Trending Video: સ્ટાઈલ મારવાના ચક્કરમાં બાઈક ચાલકનો રસ્તા પર થયો ‘પોપટ’, વાયરલ વિડીયો જોઈને હસી પડાશે
આજકાલ સોશિયલ મીડિયા પર 'કૂલ' દેખાવા અને વાયરલ રીલ્સ બનાવવા માટે યુવાનો કેવા-કેવા ખતરનાક સ્ટંટ કરતા હોય છે, તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. 14 સેકન્ડનો આ વાયરલ વિડીયો જોઈને તમને હસવું પણ આવશે અને સાથે સાથે આશ્ચર્ય પણ થશે.

આજકાલ સોશિયલ મીડિયા પર ‘કૂલ’ દેખાવા અને રીલ્સ બનાવવાનો શોખ યુવાનોના માથે ચડીને બોલી રહ્યો છે. જો કે, કેટલીકવાર આ ‘સ્ટંટબાજી’ હાસ્યાસ્પદ બનવાની સાથે-સાથે હોસ્પિટલના દરવાજા પણ ખોલી દે છે.
આ દિવસોમાં ઈન્ટરનેટ પર એક 14 સેકન્ડની ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી. એટલું જ નહીં, આ ફની સ્ટંટ વિડીયો (Stunt Video) પર લોકો ભરપૂર મજા પણ લઈ રહ્યા છે.
સ્ટાઈલ મારવાના ચક્કરમાં થયો ‘પોપટ’
વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક છોકરો અવાવરુ રસ્તા પર ફુલ સ્પીડમાં બાઈક દોડાવતો આવે છે. બેકગ્રાઉન્ડમાં ભોજપુરી ગીત વાગી રહ્યું છે અને યુવક સ્ટાઈલ મારતા સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે. હવે ‘ટેલેન્ટ’ બતાવવાના ચક્કરમાં જેવો તે અચાનક બ્રેક મારે છે, ત્યારે બાઈકનું સંતુલન પૂરી રીતે બગડી જાય છે.
EMI का चक्कर चपरी लोग EMI पर गाड़ियाँ तो ले लेते हैं, लेकिन फिर उसी गाड़ी के चक्कर में अपने हाथ-पैर सड़क पर तुड़वा रहे हैं। गाड़ी किस्तों पर हो या कैश में सड़क पर थोड़ा दिमाग और सावधानी भी जरूरी है। pic.twitter.com/buWXulUl9G
— The Nalanda Index (@Nalanda_index) August 19, 2026
આમાં પરિણામ એ આવ્યું કે, બાઈક રોકાવાને બદલે યુવકને પોતાની સાથે દૂર સુધી ઘસડીને લઈ ગઈ અને બંને રસ્તાના કિનારે જોરથી પટકાયા. હદ તો ત્યારે થઈ જ્યારે વિડીયો બનાવી રહેલો તેનો મિત્ર ગભરાયા વગર અને કેમેરો રોક્યા વગર દોડતા દોડતા આખી દુર્ઘટના રેકોર્ડ કરતો રહ્યો.
સ્ટંટ કરવો ભારે પડી ગયો
વિડીયો જોઈને તમને હસવું પણ આવતું હશે અને આશ્ચર્ય પણ થતું હશે. વાત એમ છે કે, આ વિડીયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. X પર આ વિડીયો Nalanda_index નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. બીજી તરફ, વિડીયો પર યુઝર્સ સતત કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, EMI પર ગાડી તો લઈ લે છે પરંતુ રસ્તા પર મગજ ચલાવવાનું ભૂલી જાય છે. હવે હાથ-પગ ભાંગીને આરામ કરશે. અન્ય એક યુઝરે લખ્યું કે, બાઈક સવાર કરતા વધારે પ્રશંસા તો કેમેરામેનની કરવી પડી, જેણે પડતા-પડતા પણ ફ્રેમ બગડવા ન દીધી.
