CNG Car માં ક્યારે લાગે છે આગ ? આવી દુર્ઘટનાથી બચવા આ બાબતોનું ધ્યાન રાખો
Car Tips and Tricks : જો સીએનજી કાર ચલાવતા લોકો બેદરકારી દાખવે તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે CNG કારમાં આગ લાગવાનું કારણ શું છે અને તમે કારમાં આગ લાગવાનું જોખમને કેવી રીતે ઘટાડી શકો છો?
માત્ર પેટ્રોલ-ડીઝલ અને EV જ નહીં ગ્રાહકોમાં CNG કારની ભારે માગ છે. જેના કારણે કંપનીઓ તેમના લોકપ્રિય મૉડલના CNG મૉડલ લૉન્ચ કરતી રહે છે. પરંતુ સીએનજી કાર ચલાવનારાઓએ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. અન્યથા એક બેદરકારીને કારણે કારમાં આગ લાગી શકે છે અને જીવ પણ જઈ શકે છે.
આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે CNG કારમાં શા માટે આગ લાગે છે અને તમારે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ?
CNG કારમાં આગ લાગવાના કારણો
- લીકેજ : જો CNG કિટમાં કોઈ ખામી હોય તો ગેસ લીક થઈ શકે છે. જો ગેસ લીક થાય અને સ્પાર્ક અથવા આગના સંપર્કમાં આવે તો તે આગનું કારણ બની શકે છે.
- ઇન્સ્ટોલેશન : જો અનુભવી મિકેનિક દ્વારા CNG સિલિન્ડર ઇન્સ્ટોલ કરવામાં ન આવે તો આગ લાગવાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં કાર ખરીદતી વખતે, કંપની દ્વારા ફીટ કરેલી સીએનજી કાર ખરીદવાનો પ્રયાસ કરો. કારણ કે કંપની ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને સિલિન્ડર ઇન્સ્ટોલ કરે છે.
- જાળવણીની બેદરકારી : માત્ર સર્વિસિંગ જ નહીં દર 3 વર્ષે હાઈડ્રો ટેસ્ટિંગ પણ કરાવો. ટેસ્ટિંગ દ્વારા જાણી શકાય કે CNG સિલિન્ડર વાપરવા માટે સલામત છે કે નહીં? પૈસા બચાવવા માટે ઘણા લોકો હાઈડ્રો ટેસ્ટિંગ કરાવવું જરૂરી નથી માનતા પરંતુ અહીં સમજવા જેવી વાત એ છે કે જો બેદરકારી દાખવવામાં આવે અને સિલિન્ડરમાં કોઈ પ્રોબ્લેમ થાય તો આગ લાગી શકે છે.
CNG કારમાં આગ કેવી રીતે અટકાવવી?
- સર્વિસ કરો અને લીકેજ દૂર કરો : જો તમારી પાસે પણ CNG કાર છે, તો તેની નિયમિત સર્વિસ કરાવતા રહો અને કોઈપણ પ્રકારની ખામી હોય તો તરત જ તેને દૂર કરો. જો તમને કારમાં બેસતી વખતે ગેસ લીકેજની દુર્ગંધ આવે છે તો કોઈપણ વિલંબ કર્યા વિના તરત જ લીકેજની સમસ્યાને ઠીક કરો.
- હાઇડ્રો ટેસ્ટિંગ મહત્વનું છે : જ્યારે હાઇડ્રો ટેસ્ટિંગ કરવામાં આવે ત્યારે જ તમે જાણી શકો છો કે સિલિન્ડર કેટલું ફિટ અને ફાઇન છે. ટેસ્ટિંગ દરમિયાન સિલિન્ડરમાં ઝડપથી પાણી છોડવામાં આવે છે અને જો સિલિન્ડર આ દબાણને સહન કરે અને વિસ્ફોટ ન થાય તો સમજો કે સિલિન્ડર મજબૂત છે.