09 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદનાં ઢાલગરવાડની પોળમાં મકાન ધરાશાયી, મકાનનાં કાટમાળમાં એક વ્યક્તિ દબાયો
આજે 09 નવેમ્બરના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
વલસાડ: બાળકીને માર મારવાનો વીડિયો વાયરલ
- વલસાડ: બાળકીને માર મારવાનો વીડિયો વાયરલ
- ઘરકામ કરતી મહિલાએ બાળકીને માર્યો માર
- માસૂમ બાળકીને માર મારવાની ઘટના CCTV કેમેરામાં કેદ
- ડૉકટર દંપતીના ઘરે ઘરકામ કરતી મહિલાએ બાળકીને માર માર્યો
- મહિલાએ માસૂમ બાળકીની પીઠ ઉપર મૂક્યો પગ
- બીજાના ભરોસે બાળકને છોડતા માતા-પિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
- બાળકીના શરીર પર વારંવાર ઇજાઓ થતા દંપતીને થઈ હતી શંકા
- ડૉક્ટર દંપતીને શંકા જતાં CCTV તપાસતા સમગ્ર ઘટના સામે આવી
- બાળકીના માતા-પિતાએ મહિલા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
-
ગાંધીનગરના યુવકે એક કલાકમાં 722 પુશઅપ કરી પાકિસ્તાનનો રેકોર્ડ કર્યો ધ્વસ્ત
ગાંધીનગરના યુવકે 27 કિલો 800 ગ્રામ વજન સાથે માત્ર એક કલાકમાં એક પગે 722 પુશઅપ કરીને ઈતિહાસ રચ્યો હતો. ખાસ વાત એ છે આ યુવકે પાકિસ્તાની યુવકની ચેલેન્જને સ્વીકારી પાકિસ્તાનનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો અને ગિનીસ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો.
ભારતીય પુશઅપ મેન રોહતાસ ચૌધરીએ ઈતિહાસ સર્જ્યો છે. પાકિસ્તાની યુવકે દિલ્લીના રોહતાસ ચૌધરીને સોશિયલ મીડિયા પર તેનો રેકોર્ડ તોડવા માટે ચેલેન્જ આપી હતી અને બોડી બિલ્ડર રોહતાસ ચૌધરીએ આ પડકારને સ્વિકાર્યો હતો. ગાંધીનગરના ટાઉનહોલ ખાતે રોહતાસ ચૌધરીએ 27 કિલો 800 ગ્રામ વજન સાથે માત્ર એક કલાકમાં એક પગે 722 પુશઅપ કરીને પાકિસ્તાનનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો.
-
-
બનાસકાંઠા: ત્રિશુળિયા ઘાટ પર ખાનગી બસનો અકસ્માત
- બનાસકાંઠાના ત્રિશુળિયા ઘાટ પર ખાનગી બસનો અકસ્માત
- ખાનગી બસની બ્રેક ફેઇલ થતા પલટી, 20થી વધુ ઘાયલ
- બસ પલટી ખાતા અન્ય 4 વાહનોને લીધા અડફેટે
- બસે 2 કાર અને 2 બાઇકને અડફેટે લીધા
- બંને કારમાં સવાર 6 લોકો થયા ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્ત 6 લોકોને પાલનપુર રિફર કરાયા
- એક જ માસમાં બસ પલટી થવાની બીજી ઘટના
-
ચીફ જસ્ટીસ ચંદ્રચૂડના નામે યુવકને 34 કલાક ડિજિટલ અરેસ્ટ કરી લાખો રુપિયા પડાવ્યા
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ એરેસ્ટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વાર વડોદરામાં સાયબર ગુનેગારોએ હદ વટાવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચૂડના નામે ડિજિટલ એરેસ્ટ કર્યું હોવાની ઘટના સામે આવી છે. 250 કરોડનો યુવાન પર મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહી રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
રાત્રે 2 વાગ્યે પણ યુવકને લાઈટો ચાલુ રાખી સુવા જણાવ્યું હતુ. બપોરે 12 વાગ્યાથી બીજા દિવસે રાત્રે 10 વાગ્યા સુધી એરેસ્ટ રાખ્યા હતા. યુવાનને 34 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 1.65 લાખ રુપિયા પડાવ્યા છે. આ સાથે જ સાયબર ગુનેગારોએ પીડિતને કોઈને જાણ ન કરવા માટે જણાવ્યુ હતું. કોઈને જાણ કરશો તો 3 વર્ષની જેલ થશે તેવી ધમકી આપી હતી.
-
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ફોર્મ ચકાસણીને લઈ મોટા સમાચાર
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ફોર્મ ચકાસણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સહકાર પેનલ દ્વારા સંસ્કાર પેનલના 7 ફોર્મ સામે વાંધો રજૂ કરાયો. વાંધા અંગે વાગ્યે ચૂંટણી અધિકારી સૂનાવણી હાથ ધરાશે.એક ટેકેદાર એક જ ફોર્મના સહી કરી શકે એ અંગે વાંધો રજૂ કરાયો.
-
-
પોરબંદરઃ બંદર પર જહાજના કેપ્ટનનો જીવ બચાવાયો
પોરબંદરઃ બંદર પર જહાજના કેપ્ટનનો જીવ બચાવાયો. એમ.ટી. નિખલ સિલ્વર નામનું શીપ કંડલા બંદરથી કૂજેરા બંદર જવા રવાના થયું હતું. તાત્કાલિક સારવારની જરૂર માટે SOSનો એક મેસેજ આવ્યો હતો. તાત્કાલિક અસરથી શીપને મંજૂરી આપી પોરબંદર ડાઈવર્ટ કરવામાં આવી હતી. પોરબંદરમાં ટગ રવાના કરી બીમાર કેપ્ટનને સફળતાપૂર્વક ઉતારીને સારવાર અપાઈ.
-
વડોદરા: સાઢાસાલ ગામે જ્વેલર્સની દુકાનમાં ચોરી
વડોદરા: સાઢાસાલ ગામે જ્વેલર્સની દુકાનમાં ચોરી થઇ. મોડી રાત્રે 7થી 8 બુકાનીધારોએ ચોરીને અંજામ આપ્યો. સોના-ચાંદીના દાગીના અને 7 હજારથી રોકડ રકમની ચોરી થઇ. દુકાનના માલિકે બૂમાબૂમ કરતા કાર લઈને થયા ફરાર. સમગ્ર ઘટના દુકાનના CCTVમાં કેદ થઇ.
-
નવસારીઃ ગણદેવીના દેવસર નજીક ગોડાઉનમાં આગ
નવસારીઃ ગણદેવીના દેવસર નજીક ગોડાઉનમાં આગ લાગી છે. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગતા ત્રણના મોતની આશંકા છે. 4 લોકોને સારવાર માટે ખસેડાયા છે. કેમિકલના બેરલ ટ્રકમાંથી ખાલી કરતા સમયે લાગી આગ હતી. નવસારીમાં ફાયરનો મેજર કોલ જાહેર કરાયો. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ગોડાઉનમાં કામ કરતાં લોકો ફસાયા છે. બીલીમોરા, ગણદેવી, નવસારી, ચીખલીથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવાઈ.
-
પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ, 22 લોકોના મોત
પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશનમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં 22 લોકોના મોત થયા છે. તો અનેક લોકોના ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે.
-
અમરેલી: મંદિરમાંથી આખી દાન પેટીની જ ઉઠાંતરી
અમરેલી: મંદિરમાંથી આખી દાન પેટીની જ ઉઠાંતરી થઇ. રાજુલાના ચોત્રા ગામ નજીક મોમાઈ માતાના મંદિરે તસ્કરો ત્રાટક્યા. રાત્રિના સમયે આખી દાન પેટી જ ઉઠાવી તસ્કરો ફરાર થયા. ચોરીનો સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થયો છે.
-
સિકંદરાબાદ-શાલીમાર એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા
પશ્ચિમ બંગાળના કોલકાતાના નાલપુરમાં આજે સવારે ટ્રેન અકસ્માત થયો હતો. સિકંદરાબાદથી શાલીમાર જતી એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયા છે. માહિતી મળતા જ રેલ્વે અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમ આવી પહોંચી હતી. આ અકસ્માત સવારે સાડા છ વાગ્યાની આસપાસ બન્યો હતો.
-
ડાંગઃ દેવીનામાળમાં યુવતીની છેડતી કેસમાં 4 પકડાયા
ડાંગઃ દેવીનામાળમાં યુવતીની છેડતી કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી. કુલ 9 આરોપી સામે ફરિયાદ નોંધાઇ હતી. ભાઇ સાથે ફરવા ગયેલી યુવતીની આરોપીઓએ છેડતી કરી હતી. આરોપી પોલીસ કોન્સ્ટેબલ હજુ ફરાર છે.
-
બનાસકાંઠાઃ અંબાજીમાં સામુહિક દુષ્કર્મનો કેસ
બનાસકાંઠાઃ અંબાજીમાં સામુહિક દુષ્કર્મ કેસમાં તમામ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આરોપી લાલા પરમારના પોલીસે પોસ્ટર લગાવ્યા. અંબાજીમાં જાહેર સ્થળે પર આરોપીના પોસ્ટર લગાવ્યા.
-
નર્મદા: શાળાનો આચાર્ય 8 હજારની લાંચ લેતા ઝડપાયો
નર્મદા: શાળાનો આચાર્ય 8 હજારની લાંચ લેતા ઝડપાયો. ACBએ ગરૂડેશ્વરના ફુલવાડી આશ્રમ શાળાના આચાર્યને ઝડપ્યો. ઉચ્ચતર પગાર સુધારો, એરિયર્સ મંજૂર થતા લાંચ માગી હતી. આચાર્યએ ફરિયાદી પાસેથી 12 હજારની લાંચની માગ કરી હતી. ફરિયાદીએ જાણ કરતા ACBએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપ્યો.
Published On - Nov 09,2024 7:38 AM