રાજ્યમાં બદલાતા વાતાવરણ વચ્ચે આ ત્રણ દિવસ માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતામાં થયો વધારો- Video
રાજ્યમાં 25થી 27 ડિસેમ્બર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શકયતાઓ છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે. જે બાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની હાલ કોઇ શકયતાઓ નથી. હવામાન વિભાગે સામાન્યથી ભારે વરસાદની પણ શકયતા વ્યક્ત કરી છે.
ભર શિયાળે ગુજરાતમાં માવઠું ત્રાટકશે અને ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ આગાહીથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં શીત લહેર પણ ફરી વળી છે. પરંતુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી છે.
25 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે તેના કારણે ગુજરાતના ભાગોમાં માવઠું થવાની રહેશે. જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને મકરસંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં મોટા ફેરફારો આવશે અને માવઠું થવાની શક્યતાઓ રહેશે.
રાજસ્થાન ઉપર સક્રિય થઈ રહેલી સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવાની છે. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીની આગાહી ગુજરાતીઓ માટે એક ચેતવણીરૂપ છે. કારણ કે, રાજ્યમાં ફરી એકવાર ડિસેમ્બરમાં માવઠાની આગાહી આવી છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં માવઠું થવાનું છે. જેને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લા પ્રભાવિત થઈ શકે છે. 25 થી 27 ડિસેમ્બર વચ્ચે મોટું માવઠું આવી રહ્યું છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈશાનના ચોમાસાનો પ્રભાવ આ માવઠાનું કારણ બનશે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદની સંભાવના છે. તો અન્ય જિલ્લાઓને પણ તેની અસર થશે.
માવઠાના વરસાદની સૌથી વધુ તીવ્રતા રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલા જિલ્લામાં જોવા મળશે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ આવશે. ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં માવઠાના વરસાદની શક્યતા છે. અરવલ્લી, દાહોદ, મહીસાગર અને ગોધરામાં પણ ભારે વરાસદ આવશે. ગાંધીનગર અને અમદાવાદમાં ભારે ઝાપટા પડે તેવી શક્યતા નથી. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ અને નવસારી આસપાસના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ માટે પણ આગાહી છે.
આમ 25થી 27 ડિસેમ્બરે ગુજરાતના માથે માવઠાની ઘાત તોળાઇ રહી છે. અનેક તાલુકા અને જિલ્લાઓમાં ભારે વરસાદની પણ શકયતાઓ છે. એટલે આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે.