15 મેના મહત્વના સમાચાર : MCX મા સોના ચાંદી ભાવમાં મોટો ધટાડો, 10 ગ્રામ સોના ભાવ 3 હજાર-એક કિલો ચાંદીમાં 22 હજારના ઘટાડો
આજે 15 મેને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 15 મેને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
MCX મા સોના ચાંદી ભાવમાં મોટો ધટાડો, 10 ગ્રામ સોના ભાવ 3 હજાર-એક કિલો ચાંદીમાં 22 હજારના ઘટાડો
અમદાવાદ MCX મા સોના ચાંદી ભાવમાં મોટો ધટાડો થયો છે. MCX મા 10 ગ્રામ સોના ભાવ 3 હજાર ઘટાડા સાથે 1.59 લાખ પહોંચ્યો. જ્યારે એક કિલો ચાંદીમાં 22 હજારના ઘટાડા સાથે 2.69 લાખ પહોંચ્યો છે.
-
ખેરાલુના ઇસ્કોન ગેસ્ટ હાઉસના રૂમમાંથી નાની હિરવાણી ગામના યુવકની લટકતી લાશ મળી
ખેરાલુના ઇસ્કોન ગેસ્ટ હાઉસના રૂમમાંથી યુવકની લટકતી લાશ મળી છે. રાત્રે રોકાવા આવેલા ઈસમે બેડની ચાદર વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. સવારે ચેક આઉટ સમયે રૂમ ના ખોલતા ગેસ્ટ હાઉસના સ્ટાફે પોલીસને કરી જાણ. રૂમ અંદરથી બંધ હોવાથી પોલીસે પાછળની બારીમાંથી ઉતરી દરવાજો ખોલ્યો. પોલીસે પરિવારની હાજરીમાં તપાસ કરતા પંખા સાથે લટકતી લાશ જોવા મળી. મૃતક 35 વર્ષીય સુરેશકુમાર ગણેશભાઈ ચૌહાણ નાની હિરવાણી ગામનો હોવાનું ખુલ્યું. ઘટનાની જાણ થતાં પરિવારજનો મોટી સંખ્યામાં ગેસ્ટ હાઉસ ખાતે દોડી આવ્યા. યુવકના આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ, પોલીસ તપાસ બાદ સત્ય આવશે સામે. હાલમાં પોલીસે પંચનામું કરી મૃતદેહ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી.
-
-
મહીસાગરમાં બેંક મેનેજરે આરોપી સાથે મેળાપીપણાથી, નકલી સોનાને અસલી ગણી 12.65 લાખની લોન આપી, છેતરપિંડી બદલ ધરપકડ
મહીસાગરમાં લુણાવાડામાં સોનાના નામે લાખોની છેતરપિંડી આચરવાનો કિસ્સો બન્યો છે. બેન્ક મેનેજર અને નકલી સોનું મૂકનાર શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લુણાવાડાની મુથુટ ફિન્કોપ બેન્કના મેનેજર અને આરોપીએ મળીને આચરી રૂ. 12.65 લાખની છેતરપિંડી કરી છે. સોનું ખોટું (ડુપ્લીકેટ) હોવા છતાં સાચું હોવાનું કહી ગોલ્ડ બાયર એજન્સી પાસેથી નાણાં ટ્રાન્સફર કરાવી લીધા. આરોપી મહેશકુમાર વાળંદે બેન્કમાં મૂકેલું સાડા બાર તોલા સોનું છોડાવવા માટે રામદેવ ગોલ્ડ બાયર એજન્સીમાંથી રૂ. 12,65,000ની લોન લીધી હતી. સોનું રીલીઝ કરાવ્યા બાદ ચેક કરતા તે નકલી (ડુપ્લીકેટ) નીકળતા એજન્સીના સેલ્સમેન બંન્ટીસિંહે નોંધાવી ફરિયાદ. આરોપી મહેશકુમાર વાળંદ અને મુથુટ ફિન્કોપના મેનેજર ધવલભાઈ કડીયા વિરૂદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ. પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા.
-
મહેસાણામાંથી ભાજપના કાર્યકરો નહીં કરે વિદેશ યાત્રા કે સોનાની ખરીદી, જાહેરમાં લીધા શપથ
મહેસાણા ભાજપના કાર્યકરોનો રાષ્ટ્રહિતમાં મોટો સંકલ્પ લીધો છે. પીએમ મોદીની અપીલને પગલે ‘ કમલમ’ ખાતે કાર્યકરોએ લીધા શપથ. આગામી એક વર્ષ સુધી સોનાની ખરીદી ના કરવાનો લીધો સંકલ્પ. એક વર્ષ સુધી કોઈપણ પ્રકારની વિદેશ યાત્રા ન કરવાની લીધી પ્રતિજ્ઞા. પેટ્રોલ-ડીઝલની બચત કરવા અને ઘરમાં તેલનો વપરાશ ઘટાડવાના લીધા શપથ. અન્ય લોકોને પણ આ પ્રકારના સંકલ્પ લેવડાવવા કાર્યકરો કરશે પ્રયાસ.
-
સુપ્રીમ કોર્ટમાં સોમવાર અને શુક્રવારે સુનાવણી વર્ચ્યુઅલ માધ્યમથી હાથ ધરાશે, ન્યાયાધીશો હવે ઇંધણ બચાવવા માટે કારપૂલિંગ કરશે
ઇંધણ કટોકટીમાં સુપ્રીમ કોર્ટે નવા વહીવટી પગલાં અમલમાં. ન્યાયાધીશો હવે ઇંધણ બચાવવા માટે કારપૂલિંગ કરશે. વિવિધ દિવસોની તમામ સુનાવણી હવે માત્ર વીડિયો કોન્ફરન્સિંગથી થશે. સોમવાર અને શુક્રવારે પણ સુનાવણી વર્ચ્યુઅલ માધ્યમથી હાથ ધરાશે. સેક્રેટરી જનરલ ભરત પરાશરે આ અંગે નવો પરિપત્ર જાહેર કર્યો. રજિસ્ટ્રીના પચાસ ટકા કર્મચારીઓ અઠવાડિયામાં બે દિવસ વર્ક-ફ્રોમ-હોમ કરશે. રજિસ્ટ્રાર સાપ્તાહિક રોસ્ટર બનાવી જરૂર મુજબ સ્ટાફને ઓફિસે બોલાવશે. પર્યાવરણ અને ઊર્જા બચાવવા માટે દેશની સર્વોચ્ચ અદાલત સક્રિય.
-
-
શ્રી કડી નાગરિક સહકારી બેંકને RBIએ રૂ. 16.30 લાખ રૂપિયાનો ફટકાર્યો દંડ
મહેસાણાના કડી સ્થિત શ્રી કડી નાગરિક સહકારી બેંકને RBIએ રૂ. 16.30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કડી નાગરિક સહકારી બેંક સામે મોટી કાર્યવાહી. બેંકિંગ નિયમો અને એડવાન્સિસના મેનેજમેન્ટના ઉલ્લંઘન બદલ ફટકારાયો દંડ. બેંકે કનેક્ટેડ ગ્રાહકો માટે નિર્ધારિત ધિરાણ મર્યાદા (પ્રુડેન્શિયલ એક્સપોઝર લિમિટ) નો ભંગ કર્યો હતો. મંજૂર કરાયેલી કેટલીક લોનમાં ફંડના અંતિમ ઉપયોગની ખાતરી કરવામાં બેંક નિષ્ફળ રહી હતી. બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓ હેઠળ RBI દ્વારા ૬ મે, ૨૦૨૬ ના રોજ આ દંડનો આદેશ કરવામાં આવ્યો.
-
કલોલ GIDC માં કેમિકલ વેસ્ટ સાફ કરવા ટાંકામાં ઉતરેલા 3 મજૂરના મોત
ગાંધીનગર જિલ્લાના કલોલ GIDC માં કેમિકલ વેસ્ટ સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરોના ગૂંગળામણથી મૃત્યુ થયું છે. કલોલ GIDC ની મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીનો ટાંકો સાફ કરવા ઉતરેલા ચાર પૈકી ત્રણ મજૂરોના મૃત્યુ હાલ એક મજૂરની સારવાર ખાનગી હોસ્પિટલ માં ચાલુ. ગઈકાલે મોડી રાતે મજૂરો વારાફરતી ટાંકો સાફ કરવા ઉતર્યા હતા જ્યાં એક પછી એક મજૂરો ટાંકામાં મૃત્યુ પામ્યા હતા. ઘટના બાદ ONGC ફાયર વિભાગ જવાનો મૃતદેહ ને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ બાદ પોલીસે મૃતદેહ ને પીએમ અર્ધે ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરી. કોઈપણ સેફ્ટી વગર કંપની નો ટાંકો સાફ કરવા ઉતરેલા મજૂરો મોતથી કપની માલિકની બેદરકારી સામે આવી છે.
-
સરખેજ-ધોળકા રોડ પર હિટ એન્ડ રન, એક યુવતીનુ મોત
સરખેજ-ધોળકા રોડ પર હિટ એન્ડ રનનો કિસ્સો બન્યો છે. અકસ્માતમાં યુવતીનું કરુણ મોત થયું છે. ડમ્પરે એક્ટિવાને ટક્કર મારી યુવતીને કચડી. નવી ફતેવાડી આઝાદનગર બસ સ્ટોપ પાસે અકસ્માત સર્જાયો હતો. કાવ્યા પંડયાનું સ્થળ પર જ મોત નિપજ્યું. રાય યુનિવર્સિટી જતી યુવતી બની અકસ્માતનો ભોગ. ડમ્પર ચાલક અકસ્માત બાદ ફરાર થયો. CCTV ફૂટેજના આધારે પોલીસની તપાસ તેજ. બેદરકાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરાઈ છે.
-
તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભેસ્તાન પોલીસે 6.52 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો
સુરત શહેરના ભેસ્તાન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 6.52 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો છે. ચોરી અને ગુનામાં જપ્ત કરાયેલ કુલ ₹6.52 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપાયો. કાર્યક્રમમાં 1 વાહન, 21 મોબાઇલ ફોન તેમજ સોનાની ચેઇન-વાળી પરત અપાઈ. ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓની હાજરીમાં મુદ્દામાલ હસ્તાંતરણ કરવામાં આવ્યું. મૂળ માલિકોના ચહેરા પર ખુશી જોવા મળી, પોલીસ કામગીરીની પ્રશંસા થઈ. સુરત શહેર પોલીસ દ્વારા લોકોનો વિશ્વાસ મજબૂત કરવાનો પ્રયાસ.
-
પંચમહાલ: ડીઝલના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ચિંતા
પંચમહાલ જિલ્લામાં ડીઝલના ભાવમાં થયેલા વધારાના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે ભાવવધારાનો સીધો બોજ હવે ખેતી પર પડી રહ્યો છે. ખાસ કરીને ટ્રેકટર દ્વારા જમીન ખેડાણના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ જમીન ખેડાણનો ભાવ પ્રતિ કલાક 900થી 1000 રૂપિયા હતો, જે હવે વધીને 1200થી 1500 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ખેડૂતોનું માનવું છે કે ડીઝલ સાથે ખાતર અને બિયારણના વધતા ભાવોના કારણે ખેતીનો ખર્ચ વધુ વધશે અને આર્થિક ભારણ વધી જશે. આગામી વાવણી સીઝન પહેલા જ વધતા ખર્ચને લઈને ખેડૂતોમાં ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
-
સુરતમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ, હીટવેવની આગાહી વચ્ચે પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા
સુરતમાં હાલ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હીટવેવની આગાહી વચ્ચે સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઝૂમાં પ્રાણીઓ માટે પાણીનો સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમજ કુલર અને ઠંડક આપતી અન્ય સુવિધાઓ પણ ગોઠવવામાં આવી છે. શહેરની સરખામણીએ ઝૂનું તાપમાન અંદાજે 2 ડિગ્રી જેટલું ઓછું રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રાણીઓ માટે વોટર ટગમાં ઠંડું પાણી ભરી નાહવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વાઘ, દીપડા, રીંછ સહિત તમામ પ્રાણીઓ માટે ગરમીથી રાહત મળે તે માટે તંત્ર સતર્ક બન્યું છે. ગરમી વચ્ચે પ્રાણીઓ પણ ફૂવારાની મજા માણતા જોવા મળ્યા હતા.
-
18થી 23 મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે-અંબાલાલ પટેલ
ગુજરાતવાસીઓને હવે કાળઝાળ ગરમીમાંથી ટૂંક સમયમાં રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. ખાસ કરીને 18થી 23 મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતાં વાતાવરણમાં પલટો આવશે. આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે. હવામાનમાં બદલાવને લઈને ખેડૂતો અને સામાન્ય લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
-
કચ્છ: સરહદ ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ
કચ્છમાં સરહદ ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. વધારાના કારણે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂપિયા 830 મળશે. નવા ભાવો 16 મેથી અમલમાં આવશે. ઉનાળાની કપરી પરિસ્થિતિ વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી પશુપાલકોને દર મહિને અંદાજે 1 કરોડ રૂપિયાનો વધારાનો લાભ મળશે. સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે દ્વારા આ વધારાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
-
અમદાવાદઃ બલોલનગર બ્રિજ પર અકસ્માતમાં એકનું મોત
અમદાવાદના બલોલનગર બ્રિજ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઇક પરથી કાબૂ ગુમાવતા એક વ્યક્તિનું મોત થયું છે. માહિતી મુજબ બાઇકની ઝડપ અંદાજે 60 કિમી પ્રતિ કલાક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અકસ્માત દરમિયાન માથાના ભાગે પથ્થર વાગતા વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. એક જ સપ્તાહમાં આ બીજી ઘટના બનતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. બ્રિજ પર જાળી અને સુરક્ષા બેરિકેડ ન હોવાના કારણે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
સુરતઃ ડીંડોલી વિસ્તારમાં બાઇકની ચોરી
સુરતના ડીંડોલી વિસ્તારમાં બાઇક ચોરીની ઘટના સામે આવી છે. ડીંડોલીના કાશીબા રેસીડેન્સીમાં શેરીમાંથી બે અજાણ્યા યુવકોએ બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બંને શંકાસ્પદ યુવકો બાઇક ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
-
આવતીકાલથી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આસામ અને પશ્ચિમ બંગાળમાં તાજેતરની જીત બાદ આ તેમનો પ્રથમ ગુજરાત પ્રવાસ રહેશે. આ દરમિયાન તેઓ નવનિયુક્ત કોર્પોરેટરો સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરશે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી અને નારણપુરા વિસ્તારના કોર્પોરેટરો સાથે પણ અમિત શાહ ચર્ચા કરશે. આ મુલાકાતને સંગઠનાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
-
NEET-UGની પરીક્ષાની નવી તારીખ જાહેર
NEET-UG પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે, જેના મુજબ NEET-UG ની પરીક્ષા હવે 21 જૂને યોજાશે. અગાઉ 3 મેના રોજ યોજાયેલી પરીક્ષા પેપર લીકના કારણે રદ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ આશરે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે. જોકે, વિદ્યાર્થીઓ માટે રાહતની વાત એ છે કે ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે અને ઉમેદવારોને ફરીથી પરીક્ષા ફી પણ ચૂકવવી નહીં પડે. NTA દ્વારા આ અંગે સત્તાવાર રીતે નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
-
મોરબીઃ સિરામિક ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી આગ કાબુમાં
મોરબીમાં આવેલી એક સિરામિક ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગ પર ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂ મેળવી લીધો છે. ગોડાઉનમાં પડેલા ખુરશીઓના મોટા જથ્થામાં આગ ભભૂકી ઊઠતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આગનું સ્વરૂપ ગંભીર બનતાં તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ લાખો રૂપિયાના ખુરશીના જથ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે.
-
સુરત મેટ્રોના કોરિડોર-2 પર ટ્રાયલ રનનો ધમાકેદાર પ્રારંભ
-
કેન્દ્ર સરકારે રાતોરાત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો ઝીંક્યો
આખરે દેશવાસીઓને જેનો ભય હતો તે સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે અને કેન્દ્ર સરકારે રાતોરાત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો ઝીંકીને, દેશવાસીઓ પર વધુ એક મોંઘવારીનો બોમ્બ ફોડી નાખ્યો છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસરના ભાગરૂપે કેન્દ્રએ નિર્ણય કર્યો, અને મોડી રાતથી પેટ્રોલ-ડીઝલમાં રૂપિયા 3-3નો વધારો કરી દેવામાં આવ્યો છે. આ વધારા સાથે દિલ્લીમાં પેટ્રોલનો નવો ભાવ રૂપિયા 97ને પાર પહોંચ્યો છે. જ્યારે ડીઝલનો ભાવ વધીને 90ને પાર થયો છે.
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પાંચ દેશોના પ્રવાસની શરૂઆત કરશે. તેઓ સંયુક્ત આરબ અમીરાતમાં પોતાનો પહેલો પ્રવાસ કરશે. યુએઈની તેમની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ પ્રદેશ ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલો છે.
Published On - May 15,2026 7:31 AM
