AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજ 23 ઓગસ્ટના મહત્વના સમાચાર : વીજપોલના વળતર બાબતે કાંતિ અમૃતિયા બોલ્યા, અમે સોબર રહીએ એટલે વધુ ધોકા મારે, ખેડૂતોની જમીન સરકાર કે કંપની લઈ જવાની નથી

| Updated on: Aug 23, 2026 | 7:24 AM
Share

Gujarat Live Updates આજ 23 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજ 23 ઓગસ્ટના મહત્વના સમાચાર : વીજપોલના વળતર બાબતે કાંતિ અમૃતિયા બોલ્યા, અમે સોબર રહીએ એટલે વધુ ધોકા મારે,  ખેડૂતોની જમીન સરકાર કે કંપની લઈ જવાની નથી

LIVE NEWS & UPDATES

  • 23 Aug 2026 07:23 AM (IST)

    ગુજરાત પોલીસમાં ભરતી માટે આજે અમદાવાદમાં યોજાશે લેખિત પરીક્ષા

    ગુજરાત પોલીસ ભરતીની 23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે લેખિત પરીક્ષા. ગેરરીતિ અટકાવવા AI અને ફેસ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિકની લેખિત પરીક્ષા લેવાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરાઈ છે પરીક્ષાની જાહેરાત. રાજ્ય પોલીસ દળમાં પીએસઆઈ (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર, પીએસઆઈ (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1)ની વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન. પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ 17 ઓગસ્ટથી કોલ લેટર ડાઉનલોડ પ્રક્રિયા શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં 25,000 ઉપર ઉમેદવારોએ પોતાના કોલ લેટર મેળવી લીધા છે. આ તમામ પરીક્ષાઓ MCQ પદ્ધતિથી લેવામાં આવશે. ઉમેદવારે પાસ થવા માટે પાસિંગ માપદંડ મુજબ Part-A અને Part-B બંનેમાં અલગ-અલગ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત રહેશે. તેમજ ખોટા જવાબ માટે માઇનસ પદ્ધતિ લાગુ રહેશે.

  • 23 Aug 2026 07:21 AM (IST)

    વીજપોલના વળતર બાબતે કાંતિ અમૃતિયા બોલ્યા, અમે સોબર રહીએ એટલે વધુ ધોકા મારે, ખેડૂતોની જમીન સરકાર કે કંપની લઈ જવાની નથી

    વીજપોલના વળતર બાબતે ગુજરાત સરકારના પ્રધાન કાંતિ અમૃતિયાએ મૌન તોડ્યું. મોરબી સિરામિક એસોસિયેશનના કાર્યક્રમમાં કાંતિ અમૃતિયાનું વીજ પોલ મુદ્દે મોટું નિવેદન. મેં કોંગ્રેસનું પણ શાસન જોયું છે અને ભાજપનું પણ. એક વીજ થાંભલા માટે ખેડૂતોને 70 લાખ રૂપિયા મળે છે. 70 લાખ રૂપિયા માત્ર થાંભલા અને તાર નાખવાના મળે છે, કોઈક એવો નેતા હોય જેની પાસે રજૂઆત માટે જઈ ના શકો અથવા જવા માટે દલાલની જરૂર પડે, પણ અમે સોબર રહીએ એમ વધુ ધોકા મારે છે. ખેડૂતોની જમીન તો ખેડૂતોની જ રહેવાની છે, જમીન સરકાર કે કંપની લઈ જવાની નથી. સરકાર ખેડૂતોના હિતમાં દરેક બાબતે પોઝિટિવ છે. વીજ થાંભલા બાબતે ચિંતા કરીને તો મારું વજન બે કિલો ઘટી ગયું છે.

આજે 23 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Aug 23,2026 7:20 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">