Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC પાસે 880 કરોડ રૂપિયા દાવા વગરના છે, શું આ રુપિયા તમારા તો નથી ને? આ રીતે તરત કરો ચેક

LICએ જણાવ્યું હતું કે, 2023-2024માં 880.93 કરોડ રૂપિયાની અનક્લેઈમ મેચ્યોરિટી રકમ પડી છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં 3,72,282 પોલિસીધારકો પાકતી મુદતનો લાભ મેળવી શક્યા નથી.

LIC પાસે 880 કરોડ રૂપિયા દાવા વગરના છે, શું આ રુપિયા તમારા તો નથી ને? આ રીતે તરત કરો ચેક
lic has rs 880 crore unclaimed
Follow Us:
| Updated on: Dec 18, 2024 | 8:01 AM

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ જણાવ્યું હતું કે 2023-2024માં 880.93 કરોડ રૂપિયાની અનક્લેઈમ મેચ્યોરિટી રકમ પડી છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, આ નાણાકીય વર્ષમાં 3,72,282 પોલિસીધારકો પાકતી મુદતનો લાભ મેળવી શક્યા નથી. આવી સ્થિતિમાં જો તમે પણ આમાં સામેલ છો તો ચાલો જાણીએ કે LIC પોલિસીમાં દાવો ન કરેલી રકમ કેવી રીતે ચેક કરવી?

ડોક્યુમેન્ટ્સ વિશે જાણકારી હોવી જોઈએ

સૌથી પહેલા LIC પોલિસીમાં દાવો ન કરેલી રકમની તપાસ કરવા માટે તમારે આ ડોક્યુમેન્ટ્સ વિશે જાણકારી હોવી જોઈએ. એલઆઈસી પોલિસી નંબર, પોલિસી ધારકનું નામ, જન્મ તારીખ, પાન કાર્ડ નંબર.

હવે તમે એલઆઈસીની વેબસાઈટ પર દાવો ન કરેલી રકમ જોવા માટે આ પગલાંને ફોલો કરી શકો છો.

Beer at Home : ઘરે બીયર બનાવવા જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની પહેલી હોળી, જુઓ તસવીરો
IPL Youngest Captain : IPL 2025 નો સૌથી યુવા કેપ્ટન કોણ છે?
રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત
યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો
  • LIC વેબસાઇટ https://licindia.in/home ની મુલાકાત લો.
  • “Customer Service” પર ક્લિક કરો અને ‘Unclaimed Amounts of Policyholders’ વિકલ્પ પસંદ કરો.
  • પોલિસી નંબર, નામ, જન્મ તારીખ અને PAN કાર્ડની વિગતો ભરો.
  • ‘Submit’ પર ક્લિક કરો અને માહિતી મેળવો.

અનેક પગલાં લીધા છે

LIC એ દાવા વગરના અને બાકી રહેલા દાવાઓને ઘટાડવા માટે ઘણા પગલાં લીધાં છે અને એ છે પોલિસીધારકોને મીડિયા દ્વારા જાગૃત કરવા. પંકજ ચૌધરીએ કહ્યું કે, ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. દાવો માત્ર માન્ય NEFT દ્વારા પતાવટ કરી શકાય છે. આ સિવાય એજન્ટો અને ડેવલપમેન્ટ ઓફિસર પોલિસીધારકોનો નિયમિત સંપર્ક કરે છે.

જો કોઈ રકમ 10 વર્ષ સુધી દાવા વગરની રહે છે તો તે રકમ વરિષ્ઠ નાગરિક કલ્યાણ ભંડોળમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તેનો ઉપયોગ વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે થાય છે.

g clip-path="url(#clip0_868_265)">