માણસ કાંકરી માર્યે મરે નહીં પણ મેણુ માર્યે મરે કહેવતને સાચી ઠેરવતી ઘટના, જાણો શું છે અમદાવાદ પાર્સલ બ્લાસ્ટની ઈનસાઈડ સ્ટોરી
આપણે ત્યાં એક કહેવત છે કે માણસ કાંકરી માર્યે મરે નહીં, પણ મેણું માર્યે મરે છે. આજ કહેવત અમદાવાદના સાબરમતી વિસ્તારમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં સાચી ઠરે છે. ગઈકાલે શિવમ રો હાઉસમાં થયેલા પાર્સલ બ્લાસ્ટના આરોપીઓ પોલીસે પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી દેશી હથિયારો અને બોમ્બ પણ મળી આવ્યા છે. જોકે પોલીસે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જે હકીકતો સામે આવી તે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
અમદવાદમાં ગઈકાલે સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસમાં બળદેવભાઈના ઘરે પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી હતી. બ્લાસ્ટનો મામલો સમે આવતા એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, બીડીડીએસ, સ્થાનિક પોલીસની ટીમો ઘટના સ્થળે પહોચી હતી. સમગ્ર મામલે પોલીસે પાર્સલ બ્લાસ્ટ શા માટે થયો અને કોને કર્યો તે અંગે તપાસ શરૂ કરી હતી અને તાત્કાલિક ગૌરવ ગઢવી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ગૌરવ ગઢવી પાર્સલ બોમ્બ લઈને શિવમ રો હાઉસમાં રહેતા બળદેવભાઈ સુખડિયાના ઘરે આવ્યો હતો જ્યાં બ્લાસ્ટ થયો હતો. પોલીસે સમગ્ર મામલે બળદેવભાઈ અને પકડાયેલા ગૌરવ ગઢવીની પૂછતાછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી અને રૂપેન બારોટે બોમ્બ બનાવી ગૌરવ ગઢવીને મોલાલ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટાઈમ રૂપેન બારોટના ઘરે સર્ચ કરતા બોમ્બ બનાવવાના સાધનો, સામગ્રી અને ત્રણ દેશી કટ્ટા તેમજ હથિયાર બનાવવાના સાધનો મળી આવ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના ?
પોલીસે બાકીના આરોપીઓ પકડવા અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાંથી ઝોન ૨ એલસીબી ની ટાઈમ ફરાર બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની ટીમે મોડી રાત્રે ત્રાગડ વિસ્તારમાંથી મુખ્ય આરોપી રૂપેન બારોટ અને રોહિત રાવલની ધરપકડ કરી છે. મહત્વનું છે કે બંને આરોપીઓ ક્રેટા કારમાં બેઠા હતા ત્યારે પોલીસ ત્યાં પહોચી હતી. પોલીસને જોઈને આરોપીઓએ કારને લોક કરી હતી. પોલીસે કારનો કાચ તોડી બંનેની ધરપકડ કરી હતી. કાર માંથી પોલીસને બે જીવતા બોમ્બ અને દેશી હથિયાર અને કારતૂસ મળિયા હતા. પોલીસે બોમ્બ સ્કોડ એમડી એફએસએલ ની મદદ થી જીવતા બોમ્બને ડિફ્યુઝ કર્યા હતા અને બંનેની ધરપકડ કરી હતી.
આરોપોની પૂછપરછમાં થયા ચોંકાવનારા ઘટસ્ફોટ
પોલીસના હાથે પકડાયેલા ત્રણેય આરોપી રૂપેન બારોટ, રોહન રાવળ ઉર્ફે રોકી અને ગૌરવ ગઢવી પૈકી રૂપેન બારોટ મુખ્ય આરોપી છે. જેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી રૂપેન બારોટની પત્ની હેતલબેનને તેમના સહકર્મી બળદેવભાઇ સુખડિયા સાથે છેલ્લા એકાદ વર્ષથી આડા-સબંધ હોવાની શંકા હતી. તેમજ બળદેવ સુખડીયાએ આરોપી રૂપેન બરોટ અને તેની પત્નીની વચ્ચે દખલગીરી કરી તેઓના પારીવારીક જીવનમાં બાળક અને પત્નીથી દુર કર્યા હોવાની પણ શંકા હતી. આરોપી રૂપેન બારોટ પેટના રોગની બિમારી થી પિડાતા હતો જેથી અવાર નવાર પત્ની હેતલ અને સસરા તેમજ સાળા તેઓને નિર્બળ હોવાના મેણાટોણા મારતાં હતાં. જેના કારણે રૂપેન બારોટ પોતાના પરીવારથી એકલા પડી ગયા હતા જેનું દુઃખ લાગી આવ્યું હતું અને જેનો બદલો લેવા માટેથી અદાવત રાખી બોંબ પ્લાન્ટ કર્યા હતા.
સસરા, સાળા અને બળદેવભાઈને બોમ્બથી ઉડાવી દેવાની યોજના
આરોપી તેના સસરા, સાળા અને બળદેવ સુખડીયાની હત્યા કરવા માંગતો હતો જેથી તેને ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ તેમજ દેશી બનાવટના હથિયાર બનાવ્યા હતા અને આ તૈયારીઓ છેલા ઘણા મહિનાઓથી કરી રહ્યો હતો સાથે જ આ કાવતરા માં બળદેવ સુખડિયા ના સસરા, સાળા તેમજ બળદેવભાઇ સુખડિયાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું . હત્યાના કાવતરા માટે ગંધક પાવડર, બ્લેડ, બેટરી, ચારકોલ, ફટાકડાઓનો ગન પાવડર વિગેરે સામગ્રી એકઠી કરી રીમોટ સંચાલિત બોમ્બ તેમજ દેશી તમંચો બનાવી ષડયંત્ર રચ્યું હતું.
સાસરીવાળા વારંવાર ઈગો હર્ટ કરતા હોવાથી ઘડ્યો બોંબથી ઉડાવી દેવાનો પ્લાન
પોલીસ તપાસ અને પ્રાથમિક પૂછપરછમાં સામે આવતું કે આરોપી રોહન છેલ્લા 6 માસથી રૂપેનની સાથે ગોદાવરી એપાર્ટમેન્ટમાં ઘરકામ કરી સારસંભાળ રાખતો હતો. રોહનને આર્થીક લાલચમાં આપી રૂપેન બારોટના કહેવાથી બનાવની આગળની રાત્રીએ બળદેવ સુખડિયાને મારવાના ઇરાદે રોહન પાર્સલમાં બોમ્બ લઈ ગયો હતો. જોકે બળદેવ સુખડિયા ઘરે હાજર ન હોવાથી પ્લાન કેન્સલ કરી બીજા દિવસે સવારે ગૌરવ ગઢવીને પાર્સલ આપવા મોકલી રોહન દુર ઉભા રહિ રીમોટ વડે બ્લાસ્ટ કરી ફરાર થાય ગયો હતો. પાર્સલમાં બોમ્બ છે તે ગૌરવ ગઢવીને પણ ખબર હતી સાથે એ પણ તપાસમાં સામે આવ્યું છે કે બલદેવ સુખડિયાની હત્યા કર્યા બાદ આજ રીતેરૂપેન બારોટ તેની પત્ની હેતલના પિતા તથા ભાઇને આ જ પ્રકારના હથિયાર તેમજ બોમ્બથી હત્યા કરવા નો હતો. જેથી તેની પત્ની પણ એકલી પડી જાય.
આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો તે દિશામાં તજવીજ શરૂ
મહત્વનું છે કે મુખ્ય માસ્ટર માઈન્ડ આરોપી રૂપેન બારોટ વિરૂધ્ધ બનાસકાંઠાના ભાભર અને મહેસાણાના લાડોલમાં પ્રોહીબિશનનો ગુનો દાખલ છે. જ્યારે બૉમ્બની રિમોટથી ચલાવનાર રોહન ઉર્ફે રોકી યોગેશ રાવળ અને પાર્સલ આપવા જનાર ગૌરવ ગઢવી સામે હાલ કોઈ ગુના નથી જેની તપાસ ચાલુ છે. તો હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આરોપીઓ પાસેથી મળી આવેલ બોમ્બ અને તમંચાની સામગ્રી ક્યાંથી અને કેવી રીતે અને કોની પાસેથી કેટલી કિંમતમાં લાવ્યા અને ત્રણે વચ્ચે કેટલાનો આર્થિક વ્યવહાર નક્કી થયો હતો. કેમ કે આ આખું કાવતરું 3 મહિના ઉપર સમયથી ચાલતું હતું. તેમજ પોલીસ એ પણ તપાસ કરી રહી છે આરોપીઓ ઘટના બાદ ક્યાં ક્યાં નાસ્તા ફરતા હતા.
ગુજરાતના તેમજ ક્રાઈમ ને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો