AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Breaking News : મુંબઈના ભૂલેશ્વરમાં મોટો અકસ્માત; 22 ફૂટની ગણપતિ પ્રતિમા ધરાશાયી, 2નાં મોત 5 ઘાયલ ! Video

મુંબઈના ભૂલેશ્વરમાં ગણપતિની 22 ફૂટ ઊંચી પ્રતિમા ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત શનિવાર 22 ઓગસ્ટ રાત્રે લગભગ 9:51 વાગ્યે બલરામ મર્ચન્ટ રોડ, કબુતરખાના, જય અંબે ચોક, ભુલેશ્વર ખાતે થયો.

Maharashtra Breaking News : મુંબઈના ભૂલેશ્વરમાં મોટો અકસ્માત; 22 ફૂટની ગણપતિ પ્રતિમા ધરાશાયી, 2નાં મોત 5 ઘાયલ ! Video
Mumbai 22 Foot Ganpati CollapsesImage Credit source: X
| Updated on: Aug 23, 2026 | 8:08 AM
Share

મુંબઈના ભુલેશ્વરમાં ગણપતિ મૂર્તિના આગમન દરમિયાન એક મોટો અકસ્માત થયો. ભુલેશ્વરચા રાજાની આશરે 22 ફૂટ ઊંચી ગણપતિ મૂર્તિ સંતુલન ગુમાવીને પડી ગઈ. આ અકસ્માત શનિવાર 22 ઓગસ્ટ રાત્રે લગભગ 9:51 વાગ્યે બલરામ મર્ચન્ટ રોડ, કબુતરખાના, જય અંબે ચોક, ભુલેશ્વર ખાતે થયો હતો. મૂર્તિને ભાયખલાથી ભુલેશ્વર લઈ જવામાં આવી રહી હતી અને મંડપથી લગભગ 50થી 60 મીટર પહેલા આ અકસ્માત થયો હતો.

સૂત્રો અનુસાર, અકસ્માતમાં બે વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બે અન્ય ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં, બીએમસી ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને બીએમસી વોર્ડ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ગણપતિ મૂર્તિ તૂટી પડવાથી 2 લોકોના મોત, 5 ઘાયલ

મુંબઈના ભુલેશ્વરમાં ગણપતિ મૂર્તિ તૂટી પડવાની ઘટનામાં કુલ 7 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી બેના મોત થયા છે. જ્યારે પાંચ અન્ય ઘાયલ છે. સૂત્રો મુજબ, મૃતકોમાં સંકેત નેવશે (33) અને બ્રિજેશ હેમંત જોશી (30)નો સમાવેશ છે. વૈભવ ઘેનંદ (38), પવન ચૌરસિયા (25), લાવણ્યા ગણેર (5), દિવ્યા ગણેર (7) અને કુણાલ કાશીદ (26) ઘાયલ છે. જોકે તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.

મુંબઈમાં 10,000 થી વધુ ગણેશ પંડાલો

આ વર્ષે ગણેશોત્સવ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. મુંબઈમાં 10,000 થી વધુ ગણેશ મંડળો છે. આ વર્ષે મહારાષ્ટ્રમાં આશરે 28 લાખ ગણેશ મૂર્તિઓની સ્થાપના થવાની ધારણા છે. મુંબઈમાં મંડપ પરવાનગી માટે ઓનલાઈન સિંગલ-વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ BMC, તેમજ પોલીસ અને ટ્રાફિક પોલીસ પાસેથી ઓનલાઈન NOC મેળવવાની મંજૂરી આપે છે. 13 સપ્ટેમ્બર સુધી અરજીઓ કરી શકાય છે.

આ પણ વાંચો, ભાવનગરના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 11 થયો, વધુ બે લોકોના સારવાર દરમિયાન થયા મોત- Video

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">