10 જૂનના મોટા સમાચાર: Navsari: વાવાઝોડાની શક્યતાને લઈ દરિયા કાંઠે તંત્ર એલર્ટ, ત્રણ દિવસ સુધી દરિયાકિનારે જવા પર પ્રતિબંધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 7:54 PM

બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

10 જૂનના મોટા સમાચાર: Navsari: વાવાઝોડાની શક્યતાને લઈ દરિયા કાંઠે તંત્ર એલર્ટ, ત્રણ દિવસ સુધી દરિયાકિનારે જવા પર પ્રતિબંધ
Gujarat latest live news and samachar today 10 June 2023

આજે 10 જુન શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો  બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Jun 2023 07:53 PM (IST)

    મણિપુરમાં શાંતિ અને સ્થિરતા ખૂબ જ જરૂરી છે – સીએમ સરમા

    મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ સાથેની મુલાકાત બાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે મણિપુરમાં શાંતિ અને સ્થિરતા અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજની ચર્ચા દરમિયાન મને જે કંઈ પણ જાણવા મળ્યું, હું આગળની જરૂરી કાર્યવાહી માટે કેન્દ્રીય ગૃહમંત્રીને જાણ કરીશ.

  • 10 Jun 2023 07:00 PM (IST)

    Rajkot: ફરી એકવાર ચડ્ડી બનિયાન ગેંગનો આતંક, 4 કારખાના સહિત 6 સ્થળે 2.17 લાખની રોકડ સહિતની ચોરી,

    Rajkot: ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય થઇ છે. ઔદ્યોગિક વિસ્તારમાં ચડ્ડી બનિયાન ધારી ગેંગ ત્રાટકી છે. એક સાથે ચાર કારખાના સહિત કુલ છ જગ્યાએ ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી અને ચોરીને અંજામ આપ્યો છે. અંદાજે 2.17 લાખની ચોરી કરી ફરાર થયા છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક કારખાનામાંથી 1.80 લાખની ચાંદીની ચોરીને અંજામ અપાયો. ક્રિષ્ના એગ્રોમાંથી 15 હજાર અને ગઢકાના કારખાનામાંથી 22 હજારની ચોરી કરી.

  • 10 Jun 2023 06:28 PM (IST)

    Navsari: વાવાઝોડાની શક્યતાને લઈ દરિયા કાંઠે તંત્ર એલર્ટ, ત્રણ દિવસ સુધી દરિયાકિનારે જવા પર પ્રતિબંધ

    Navsari : સંભવિત બિપોરજોય વાવાઝોડાના સંકટને લઇ નવસારીના દરિયા કાંઠે પણ એલર્ટ અપાયું છે. દાંડી દરિયા કિનારે જિલ્લા વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે. લાયઝનિંગ ઓફિસરો મુકીને દરિયાની સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે. તો તમામ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપી બોટને દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે. સાથે સાથે દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકાયો છે. સહેલાણીઓ માટે ત્રણ દિવસ સુધી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાલ વાવાઝોડાની અસરને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે.

  • 10 Jun 2023 06:00 PM (IST)

    અમદાવાદ રેલવે પોલીસ અને DRIની કાર્યવાહી, સૌરાષ્ટ્ર મેઈલમાંથી મળી આવ્યો 3 થી 4 કરોડનો બેનામી મુદ્દામાલ

    અમદાવાદ રેલવે પોલીસ અને DRIની મોટી કાર્યવાહી સામે આવી છે. સૌરાષ્ટ્ર મેઈલમાંથી બેનામી મુદ્દામાલ મળી આવ્યો છે. 3 થી 4 કરોડનો બેનામી મુદ્દામાલ મળી આવત પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. મહત્વનુ છે કે 34થી 40 લાખની રોકડ રકમ મળી આવી છે. જેમાં બે હજારની નોટ પણ મળી હોવાનું સામે આવ્યું છે.

  • 10 Jun 2023 05:39 PM (IST)

    Navsari: વાવાઝોડાની શક્યતાને લઈ દરિયા કાંઠે તંત્ર એલર્ટ, ત્રણ દિવસ સુધી દરિયાકિનારે જવા પર પ્રતિબંધ

    Navsari : સંભવિત બિપોરજોય વાવાઝોડાના સંકટને લઇ નવસારીના દરિયા કાંઠે પણ એલર્ટ અપાયું છે. દાંડી દરિયા કિનારે જિલ્લા વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે. લાયઝનિંગ ઓફિસરો મુકીને દરિયાની સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે. તો તમામ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપી બોટને દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે. સાથે સાથે દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકાયો છે. સહેલાણીઓ માટે ત્રણ દિવસ સુધી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાલ વાવાઝોડાની અસરને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે.

  • 10 Jun 2023 05:10 PM (IST)

    જાફરાબાદનો દરિયો બન્યો તોફાની, દરિયા કાંઠે પવનની ગતિમાં વધારો

    Amreli: જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે. લાઈટ હાઉસ વિસ્તારમાં દરિયામાં કરંટ સાથે 15 ફૂટ જેટલા ઊંચા મોજાની શરૂઆત થઈ છે. દરિયા કાંઠે પવનની ગતિમાં પણ વધારો થયો છે. સાંજ સુધીમાં સિગ્નલમાં ફેરફાર થાય તેવી શક્યતા છે. જાફરાબાદના દરિયામાં હાઇ ટાઈટનો માહોલ પણ સર્જાયો છે.

    અમરેલી જિલ્લામાં પણ બિપોરજોય વાવાઝોડાને સંકટને પગલે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ એક્શન મોડમાં આવી છે. પોરબંદરથી જાફરાબાદ દરિયાઇ સીમા પર કોસ્ટગાર્ડની ટીમે હવાઇ નિરીક્ષણ શરૂ કર્યું છે. દરિયામાં માછીમારો માછીમારી કરવા ન જાય તે માટે કોસ્ટગાર્ડની ટીમ ખાનગી રાહે પેટ્રોલિંગ કરી રહી છે. એટલું જ નહીં જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર પણ કોસ્ટગાર્ડની ટીમ હવાઇ નિરીક્ષણ કરી રહી છે. બિપોરજોય વાવાઝોડું હવે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. જો આજ દિશામાં વાવાઝોડું આગળ વધતું રહે તો ગુજરાત તરફ આવી શકે.

  • 10 Jun 2023 04:57 PM (IST)

    Vadodara: SOGએ કરી મોટી કાર્યવાહી, સાવલીમાંથી રુપિયા 68 લાખની કિંમતનો પોષડોડાનો જથ્થો ઝડપાયો

    Vadodara : વડોદરા ગ્રામ્ય SOGને ચોક્કસ માહિતી મળી હતી કે વડોદરા ગ્રામ્યની હદમાં આવતા હાઇવે ઉપરથી પોષડોડાનો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે ગઇકાલે રાત્રે વોચ ગોઠવવામાં આવી હતી. નશાકારક પદાર્થો અને અફીણ બનાવવા માટે આ પોષડોડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે બાતમીના આધારે પોષડોડાનો આ જંગી જથ્થો એક ટ્રકમાંથી ઝડપાયો છે. વડોદરાના મંજુસરના વેમાલી બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી ટ્રક હતી. અંદાજે 68 લાખની કિંમતનો આ જથ્થો માનવામાં આવી રહ્યો છે.

  • 10 Jun 2023 03:58 PM (IST)

    વાવાઝોડાને લઈ સરકાર એલર્ટ, પ્રધાન મુકેશ પટેલ અધિકારીઓ સાથે સુવાલી ગામની મુલાકાતે પહોંચ્યા

    બિપોરજોય વાવાઝોડા (Biporjoy cyclone) ની સંભાવનાને પગલે સરકાર એલર્ટ મોડમાં છે, રાજ્યના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં તંત્રને ખડેપગે કરવામાં આવ્યુ છે. પ્રધાન મુકેશ પટેલ સુરતના સુવાલી ગામની મુલાકાત લીધી હતી. તેઓએ મુલાકાત દરમિયાન સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અહીં જિલ્લા વિકાસ અધિકારી સહિતના સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુલાકાત લઈને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી હતી. મુકેશ પટેલ દ્વારા વિસ્તારમાં લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરી હતી. સહેલાણીઓને પણ બીચના વિસ્તારમાં નહીં જવા દેવા માટે થઈને નિયંત્રણ કરવામાં આવ્યુ હતુ.

  • 10 Jun 2023 03:29 PM (IST)

    અજિત પવારે નવા પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા

    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારે તેમના ટ્વીટમાં જણાવ્યું હતું કે શ્રી શરદ પવારના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), જે તેના રજત જયંતિ વર્ષની ઉજવણી કરી રહી છે, દેશ અને રાજ્ય તેના માટે અમૂલ્ય યોગદાન આપશે. વિકાસ પક્ષના દરેક કાર્યકર અને પદાધિકારી આ દિશામાં કામ કરશે તેવી અપેક્ષા છે. તમામ નવા ચૂંટાયેલા હોદ્દેદારોને ફરી એકવાર અભિનંદન.

  • 10 Jun 2023 02:21 PM (IST)

    લુધિયાણા: લૂંટારાઓએ 7 કરોડની લૂંટ કરી

    લુધિયાણામાં કરોડોની લૂંટના મામલામાં પોલીસ કમિશનર લુધિયાણા મનદીપ સિંહ સિદ્ધુએ જણાવ્યું કે લગભગ 7 કરોડની લૂંટ કરીને લૂંટારુઓ ભાગી ગયા છે. લૂંટારાઓમાં નવ લોકો સામેલ હતા અને કદાચ તેમની સાથે એક મહિલા પણ હતી. પોલીસે લુધિયાણાથી 20 કિમી દૂર મુલ્લાનપુર ગામમાં ખાલી વાન કબજે કરી છે. વાનમાંથી તીક્ષ્ણ હથિયાર અને બે પિસ્તોલ પણ મળી આવી છે.

  • 10 Jun 2023 01:59 PM (IST)

    મણિપુરની ઘટના બાદ શાંતિ સમિતિની રચના કરવામાં આવી

    કેન્દ્ર સરકારે મણિપુરમાં મણિપુરના રાજ્યપાલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની રચના કરી છે. મુખ્યમંત્રી, રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અનેક રાજકીય પક્ષોના નેતાઓને શાંતિ સમિતિના સભ્ય તરીકે રાખવામાં આવ્યા છે. આ સમિતિમાં નિવૃત્ત અમલદારો, શિક્ષણવિદો, સાહિત્યકારો, કલાકારો, સામાજિક કાર્યકરો અને વિવિધ વંશીય જૂથોના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

  • 10 Jun 2023 01:36 PM (IST)

    સાંબા સેક્ટરમાંથી જૂની એન્ટી ટેન્ક મળી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

    જમ્મુ અને કાશ્મીરના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક કૃષિ ક્ષેત્રમાંથી જૂની અને કાટ લાગી ગયેલી એન્ટી ટેન્ક માઈન મળી આવી છે. સુરક્ષા દળો ત્યાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

  • 10 Jun 2023 01:28 PM (IST)

    Gujarat News Live: શરદ પવારની મોટી જાહેરાત, પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલે NCPના નવા કાર્યકારી પ્રમુખ

    NCPના કાર્યકારી પ્રમુખ તરીકે પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલેની પસંદગી કરવામાં આવી છે. એનસીપી પ્રમુખ શરદ પવારે આ જાહેરાત કરી છે. પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલે એનસીપીના કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. બંનેને અલગ-અલગ રાજ્યોની જવાબદારી પણ સોંપવામાં આવશે.

  • 10 Jun 2023 01:00 PM (IST)

    Cyclone Biparjoy : સુરતના સુવાલી બીચના દરિયામાં કરંટ દેખાયો, ચારથી પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

    Cyclone Biparjoy જેમ જેમ દરિયા કિનારાની નજીક આવી રહ્યું છે. તેમ તેની અસર પણ દેખાઈ રહી છે. દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે. સુરત (Surat) સુવાલી બીચ પર ચારથી પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ત્રણ દિવસ માટે સુવાલી અને ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને સુરત જિલ્લાના કાંઠા વિસ્તારના 42 ગામોને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે.

    બીચ પર પોલીસ કાફલો ગોઠવાયો

    ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવિત Cyclone Biparjoy ત્રાટકવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરએ આદેશ કર્યો છે.

  • 10 Jun 2023 11:28 AM (IST)

    Gujarat News Live: ઓડિશામાં વધુ એક અકસ્માત, બાલાસોરમાં રેલવે સ્ટેશન નજીક માલગાડીમાં આગ લાગી

    ટ્રેન સાથેના અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ઓડિશાના બાલાસોરમાં રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનમાં આગ લાગી હતી. જો કે આગનું કારણ જાણી શકાયું નથી, પરંતુ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

  • 10 Jun 2023 11:07 AM (IST)

    Cyclone Biparjoy ની અસરના કારણે ગિરનારમાં રોપવે બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે શરૂ કરાશે

    જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની રોપ-વે (Rope Way) સેવા  બંધ રાખવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે.  Cyclone Biparjoy ની અસરના કારણે ખૂબ જ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.

    પવનની ગતિ ધીમી પડ્યા બાદ રોપ-વે કરાશે શરૂ

    સતત દિશા બદલી રહેલા બિપોરજોય વાવાઝોડાએ હવે ગુજરાતની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાઇ રહી છે.  જૂનાગઢમાં  વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સાથે જ ખૂબ જ તેજ ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે ભારે પવન ફૂંકાવાને પગલે રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરી ક્યારે રોપ વે સેવા શરુ થશે, તેની કોઈ જ જાણકારી ન હોવાથી શ્રદ્ધાળુઓને રોપ વે સેવા શરુ થવાની રાહ જોવી કે નહીં તેની દુવિધામાં મુકાયા છે તો ઘણા લોકો ગિરનાર પર્વત સુધી આવીને પરત ફર્યા હતા.

  • 10 Jun 2023 10:34 AM (IST)

    Gujarat News Live: રથયાત્રા પહેલા ગુજરાત ATSનું મોટું ઓપરેશન, ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા 1 મહિલા સહિત 4 લોકોની અટકાયત

    આતંકવાદી સંગઠન (terrorist organization) ISKP સાથે સંપર્ક ધરાવતી મહિલાને ATSએ સુરતથી ઝડપી લીધી છે. એટીએસ દ્વારા સુરત પોલીસની (Surat police )મદદથી લાલગેટ વિસ્તારમાંથી સુમેરા નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે. જે પછી મહિલાને પોરબંદર લઈ જવાઈ છે.

    મળતી માહિતી પ્રમાણે મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે. મહિલાના પરિવારના એક સભ્ય સરકારી કર્મચારી પણ છે. ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા 3ની અટકાયત કરાઇ હતી. જેમની પૂછપરામાં સુરતની આ મહિલાના નામનો ખુલાસો થયો હતો.

  • 10 Jun 2023 09:51 AM (IST)

    Ahmedabad : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નહીં મરે, 3000 કરોડનું ફુલેકુ ફેરવનાર દંપતીની ધરપકડ

    અમદાવાદમાં રોકાણકારોને ઉંચુ વ્યાજ આપવાની લાલચે કરોડોનું ફુલેકુ(Fraud)  ફેરવનાર કૌભાંડી દંપતીની સીઆઈડી ક્રાઈમના(CID Crime)  આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામા આવી છે. છેલ્લા 5 વર્ષથી 3000 કરોડ થઈ વધુનું કૌભાંડ આચરી ફરાર થયેલા દંપતિની લખનઉથી ધરપકડ કરવામા આવી છે..જોકે આ ગુનાના અન્ય 5 આરોપી ફરાર છે..જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

    સીઆઇડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી

    વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર લિમિટેડ ના નામે ગુજરાત સહિત દેશભરમાં 650થી વધુ બ્રાન્ચ ખોલી 12 થી 18 ટકા નફો આપવાની લાલચે રોકાણ કરાવી 3000 કરોડનું ફુલેકું ફેરવનાર મુખ્ય આરોપી ઠગ દંપતીની ધરપકડ કરવામાં આવી છે.સીઆઇડી ક્રાઇમ ના આર્થિક ગુના નિવારણ શાખા છેલ્લા પાંચ વર્ષથી ફરાર મનોજકુમાર લક્ષ્મીચંદ ચાંદ અને તેની પત્ની બંધના ચાંદ ની શોધખોળ કરતી હતી.

  • 10 Jun 2023 09:29 AM (IST)

    આતંકવાદી સંગઠન ISKP સાથે સંપર્ક ધરાવતી મહિલાને ATSએ સુરતથી ઝડપી, મહિલાને પોરબંદર લઈ જવાઈ

    આતંકવાદી સંગઠન (terrorist organization) ISKP સાથે સંપર્ક ધરાવતી મહિલાને ATSએ સુરતથી ઝડપી લીધી છે. એટીએસ દ્વારા સુરત પોલીસની (Surat police )મદદથી લાલગેટ વિસ્તારમાંથી સુમેરા નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે. જે પછી મહિલાને પોરબંદર લઈ જવાઈ છે.

    મળતી માહિતી પ્રમાણે મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે. મહિલાના પરિવારના એક સભ્ય સરકારી કર્મચારી પણ છે. ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા 3ની અટકાયત કરાઇ હતી. જેમની પૂછપરામાં સુરતની આ મહિલાના નામનો ખુલાસો થયો હતો.

  • 10 Jun 2023 09:16 AM (IST)

    પોરબંદરમાં ATSએ 4 શખ્સોની કરી ધરપકડ,આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાંઠગાઠ હોવાનું ખુલ્યુ

    પોરબંદરમાં ATSએ સફળતાપૂર્વક પાર પાડ્યુ છે. ATSએ 4 શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સોનું આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન (International terrorist group) સાથે સાંઠગાઠ હોવાનું ખુલ્યુ છે. ATSના ડીઆઇજી દિપેન ભદ્રન (Dipen Bhadran) સહિતના અધિકારીઓના ગઇકાલથી પોરબંદરમાં હતા.

    SOG ઓફિસે અધિકારીઓની ગાડીનો કાફલો પહોંચ્યો હતો

    પોરબંદમાં ગુજરાત ATSએ ગઇકાલથી ધામા નાખ્યા છે. ગુજરાત ATSના IG દીપેન ભદ્રન સહિતના અધિકારીઓનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત ઓપરેશનમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે SOG ઓફિસે અધિકારીઓની ગાડીનો કાફલો પહોંચ્યો હતો.

  • 10 Jun 2023 08:37 AM (IST)

    Manipur Violence: હિંસા બાદ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન, 11763 દારૂગોળા અને 800થી વધુ હથિયારો જપ્ત

    કેટલાક દિવસોથી હિંસાની આગમાં સપડાયેલા મણિપુરમાં સુરક્ષા દળો હજુ પણ એલર્ટ મોડમાં છે. આવી કોઈ ઘટના ફરી ન બને તે માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સુરક્ષા દળો હવે હિંસા દરમિયાન ટોળા દ્વારા ચોરી કરાયેલા હથિયારોની શોધ કરી રહ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 11,763 દારૂગોળો, 896 હથિયારો અને 200 બોમ્બ જપ્ત કર્યા છે. રાજ્ય સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે આ અંગે માહિતી આપી છે.

  • 10 Jun 2023 07:56 AM (IST)

    Rathyatra 2023 : અમદાવાદ રથયાત્રા પૂર્વે કોર્પોરેશનની કાર્યવાહી, રુટ પરના 5 ભયજનક મકાનો તોડી પડાયા

    અમદાવાદ (Ahmedabad)  શહેરમાં 20 જૂનના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની(Lord Jagannath)  રથયાત્રાને (Rathyatra) લઇને પોલીસ અને કોર્પોરેશન તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં રથયાત્રા અગાઉ અમદાવાદ કોર્પોરેશન રુટ પરના ભયજનક મકાનોને લઇને સતર્ક બન્યું છે. જેમાં જર્જરિત મકાનોની મનપા દ્વારા ઓળખ કરવામાં આવી છે. આ 14 કિલોમીટરના રૂટ પર 287 કરતા વધુ મકાનો જર્જરિત સ્થિતિમાં છે. આ 287 પૈકી 180 મકાનો ખાડીયા વોર્ડમાં આવ્યા છે. તો બીજી તરફ દરિયાપુરમાં 84 મકાનો જર્જરિત સ્થિતિમાં છે.

  • 10 Jun 2023 07:33 AM (IST)

    Madhya Pradesh Politics: શું વિધાનસભાની ચૂંટણી મહિલાઓ પર કેન્દ્રિત થશે? જાણો પ્રિયંકા ગાંધીની જબલપુર મુલાકાત પાછળનું કારણ

    મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આડે માત્ર 6 મહિના બાકી છે. તમને આ સમય કદાચ વધુ લાગશે, પરંતુ તેનાથી રાજકારણીઓના હૃદયના ધબકારા વધી ગયા છે. રાજકીય પક્ષો અને તેમના દિગ્ગજ નેતાઓ પણ વ્યૂહરચના નક્કી કરવામાં વ્યસ્ત છે. આ ક્રમમાં કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા પ્રિયંકા ગાંધીની જબલપુર મુલાકાતની વાત કરવામાં આવી છે.

    12 નવેમ્બરે જબલપુરમાં એક સભાને પણ સંબોધિત કરશે

    પ્રિયંકા ગાંધી 12 નવેમ્બરે જબલપુરમાં હશે. આ દરમિયાન તે એક સભાને પણ સંબોધિત કરશે. અગાઉ જ્યારે આ કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો હતો ત્યારે બેઠકનું કોઈ આયોજન નહોતું, પરંતુ હવે જ્યારે સમય માંગે છે ત્યારે બેઠક યોજવી પડી છે. પ્રિયંકાની બેઠક પાછળ રાજકીય નિષ્ણાતોની દલીલ છે કે કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની ‘મામા’ છબી પર હુમલો કરવાની યોજના બનાવી રહી છે. કોંગ્રેસની નારી સન્માન યોજના આ માટે હથિયાર બનશે. આગામી દિવસોમાં મધ્યપ્રદેશના દરેક કોંગ્રેસી નેતાઓના હોઠ પર આ હથિયાર જોવા મળશે.

  • 10 Jun 2023 07:13 AM (IST)

    હવામાન વિભાગની આગાહી, ચક્રવાતી તોફાન બિપોરજોય ઝડપથી ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે

    હવામાન વિભાગે ચક્રવાતી તોફાન બિપોરજોય આગામી 24 કલાકમાં વધુ ગંભીર બનવાની ચેતવણી જાહેર કરી છે. IMDએ કહ્યું કે આ તોફાન આગામી થોડા કલાકોમાં ઉત્તર-પૂર્વ તરફ ઝડપથી આગળ વધી શકે છે.

  • 10 Jun 2023 06:51 AM (IST)

    Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, મોદી સરકારના 9 વર્ષ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)  10 જૂનથી બે દિવસના ગુજરાત(Gujarat) પ્રવાસે  છે. જે દરમ્યાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર અને સિધ્ધપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્ર સરકારના 9 વર્ષ ઉજવણી અને સંગઠન પર્વના કાર્યક્રમમાં હાજરી આપશે.

    ગુજરાતમાં  શનિવારથી ભાજપના  જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી. નડ્ડા અલગ અલગ જગ્યાએ જનસભાને સંબોધશે.પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર પણ જનસભા કરવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ઠ નાગરિક સંપર્ક પ્રબુદ્ધ સંમેલન થશે. જેમાં વિકાસ કાર્યો સાથે ફરી લોકો સુધી પહોંચી લોકો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવશે. ઉપરાંત વિધાનસભા લેવલ પર અલગ અલગ સંમેલનનું આયોજન કરાશે.

  • 10 Jun 2023 06:34 AM (IST)

    Gujarat News Live: ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર શરૂ, આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે

    Cyclone Biparjoy : ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર શરૂ થઈ છે. જેના પગલે આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે.

Published On - Jun 10,2023 6:33 AM

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">