Ahmedabad : હવે સનદની પરીક્ષાનું પેપર ફુટ્યુ ! અમદાવાદ અને સુરતમાં લેવાઈ હતી પરીક્ષા, જુઓ Video
ગુજરાતમાં વધુ એક વાર પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા લેવાતી સનદની પરીક્ષા શંકાના ઘેરમાં આવી છે. વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં વધુ એક વાર પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા લેવાતી સનદની પરીક્ષા શંકાના ઘેરમાં આવી છે. વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ અને સુરતમાં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિની થઈ હોવાની આશંકા કરવામાં આવી રહી છે. 22 ડિસેમ્બરે સવારે 10થી બપોરના 2 વાગ્યા સુધી પરીક્ષાનો સમયગાળો છે. પરંતુ 10.30 થી 11 વાગ્યા વચ્ચે જ આન્સર-કી ફરતી થઈ હોવાનું ખુલ્યું છે.
અમદાવાદ-સુરતમાં પેપર ફૂટ્યું હોવાની શંકા
અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું હતુ. જ્યાંથી સનદની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની આશંકા કરવામાં આવી રહી છે. આ અગાઉ 2023માં રાજકોટમાં સનદની પરીક્ષા લેવામાં આવી હતી. રાજકોટમાં પરીક્ષામાં ચોરી થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેથી આ વખતે લેવામાં આવેલી પરીક્ષા માટે રાજકોટમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યુ ન હતુ.