AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમેરિકામાં ગુંજયું ગુજરાતની Gift City નું નામ, CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું સાંભળો

ન્યુ જર્સીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ડાયસ્પોરાને સંબોધી ગુજરાતની વિકાસયાત્રા વર્ણવી. તેમણે વાયબ્રન્ટ ગુજરાત, ગિફ્ટ સિટી જેવા દ્રષ્ટિવંત પ્રોજેક્ટ્સની ચર્ચા કરી.

Breaking News : અમેરિકામાં ગુંજયું ગુજરાતની Gift City નું નામ, CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું સાંભળો
| Updated on: Aug 22, 2026 | 9:05 PM
Share

અમેરિકાના ન્યુ જર્સી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં ગરવી ગુજરાત ગ્લોબલ ન્યુ જર્સી દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં એડિસન ટાઉનશીપના મેયર સેમ જોશી સહ-યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત ગુજરાતી ડાયસ્પોરાને સંબોધતા જણાવ્યું કે, અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતીઓએ ભલે 28 વર્ષનો સમય ગાળ્યો હોય, પરંતુ તેમની સંસ્કૃતિ અને ગુજરાત સાથેનો નાતો અકબંધ છે. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રા પર પ્રકાશ પાડ્યો હતો. 2001માં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા, તે સમયે ગુજરાતની પરિસ્થિતિ ઘણી અલગ હતી, જ્યાં પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ હતો. આજે એ જ ગુજરાત વડાપ્રધાનના વિઝન અને રાજકીય ઇરછાશક્તિને કારણે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.

મુખ્યમંત્રીએ ગુજરાતના આ પરિવર્તન માટે બે મુખ્ય ઉદાહરણો ટાંક્યા: 2003માં શરૂ થયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને 2006-07માં શરૂ થયેલ ગિફ્ટ સિટી. તેમણે જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત દ્વારા ઉદ્યોગો માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો વિચાર તે સમયે કોઈએ કર્યો ન હતો, પરંતુ ગુજરાતે તે વિચાર અમલમાં મૂક્યો. તેવી જ રીતે, ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્સ ટેક સિટી તરીકે વિકસાવવાનું વિઝન ગુજરાતની દીર્ઘદ્રષ્ટિ દર્શાવે છે, જેનો લાભ આજે સૌ ગુજરાતીઓને મળી રહ્યો છે.

Starlink નો નવો દાવ, ઉપગ્રહો સીધા ફોન સાથે જોડાશે! ભારત પાસે ફરી માગી મંજૂરી

Follow Us
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
g clip-path="url(#clip0_868_265)">