આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર

22 Dec 2024

Pic credit - Gauahar Khan

લોકપ્રિય અભિનેત્રી ગૌહર ખાન કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. આ વખતે તે નવી કાર ખરીદીને કારણે ચર્ચામાં આવી છે, ગૌહરે કરોડોની કિંમતની કાર ખરીદી છે.

ગૌહરે 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ સેડાન કાર ખરીદી છે. વ્હાઈટ કલરની આ ગાડીમાં દીકરા સાથે ગૌહરે ફોટો ક્લિક કર્યા છે.  

આ સિવાય પતિ ઝૈદ દરબાર પણ તેની સાથે જોવા મળે છે. ગૌહરના ચહેરા પર નવી કાર ખરીદવાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.

મર્સિડીઝની વાત કરીએ તો તે મરૂન અને બ્લેક કલરની છે જે કારને ક્લાસી લુક આપે છે. આ કાર ઓટોમેટિક છે. જે ટ્રાફિક માટે બેસ્ટ છે

આ મર્સિડીઝ કાર 3 વેરિઅન્ટમાં આવે છે. જેની કિંમત 75 લાખ રૂપિયાથી શરૂ કરીને 1.5 કરોડ રૂપિયા છે. ગૌહરે સેકન્ડ મોડલ ખરીદ્યુ ખરીદ્યું છે.

આ મોડલ 10 કલરમાં ઉપલબ્ધ છે, પરંતુ ગૌહરે સફેદ રંગ પસંદ કર્યો છે. તેના એન્જિનની વાત કરીએ તો તે 3982 ccનું છે, એટલે કે એકદમ પાવરફુલ છે.

આુને જણાવી દઈએ કે ગૌહર રિયાલિટી શો હોસ્ટ કરવાથી લઈને OTT પ્લેટફોર્મ પર સારું કામ કરી રહી છે. ટીવી પર હાલ ઓછુ કામ કરી રહી છે.