી પાડ્યો છે. ખોરાણા ગામેથી ધોરણ 12 પાસ ડોકટર ઝડપાયો છે. હિરેન મહેશ કાનાબાર નામનો બોગસ તબીબ ઝડપાયો છે. ખોરાણા ગામે ધ્વનિ ક્લિનિક નામેથી દવાખાનું ચલાવતો હતો. ધ્વનિ ક્લિનિકપોલીસે હોસ્પિટલના સાધનો, દવા, ઇન્જેકશન સહિત 20 હજારથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવ્યા છે.
ઉત્તર ભારત સહિત દિલ્લીના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી સાથે ભરશિયાળે ઝરમર વરસાદ. તો પહાડી પ્રદેશોમાં સફેદ આતંક જોવા મળ્યો. રાજ્યમાં કાતિલ ઠંડી સાથે જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ. હવામાન વિભાગ સહિત નિષ્ણાતોએ કરી છે કમોસમી માવઠાની આગાહી. રાજ્ય સરકાર જાહેર કરશે PMJAY યોજનાની નવી SoP. કાર્ડિયોલોજી, કેન્સર અને બાળકોની સારવાર માટે નવી SOP. એમ્પેનલ હોસ્પિટલ માટે પણ વધુ કડક નિયમો કરાશે જાહેર. બનાસકાંઠાના અંબાજી-દાંતા રોડ પર યાત્રાળુઓની બસ પર પથ્થરમારો. અંબાજીથી દર્શન કરી પરત ફરતા હતા શ્રદ્ધાળુઓ. જામનગરમાં સોલાર કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ. હરીપર પાસેથી પોલીસે 7 શખ્સોની કરી ધરપકડ. 85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. પુણેમાં નશામાં ધૂત ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડ્યા, 3 લોકોના ઘટના સ્થળે મોત. 9ની હાલત ગંભીર છે.
Published On - Dec 23,2024 8:45 AM