આજનું હવામાન : ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ભરશિયાળામાં કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરતારામાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં માવઠાની શક્યતા હોવાનું કહેવાયું છે.

બીજી તરફ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવા ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે વરસાદની શક્યતા હોવાનું જણાવાયું છે. ગુજરાતમાં કડકડતી ઠંડીને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડી યથાવત રહે તેવી સંભાવના છે. ત્રણ દિવસ બાદ તાપમાન માંડ 1 થી 2 ડિગ્રી ઊંચુ જાય તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી અનુસાર વાતાવરણમાં પલટો આવી શકે છે. પશ્ચિમિ વિક્ષેપના કારણે વાતાવરણમાં પલટો આવતા ઠંડીમાં ઘટાડો થશે. જોકે ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. પંચમહાલ સહિત વલસાડ સુધી વરસાદ પડી શકે છે. 25થી 28 ડિસેમ્બર સુધી પશ્ચિમિ વિક્ષેપ રહેશે. ત્યાર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમિ વિક્ષેપ ગયા બાદ આકરી ઠંડી પડી શકે છે.