22 એપ્રિલના મહત્વના સમાચાર : રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ, અમદાવાદમાં 48 કલાકમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા
આજે 22 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ઉત્તરાખંડ: કેદારનાથ ધામના ખુલ્યા કપાટ
ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર કેદારનાથ મંદિરના કપાટ શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા. કપાટ ખુલતા જ ‘જય બાબા કેદાર’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષોથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું. દેશભરના મોટી સંખ્યામાં ભાવિકો બાબા કેદારના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આ અવસરે મંદિરને લગભગ 51 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું, જેનાથી આખું ધામ દિવ્ય અને આકર્ષક લાગી રહ્યું હતું.
-
રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ
રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો તીવ્ર રાઉન્ડ શરૂ થયો છે અને અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. Ahmedabad સહિત મોટા શહેરોમાં ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે, જ્યાં આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થશે અને બપોરના સમયે હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ અને બફારો લોકોને પરેશાન કરશે, જ્યારે એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં આગ ઝરતી ગરમીનો સામનો કરવો પડશે.
-
-
અમદાવાદઃ લાંભામાં નામ લીધા વગર વિપક્ષ પર વરસ્યા હર્ષ સંઘવી
-
સુરત: રાંદેરનાં ગોરાટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બબાલ
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગોરાટમાં વોર્ડ નંબર 11ની ચૂંટણી પ્રચાર દરમિયાન તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. અપક્ષ ઉમેદવારના પ્રચાર માટે ગયેલી મહિલાઓએ આરોપ મૂક્યો કે ભાજપ ઉમેદવાર અને તેમના સમર્થકોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેમને ધમકી આપીને ધક્કામુક્કી કરી હતી. મહિલાઓએ વધુમાં જણાવ્યું કે ભાજપ ઉમેદવારે બળજબરીથી સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને લઈને મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
-
અમિત શાહ આજે બંગાળમાં ત્રણ જાહેર સભાઓ અને એક રોડ શો કરશે
ગૃહમંત્રી અમિત શાહ આજે બંગાળમાં ત્રણ જાહેર સભાઓ અને એક રોડ શો કરશે. પહેલી જાહેર સભા બપોરે 1:15 વાગ્યે, બીજી 2:30 વાગ્યે, ત્રીજી સાંજે 4 વાગ્યે અને રોડ શો સાંજે 5:15 વાગ્યે થશે.
-
-
ટ્રમ્પે યુદ્ધવિરામની સમયમર્યાદા લંબાવી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવ્યો છે, તેહરાન તરફથી પ્રસ્તાવની રાહ જોઈ રહ્યા છે.
US-Iran conflict: Trump extends ceasefire to allow Iran more time to come up with “unified proposal”
Read @ANI Story | https://t.co/uGdd3150RQ#US #Iran #Trump #ceasefire pic.twitter.com/9ae0SPZNpi
— ANI Digital (@ani_digital) April 21, 2026
આજે 22 એપ્રિલને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Apr 22,2026 7:22 AM
