AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આતંકવાદી સંગઠન ISKP સાથે સંપર્ક ધરાવતી મહિલાને ATSએ સુરતથી ઝડપી, મહિલાને પોરબંદર લઈ જવાઈ,જૂઓ Video

એટીએસ દ્વારા પોલીસની મદદથી લાલગેટ વિસ્તારમાંથી સુમેરા નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે. જે પછી મહિલાને પોરબંદર લઈ જવાઈ છે.

Breaking News : આતંકવાદી સંગઠન ISKP સાથે સંપર્ક ધરાવતી મહિલાને ATSએ સુરતથી ઝડપી, મહિલાને પોરબંદર લઈ જવાઈ,જૂઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 11:17 AM
Share

Surat :  આતંકવાદી સંગઠન (terrorist organization) ISKP સાથે સંપર્ક ધરાવતી મહિલાને ATSએ સુરતથી ઝડપી લીધી છે. એટીએસ દ્વારા સુરત પોલીસની (Surat police )મદદથી લાલગેટ વિસ્તારમાંથી સુમેરા નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે. જે પછી મહિલાને પોરબંદર લઈ જવાઈ છે.

મળતી માહિતી પ્રમાણે મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે. મહિલાના પરિવારના એક સભ્ય સરકારી કર્મચારી પણ છે. ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા 3ની અટકાયત કરાઇ હતી. જેમની પૂછપરામાં સુરતની આ મહિલાના નામનો ખુલાસો થયો હતો.

ત્યારબાદ આ મહિલાની અટકાયત કરીને તેને પોરબંદર લઇ જવામાં આવી છે. મહિલા સુમેરા પાસેપી ચાર મોબાઇલ પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. અઢી વર્ષ પહેલાં આ મહિલાના છુટાછેડા થઈ ગયા હતા. જે પછી તે પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે. તેને સંતાનમાં બે બાળકો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તે પહેલાં ઈરાન ત્યાંથી અફઘાનિસ્તાનમાં જવાની પેરવીમાં હતી. આ પ્રદેશોમાં તાલીમ મેળવીને પરત આવી ભારતમાં કે અન્ય દેશોમાં કોઈ કામ કરવાની શક્યતા હોવાની  માહિતી છે.

મળતી માહિતી અનુસાર, પોલીસે પોરબંદર, કચ્છ, સુરત અને શ્રીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોરબંદરથી ત્રણ શખ્સો, જ્યારે કે સુરતથી એક મહિલાની અટકાયત કરી છે. એટલું જ નહિં શ્રીનગરથી પણ એકની અટકાયત કરવામાં આવી છે. આ તમામની પૂછપરછ કરી તો ખુલાસો થયો કે, આ આરોપીઓ પાકિસ્તાની કનેક્શન ધરાવે છે. મહત્વનું છે કે, છેલ્લા 8 મહિનાથી આ ગતિવિધિ પર ગુજરાત ATSની ટીમની નજર હતી. આ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપીઓ ગુજરાતની માહિતી ISISના આતંકીઓ સુધી પહોંચાડતા હતા.

શું છે ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન?

  • આતંકી સંગઠન ISISનું સહયોગી સંગઠન છે IS ખુરાસાન
  • પ્રાચિન સમયનું મધ્ય એશિયાનું ઐતિહાસિક ક્ષેત્ર છે ખુરાસાન
  • ખુરાસાનને ફારસી ભાષામાં ખુરાસાન-એ-કહન પણ કહેવાય છે
  • અફગાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝેબેકિસ્તાન, પૂર્વ ઇરાન જેવા દેશ પ્રાચિન ખુરાસાનના હતા ભાગ
  • IS ખુરાસાને એક પુસ્કતમાં પોતાને ઇસ્લામના રક્ષક તરીકે આપી ઓળખ
  • IS ખુરાસાને દાવો કર્યો છે કે, તે ઇસ્લામનું અસ્તિત્વ બચાવશે
  • ISISની સાથે મળીને અનેક આતંકી ઘટનાઓને આપ્યા છે અંજામ
  • અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટમાં કર્યા હતા બોમ્બ બ્લાસ્ટ

પોરબંદરમાં ગુજરાત ATSએ ગઇકાલથી ધામા નાખ્યા છે. ગુજરાત ATSના IG દીપેન ભદ્રન સહિતના અધિકારીઓનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત ઓપરેશનમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે SOG ઓફિસે અધિકારીઓની ગાડીનો કાફલો પહોંચ્યો હતો.

બે દિવસ પહેલા દ્વારકામાં થઇ હતી તપાસ

બે દિવસ પહેલા એટીએસની ટીમે દ્વારકાના દરિયામાં તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ગઇકાલે વહેલી સવારથી ATSની ટીમે પોરબંદરમાં ધામા નાખી દરિયો ખૂંદી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ATS ની ટીમે ડગ્સનો મોટો જથ્થો લોકેટ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ગુપ્ત ઓપરેશનમાં IG સહિતના અધિકારીઓ પહોંચ્યા પોરબંદર હતા.

વિદેશી નાગરિક સહિત ચાર લોકોની અટકાયત

ATS ના DIG દીપન ભદ્રન, SP સુનિલ જોષી, DYSP કે કે પટેલ, DYSP શંકર ચૉધરી સહિતના અધિકારીઓ અને તેઓના તાબાના ચુનંદા અધિકારીઓનો સ્ટાફ પોરબંદરમાં પહોંચ્યો હતો. ATSની વિશેષ ટિમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ ઓપરેશન માટે સક્રિય હતી. ત્યારે આતંકી સંગઠન સાથે સંકળાયેલા વિદેશી નાગરિક સહિત ચાર લોકોની અટકાયત ATS દ્વારા કરવામાં આવી છે. વિદેશી નાગરિક સાથે સંકળાયેલી તમામ સ્થાનિક વ્યક્તિઓ અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">