19 ઓક્ટોબરના મહત્વના સમાચાર : બહુચરાજીના મોઢેરા-મીઠી ઘારીયલ રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટના, 1 નુ મોત, 2 ગંભીર
આજે 19 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 19 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રાજકોટના ગોંડલમાં પત્રકાર સહિત 3 શખ્સો સામે તોડબાજીની FIR
રાજકોટના ગોંડલમાં પત્રકાર સહિત 3 શખ્સો સામે તોડબાજીની FIR થઈ છે. જેલમાં બંધ પતિને જામીન અપાવવાના નામે રૂ. 26 લાખ પડાવ્યાનો આક્ષેપ. ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. મયુર સોની, અજયભાઈ અને પત્રકાર રવી રામાણી સામે ગુનો. પોલીસ, જેલ તંત્ર અને કોર્ટમાં સેટિંગના નામે નાણાં પડાવ્યાનો આક્ષેપ. દાગીના ગીરવે મુકાવી મહિલાએ આરોપીઓને નાણાં આપ્યાની ફરિયાદ. જામીન ન થતાં નાણાં પરત માંગતાં જાનથી મારી નાખવાની ધમકી. મહિલાએ રાજકોટ જિલ્લા SP વિજયસિંહ ગુર્જર સમક્ષ કરી રજૂઆત. BNSની કલમ 61(2), 308(7) અને 351(3) હેઠળ ગુનો નોંધાયો.
-
બોલીવુડની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાનું જામનગરમાં આગમન
બોલીવુડની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાનું જામનગરમાં આગમન. રિલાયન્સ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી નવરાત્રીની રંગત માણશે રશ્મિકા મંદાના. જામનગરમાં યોજાઈ રહેલા રિલાયન્સ નવરાત્રી મહોત્સવમાં બોલીવુડની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાનું આગમન થયું છે. અભિનેત્રીના આગમનથી નવરાત્રી મહોત્સવની રંગત વધુ જામવાની છે. રિલાયન્સ નવરાત્રી મહોત્સવમાં રશ્મિકા મંદાના હાજરી આપશે અને નવરાત્રીના ઉત્સવી માહોલનો આનંદ માણશે.
-
-
દિલ્હી મેટ્રોમાં ભાગવાનો પ્રયાસ કરી રહેલા એક શંકાસ્પદ મુસાફરને CISFએ ઝડપ્યો
CISFએ દિલ્હી મેટ્રોમાં લગેજ સ્ક્રેન દરમિયાન ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા એક શંકાસ્પદ મુસાફરને ઝડપી પાડ્યો છે. શંકાસ્પદ મુસાફરના અન્ડરગાર્મેન્ટ્સમાંથી એક અર્ધ-ઘન પદાર્થ મળી આવ્યો છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.
-
બહુચરાજીના મોઢેરા-મીઠી ઘારીયલ રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટના, 1 નુ મોત, 2 ગંભીર
મહેસાણાના બહુચરાજીના મોઢેરા ગામ નજીક હીટ એન્ડ રનની ઘટના બની છે. મોઢેરા-મીઠી ઘારીયલ રોડ ઉપર હીટ એન્ડ રનની બનેલી ઘટનામાં બાઈકને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો છે. ત્રણ સવારી બાઇકને કારચાલક ટક્કર મારી ફરાર. કારની ટક્કરથી એકનું મોત, બે ઘાયલ થયા છે. કારચાલક ટક્કર મારી થયો ફરાર
-
વિચારધારાને વરેલ ભાજપમાં હવે વફાદારી કે વિચારધારાનું નહીં, કોંગ્રેસ ના જીતે તેનુ મહત્વઃ કાર્યકરોનો આક્રોશ
ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે કાર્યકરોનો આક્રોશ સોશિયલ મીડિયામાં પોસ્ટ સ્વરૂપે બહાર આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી છે. અસારવા વિધાનસભાની કાર્યકરો નારાજગી જગાવી ચર્ચા. અસારવા વિધાનસભાના વોટસએપ ગ્રુપમાં પોસ્ટ મૂકીને ઠવલ્યો બળાપો. વિપક્ષમાંથી ભાજપમાં આવતા કાર્યકરો સન્માન અંગે વ્યક્ત કર્યું દુઃખ. ભાજપના કાર્યકરો સન્માન અંગે પણ ગ્રુપમાં ઉઠ્યો પ્રશ્ન. વિપક્ષમાંથી આવતા નેતાઓ ગોળ અને મૂળ ભાજપના કાર્યકરો ખોળ અંગેની નીતિ. ઝંડા અને દંડા ખાનાર દીવાલ કમલ કંડારનાર કાર્યકરો ભાજપ ક્યારે યાદ કરશે !. વિચારધારા કે વફાદારીનું ભાજપમાં મહત્વ નહિ બલકે કોંગ્રેસના જીતે તેનું મહત્વ.
-
-
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલ SMCની ટીમના અધિકારીને ઢોર માર મારનાર બુટલેગરની પોલીસે કરી સારી સરભરા
મહુવામાં SMCની ટીમ પર હુમલાના કેસમાં બુટલેગર લાલજી બોઘાની ધરપકડ. રેડ દરમિયાન અધિકારીને રૂમમાં લઈ જઈ ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ થયો હતો. મહુવા ટાઉન પોલીસ PI સહિતનો કાફલો બુટલેગરના ઘરે પહોંચ્યો. પોલીસે આરોપી લાલજી બોઘાને ઝડપી લીધો. SMCની અલગ-અલગ રેડમાં દેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી પકડાઈ હોવાનો દાવો. મહુવા પોલીસ સ્ટેશનમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ. દેશી દારૂના અડ્ડાઓ સામે સ્થાનિક પોલીસની કામગીરી પર ઉભા થયા સવાલો.
-
જામનગરમાં, દશેરાના તહેવાર પૂર્વે મીઠાઈ અને ફરસાણની 23 દૂકાનમાં હાથ ધરાઈ તપાસ, 70 કિલો વાસી ખોરાકનો નાશ કરાયો
જામનગરમાં, દશેરાના તહેવાર પૂર્વે ફૂડ વિભાગનું સઘન ચેકિંગ. શહેરના જુદા જુદા વિસ્તારોની દુકાનોમાં સપાટો બોલાવાયો. મીઠાઈ અને ફરસાણની કુલ 23 દૂકાનોમાં તપાસ હાથ ધરાઈ. ફાફડા-જલેબી સહિત ખાદ્ય વસ્તુઓના 22 નમૂના લેવાયા. નમૂના ચકાસણી અર્થે જામનગર અને વડોદરાની લેબમાં મોકલાયા. નવરાત્રી ગ્રાઉન્ડ પરથી 70 કિલો વાસી ખોરાકનો પણ નાશ કરાયો. ન્યુસન્સ ફેલાવતી પેઢીઓને 10 હજારનો દંડ કરાયો. ફૂડ વિભાગની કડક કાર્યવાહીથી ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
-
વડોદરા VMCનું છેલ્લી ઘડીએ ચેકિંગ, દશેરા પહેલાં ફરસાણના નમૂના લીધા; રિપોર્ટ 14 દિવસે આવશે!
દશેરાના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા (VMC)નું તંત્ર છેલ્લી ઘડીએ ચેકિંગ કરવા નીકળ્યું છે. દશેરાના એક દિવસ પહેલાં ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરીને ફાફડા સહિતની ખાદ્યસામગ્રીના નમૂના લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જોકે, આ નમૂનાઓના રિપોર્ટ આવતાં 14 દિવસ જેટલો સમય લાગશે. એટલે કે, લોકો દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગી લેશે, ત્યાર બાદ ખાદ્યસામગ્રીની ગુણવત્તા અંગેનો રિપોર્ટ સામે આવશે. તંત્રની આ કાર્યવાહી સામે સમયમર્યાદાને લઈને સવાલો ઊભા થયા છે. તહેવારો દરમિયાન ફરસાણની માગ વધતી હોવા છતાં છેલ્લી ઘડીએ તપાસ હાથ ધરાતાં ખાદ્યસુરક્ષાની કામગીરી કેટલી અસરકારક છે તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ જ ફરસાણની ગુણવત્તા અંગે સ્પષ્ટતા થશે.
-
સૌરાષ્ટ્રના ખેડૂતો પર વીજકાપનો માર, સિંચાઈની મુશ્કેલી વચ્ચે લલિત વસોયાની વીજળી આપવાની માગ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોને વીજકાપની અસરનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની માગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોને એકસાથે 10 કલાક વીજળી આપવાની માત્ર વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. લલિત વસોયાના જણાવ્યા મુજબ, સાંજે 4 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી વીજકાપ રહેતો હોવાની સ્થિતિ છે, જેના કારણે ખેડૂતોને ખેતી માટે સિંચાઈ કરવામાં મુશ્કેલી પડી રહી છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે ખેડૂતો પહેલેથી જ ચિંતિત છે, ત્યારે હવે વીજકાપથી તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઓછા વરસાદ બાદ પાકને પાણી આપવાની જરૂરિયાત વચ્ચે વીજળી ન મળતાં ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે લલિત વસોયાએ સરકારને ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી લઈ નિયમિત અને પૂરતા કલાક વીજળી પૂરી પાડવા માગ કરી છે.
-
અમરેલીના વડીયામાં દીપડાનો આતંક, હનુમાન ખીજડીયા ગામમાં શ્વાનનો શિકાર કરતો વીડિયો વાયરલ
અમરેલી જિલ્લાના વડીયા પંથકના હનુમાન ખીજડીયા ગામમાં દીપડાની હાજરીથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. મોડી રાત્રે ગામની શેરીમાં ઘૂસી આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો. દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હોવાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ વડીયા પંથકમાં સિંહોની અવરજવર અને આતંકની ઘટનાઓ વચ્ચે હવે દીપડાની એન્ટ્રી થતાં લોકોની ચિંતામાં વધારો થયો છે. રહેણાક વિસ્તારમાં દીપડો આવીને શિકાર કરતો દેખાતાં સ્થાનિકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતાં પણ સાવચેતી રાખી રહ્યા છે. ગ્રામજનોમાં ફફડાટ વચ્ચે વન વિભાગ દ્વારા દીપડાની અવરજવર પર નજર રાખી લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માગ ઊઠી રહી છે.
-
અમદાવાદના થલતેજમાં 50 ફૂટના રાવણનું દહન કરાશે, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાં પણ તૈયાર
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આ વર્ષે પરંપરાગત રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. AESના ગ્રાઉન્ડમાં 50 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે, જ્યારે મેઘનાદ અને કુંભકર્ણનાં 35-35 ફૂટ ઊંચાં પૂતળાંનું પણ દહન કરાશે. આ પરંપરાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજરી આપે તેવી શક્યતા છે. શહેરમાં આ વર્ષે અનેક સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમો યોજાવાના હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી આશા છે. આ આયોજનની ખાસ વાત એ છે કે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાં મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે, જે સામાજિક એકતા અને કોમી સદભાવનાનો સંદેશ આપે છે. રાવણ દહનના કાર્યક્રમને લઈને આયોજકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
-
ભાવનગરના મહુવામાં ગાંધીનગર વિજિલન્સની ટીમ પર હુમલો, રેડ દરમિયાન મહિલા અને બુટલેગરનો વિરોધ
ભાવનગરના મહુવામાં દેશી દારૂ અંગે રેડ કરવા પહોંચેલી ગાંધીનગર વિજિલન્સની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. મહુવાના ગાંધીબાગ વિસ્તાર નજીક મહિલા અને બુટલેગર લાલજીબોઘાના ઘરે રેડ કરવા પહોંચેલી ટીમ સાથે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન મહિલાએ વિજિલન્સના એક અધિકારીનો કાંઠલો પકડી તેમને રૂમમાં લઈ જઈ માર માર્યો હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અધિકારી પોતાનો બચાવ કરતા “અમે કોઈ લુખ્ખા નથી, અમને છોડી દો” કહેતા સંભળાય છે. રેડ દરમિયાન થયેલી આ ઘટનાથી વિજિલન્સની કામગીરી સામે પડકાર ઊભો થયો છે. અહેવાલો મુજબ, હુમલા બાદ વિજિલન્સના અધિકારીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હવે આગળ શું કાર્યવાહી થાય છે અને હુમલામાં સંડોવાયેલા લોકો સામે કાયદેસર પગલાં લેવાય છે કે નહીં તે જોવું રહ્યું.
-
અમદાવાદમાં વસ્ત્રાપુરનું ગાંઠિયા હાઉસ સીલ, તેલની નબળી ગુણવત્તા સામે ફૂડ વિભાગની કાર્યવાહી
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ગાંઠિયા હાઉસ સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરતાં તેને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તપાસ દરમિયાન ખાદ્યપદાર્થો તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલની ગુણવત્તા નબળી હોવાનું સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. એકના એક તેલમાં વારંવાર વસ્તુઓ તળવામાં આવતી હોવાને કારણે TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ)નું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આ પ્રકારનું તેલ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને આરોગ્યની દૃષ્ટિએ ચિંતાજનક બની શકે છે. ફૂડ વિભાગે ગાંઠિયા હાઉસમાંથી ફાફડા અને જલેબીના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. હવે લેબોરેટરીના રિપોર્ટના આધારે ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે અને નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
-
વડોદરાના કપરાઈ વિસ્તારમાં ગરબા જોવા ગયેલા યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા
વડોદરાના કપરાઈ વિસ્તારમાં યુવકની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા એક પાર્ટી પ્લોટમાં ગરબા જોવા ગયેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવકને ચપ્પુના ઘા ઝીંકતાં તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ, જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે હત્યાના બનાવ અંગે તપાસ શરૂ કરી છે. યુવકની હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને હુમલામાં કોણ સંડોવાયેલું છે તે સહિતની વિગતો મેળવવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
મુંબઈમાં ફાયરિંગ બાદ સેલિબ્રિટીઝની સુરક્ષા વધારાઈ, સલમાન ખાન પણ પોલીસના સુરક્ષા ઘેરામાં
મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર આવી છે. ઘટનાને પગલે સેલિબ્રિટીઝની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. ટાઇગર શ્રોફના નિવાસસ્થાને ખાસ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે, જ્યારે જુહુ વિસ્તારમાં પણ VIP સુરક્ષા વધારવામાં આવી છે. ફાયરિંગની ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતર્કતા વધારવામાં આવી છે. બીજી તરફ, અભિનેતા સલમાન ખાનની સુરક્ષા પણ વધારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સલમાન ખાન સાથે કામ કરનારાઓને ધમકી આપવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે પોલીસ સેલિબ્રિટીઝની સુરક્ષાને લઈને વધુ સાવચેત બની છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
-
મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી જવાબદારી
મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, ત્રણ હુમલાખોરોએ ટાઇગર શ્રોફને નિશાન બનાવી પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જોકે, અભિનેતા ટાઇગર શ્રોફ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવાયું છે, જ્યારે ફાયરિંગની ઘટનામાં તેમનો ડ્રાઇવર અને એક રિક્ષાચાલક ઘાયલ થયા છે. ઘટનાને પગલે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. બીજી તરફ, આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી હોવાનો દાવો સામે આવ્યો છે. ગેંગ સાથે સંકળાયેલા અનિલ પંડિત અને હરમન સંધૂએ ફાયરિંગની જવાબદારી લીધી હોવાની માહિતી છે. ગેંગસ્ટર અનિલ પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, ટાઇગર શ્રોફને અગાઉ ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેણે વાત માની નહોતી. પોસ્ટમાં સલમાન ખાન સાથે કામ કરનારાઓને પણ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે, ગેંગ દ્વારા કરવામાં આવેલા દાવાઓની સત્તાવાર પુષ્ટિ થવી જરૂરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદમાં સસ્તા ભાવે ગરબાના પાસ આપવાના નામે ઠગાઈ, બે આરોપી ઝડપાયા
અમદાવાદમાં ગરબાની ટિકિટ સસ્તા ભાવે વેચવાના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ મોંઘા ગરબાના પાસ સસ્તા ભાવે આપવાની લોભામણી જાહેરાતો ઇન્સ્ટાગ્રામ પર મૂકીને લોકોને આકર્ષતા હતા. શહેરમાં યોજાતા 25 જેટલા ગરબા આયોજનોના પાસ વેચવાના નામે આરોપીઓએ લોકોને નિશાન બનાવ્યા હતા અને તેમની પાસેથી હજારો રૂપિયા પડાવ્યા હતા. સોશિયલ મીડિયા પરની જાહેરાતો પર વિશ્વાસ કરીને પાસ ખરીદવા ઇચ્છતા લોકો સાથે આ રીતે છેતરપિંડી આચરવામાં આવતી હતી. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને અત્યાર સુધી કેટલા લોકો ભોગ બન્યા છે તે સહિતની વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
Published On - Oct 19,2026 7:54 AM
