9 જુલાઈના મહત્વના સમાચાર : વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં, ગુજરાત હાઈકોર્ટે પૂર્વ મ્યુ. કમિશનર વિનોદ રાવ અને એચ એસ પટેલ સામે શિક્ષાત્મક પગલાં ભરવા કર્યો આદેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2024 | 7:17 AM

Gujarat Live Updates : આજ 9 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

9 જુલાઈના મહત્વના સમાચાર : વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં, ગુજરાત હાઈકોર્ટે પૂર્વ મ્યુ. કમિશનર વિનોદ રાવ અને એચ એસ પટેલ સામે શિક્ષાત્મક પગલાં ભરવા કર્યો આદેશ

PM મોદી રશિયાના 2 દિવસીય પ્રવાસે છે. પુતિને PM મોદીને ભેટીને સ્વાગત કર્યુ હતુ. આજે 22મા રશિયા ભારત વાર્ષિક શિખર સંમેલનમાં PM મોદી સંબોધન કરશે.  જમ્મુમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો થયો છે. કઠુઆમાં સર્ચ દરમિયાન આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. 5 જવાન શહીદ થયા છે. મુંબઇમાં આભ ફાટ્યું છે, માયાનગરીમાં જળબંબાકારની સ્થિતિ છે. 12 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયા છે, તો 50થી વધુ ફ્લાઇટ રદ થઇ છે. માર્ચ અને મેમાં થયેલા કમોસમી વરસાદથી ખેત નુકસાનીની સહાયની જાહેરાત કરવામાં આવી છે. 4 જિલ્લાના 9,674 ખેડૂતોને સહાય ચૂકવાશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે. આગામી 7 દિવસ સાર્વત્રિક મેઘ મહેરની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે. …

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Jul 2024 08:13 PM (IST)

    વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં, ગુજરાત હાઈકોર્ટે પૂર્વ મ્યુ. કમિશનર વિનોદ રાવ અને એચ એસ પટેલ સામે શિક્ષાત્મક પગલાં ભરવા કર્યો આદેશ

    વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે વડોદરા મહાનગરપાલિકાના 2 કમિશનરોને જવાબદાર ઠેરવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આપેલા 15 પાનાના ચૂકાદામાં, વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા વિનોદ રાવ અને એચ એસ પટેલની ભૂમિકા સ્પષ્ટ કરાઈ છે. કવોલીફીકેશન ના હોવા છતાંય કામ સોંપવામાં આવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે. હાઈકોર્ટે વિનોદ રાવ, એચ એસ પટેલ સામે શિક્ષાત્મક પગલાં લેવા આદેશ કર્યો છે.

  • 09 Jul 2024 07:50 PM (IST)

    પીએમ મોદી રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત

    પીએમ મોદી રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત (તસવીર સૌજન્ય-PTI)

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા છે. પીએમ મોદીએ આ સન્માનને 140 કરોડ દેશવાસીઓ અને ગાઢ મિત્રતા અને પરસ્પર વિશ્વાસનું સન્માન ગણાવ્યું છે.

  • 09 Jul 2024 06:37 PM (IST)

    સાળંગપુર – બરવાળા રોડ પર અકસ્માતમાં 16 લોકો ઈજાગ્રસ્ત

    સાળંગપુર બરવાળા માર્ગ પર થયેલા અકસ્માતમાં 16 જણાને ઈજા પહોચી છે. સાળંગપુર દર્શન કરી અમદાવાદ પરત ફરતા સમયે, સાળંગપુર – બરવાળા રોડ પર થયેલા અકસ્માતમાં 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.  સાળંગપુર બરવાળા માર્ગ પર આવેલ બજરંગદાસ બાપાની મઢી પાસે અકસ્માત થયો હતો. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પીકઅપ વાન પલટી ગઈ હતી. પીકઅપ વાનમાં સવાર 5 મહિલા 2 બાળકો સહિત કુલ 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા છે.

  • 09 Jul 2024 05:29 PM (IST)

    અમદાવાદ કે ભૂવાનગર, છેલ્લા 38 દિવસમાં પડ્યા 27 ભૂવા

    સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તા ઉપર ભૂવા પડવાને કારણે જાણે ભૂવાઓનું શહેર હોય તેવુ લાગે છે. છેલ્લા 38 દિવસમાં અમદાવાદ શહેરમાં કુલ 27 ભૂવા પડ્યા છે.  સોલા રોડ પર એક જ જગ્યા પર એક મહિનામાં બે વખત ભૂવો પડ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી ના કરાતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. અધિકારીઓ દ્વારા યોગ્ય સુપરવિઝન ના કરાતું હોવાથી એક જ જગ્યા પર વારંવાર ભૂવા પડવાની ઘટના સામે આવી છે.

  • 09 Jul 2024 05:04 PM (IST)

    ધોરાજીમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી

    રાજકોટના ધોરાજીમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા શહેરભરમાં પાણી ભરાઈ ગયા છે. ધોરાજીના ચકલા ચોક, ત્રણ દરવાજા, વોકળા કાંઠા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ના હોવાને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. નગર પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી દરમિયાન ભૂગર્ભ ગટર અને વોકળાની સફાઈ ના થઈ હોવાને કારણે શહેરભરમાં વરસાદી પાણી ભરાયા હોવાની ફરિયાદ લોકો કરી રહ્યાં છે.

  • 09 Jul 2024 05:01 PM (IST)

    પાટણ, સિદ્ધપુરમાં પવન સાથે વરસાદ

    પાટણ શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર, પાટણ અને સરસ્વતી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

  • 09 Jul 2024 03:08 PM (IST)

    સુરેન્દ્રનગરના નટવરગઢના 47 ખેડૂતોએ ઈચ્છા મૃત્યુ માટે કરી અરજી

    સુરેન્દ્રનગર જિલ્લા નટવરગઢના 47 ખેડૂતોએ, જિલ્લા કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની અરજી કરી છે. ઈચ્છા મૃત્યુની અરજ કરનારા ખેડૂતોની માંગ છે કે, ખેતરમાં નાખેલી સોલાર વીજ લાઇનનું વળતર નહિ મળે તો તેઓ ઈચ્છા મૃત્યુ કરવા ઈચ્છે છે. નટવરગઢ ગામના 47 ખેડૂતોના ખેતરોમાંથી સોલારની વીજ લાઈનો નાખવામાં આવી છે. પરંતુ કંપની દ્વારા યોગ્ય વળતર ચુકવવામાં ના આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેતરોમાં આડેધડ ખોદકામ કરી સોલારની વીજ લાઈન નાખવામાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં વળતર પેટેની રકમની ચુકવણી કરવામાં ના આવતા ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.

  • 09 Jul 2024 02:55 PM (IST)

    અમદાવાદમાં ધોધમાર વરસાદ

    અમદાવાદમાં ઘણા દિવસના વિરામ બાદ અંતે ધોધમાર વરસાદ શરુ થયો છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. એસજી હાઇવે, પ્રહલાદનગર, વેજલપુર, શ્યામલ, સરખેજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે. વરસાદના પગલે અમદાવાદના રસ્તાઓ પાણી પાણી થયા છે.

  • 09 Jul 2024 02:17 PM (IST)

    ખેડા: જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી

    ખેડા: જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થઇ છે. માતર તાલુકાના અનેક ગામોમાં વરસાદ પડ્યો છે. ભલાડા, સાયલા, શેખુપુરા, પરીયેજમાં વરસાદ વરસ્યો છે. વસઈ, સિંજીવાડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી ગામડામાં નદીઓ વહેતી થઈ છે. સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

  • 09 Jul 2024 02:16 PM (IST)

    બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

    આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ આપવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે આણંદ, વડોદરા, છોટાઉદેપુર ,નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે. સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપીમાં પણ વરસાદની આગાહી છે. દમણ, દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા ,સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર ,અરવલ્લી ,ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,દીવ, કચ્છ, દ્વારકા ,મોરબી ,જામનગર ,રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે.

  • 09 Jul 2024 01:17 PM (IST)

    રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પાસે અકસ્માત

    રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પાસે અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી કાર BRTS રેલિંગ સાથે અથડાઈ છે. રેલિંગ સાથે ટક્કર બાદ કાર પલટી ગઇ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી. અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા છે.

  • 09 Jul 2024 01:16 PM (IST)

    વડોદરા: થોડા દિવસના વિરામ બાદ સાવલીમાં વરસાદ

    વડોદરા: થોડા દિવસના વિરામ બાદ સાવલીમાં વરસાદ વરસ્યો છે. સાવલી નગર, ગોઠડા, ટુંડાવ, મંજુસરમાં વરસાદ ખાબક્યો છે. લામડાપુરા, નમીસર, અંજેસરમાં વરસાદ  વરસ્યો છે. સમગ્ર તાલુકામાં સાર્વત્રિક વરસાદથી લોકોએ રાહત અનુભવી છે.

  • 09 Jul 2024 12:07 PM (IST)

    મોસ્કોમાં ભારતીય સમાજને PM મોદીનું સંબોધન

    મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે ભારત વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઈકો સિસ્ટમ ધરાવતો દેશ છે. વર્ષ 2014 માં, જ્યારે તમે લોકોએ મને પહેલીવાર દેશની સેવા કરવાની તક આપી, ત્યારે થોડાક સેંકડો સ્ટાર્ટ-અપ્સ હતા, આજે આ સંખ્યા લાખોમાં પહોંચી ગઈ છે. આજે ભારત એક એવો દેશ છે જે રેકોર્ડ સંખ્યામાં પેટન્ટ ફાઇલ કરી રહ્યો છે, સંશોધન પત્રો પ્રકાશિત કરી રહ્યો છે અને આ મારા દેશના યુવાનોની શક્તિ છે. આજે વિશ્વ ભારતના યુવાનોની પ્રતિભા જોઈને આશ્ચર્યચકિત છે.

  • 09 Jul 2024 11:14 AM (IST)

    અમદાવાદની L.D. કોલેજની હોસ્ટેલનાં રૂમમાંથી મળ્યો વિદ્યાર્થીનો મૃતદેહ

    અમદાવાદ: L.D. કોલેજની હોસ્ટેલનાં રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો છે. વિદ્યાર્થીની હત્યા કે આત્મહત્યાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. મૃત વિદ્યાર્થી પાસે બ્લેડ મળી આવી છે. FSLની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. L.D. કોલેજની હોસ્ટેલનાં D બ્લોકમાં આ બનાવ બન્યો છે. યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

  • 09 Jul 2024 10:02 AM (IST)

    અમદાવાદ: સાબરમતી નદી મુદ્દે હાઈકોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

    અમદાવાદ: સાબરમતી નદી મુદ્દે હાઈકોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. AMCની તપાસમાં નદી સુધી પહોંચેલુ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી એકદમ શુદ્ધ છે. પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની તપાસમાં પાણી અત્યંત પ્રદૂષિત હોવાનો રિપોર્ટ છે. એક જ સ્થળેથી લેવાયેલા સેમ્પલના રિપોર્ટમાં વિરોધાભાસ કઈ રીતે તે સવાલ ઉઠી રહ્યા છે.

  • 09 Jul 2024 09:46 AM (IST)

    ગાંધીનગર: દેહગામના બહિયલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બબાલ

    ગાંધીનગર: દેહગામના બહિયલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બબાલ થઇ છે. મેડિકલ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારી વચ્ચે બોલાચાલી થઇ છે. મેડિકલ ઓફિસર અને TDO વચ્ચે બેલાચાલીનો વીડિયો સામે આવ્યો છે. તબીબે TDOને PHCમાંથી બહાર નીકળી જવા કહ્યું હતુ. તબીબે તાલુકા વિકાસ અધિકારી સાથે અણછાજતું વર્તન કર્યાનો આક્ષેપ છે. બહિયલ ગામમાં કોલેરાનો કેસ મળી આવતા TDO કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે TDOઓનું નિવેદન સામે આવ્યું છે.

  • 09 Jul 2024 09:08 AM (IST)

    અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ

    અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી પાણી થયુ છે્. અડધા કલાકના વરસાદમાં રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે. જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.

  • 09 Jul 2024 08:46 AM (IST)

    આસામમાં વરસાદી આફત, અત્યાર સુધી 72 લોકોના મોત

    આસામમાં વરસાદી આફત, અત્યાર સુધી 72 લોકોના મોત થયા છે. 28 જિલ્લાઓમાં લગભગ 23 લાખની વસ્તી પ્રભાવિત થઈ છે. ગઇકાલે વધુ છ લોકોના થયા મોત હતા. મોટાભાગની નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં 78 લોકોના મોત થયા છે. માત્ર વરસાદી પૂરને કારણે 72 લોકોના મોત થયા છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઓછામાં ઓછા 131 જંગલી પ્રાણીઓના મોત થયા છે. 96 અન્ય પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે.

  • 09 Jul 2024 08:44 AM (IST)

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના તલોદમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટના લોધિકામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના ભુજમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે.

  • 09 Jul 2024 08:43 AM (IST)

    વડોદરાઃ કોંગ્રેસના આગેવાન ચિરાગ ઝવેરીનું મોત

    વડોદરાઃ કોંગ્રેસના આગેવાન ચિરાગ ઝવેરીનું મોત થયુ છે. વિદેશ પ્રવાસે ગયેલા ઝવેરીનું હૃદય રોગના હુમલાથી મોતનું અનુમાન છે. 1987થી સતત 7 ટર્મ સુધી કાઉન્સિલર તરીકે સેવા આપી હતી. પૂર્વ મેયર તરીકે પણ ચિરાગ ઝવેરી સેવા આપી હતી.

  • 09 Jul 2024 07:28 AM (IST)

    પોરબંદર: માધવપુર ચોપાટીએ માતા-પુત્રી દરિયામાં તણાયા

    પોરબંદર: માધવપુર ચોપાટીએ માતા-પુત્રી દરિયામાં તણાયા છે. દરિયામાં ડૂબી જવાથી 33 વર્ષીય સુનીતા માવદિયાનું મોત થયુ છે. લાપતા છોકરીની શોધખોળ હાથ ધરાઈ છે. જૂનાગઢના ખામધ્રોલના માતા-પુત્રી રહેવાસી છે. માધવપુર ચોપાટીએ પરિવાર સાથે ફરવા આવ્યા હતા.

  • 09 Jul 2024 07:26 AM (IST)

    વડાપ્રધાન મોદીનું મોસ્કોમાં કરાયું ઉષ્માભેર સ્વાગત

    વડાપ્રધાન મોદીનું મોસ્કોમાં ઉષ્માભેર સ્વાગત કરાયું. મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને ગળે લગાવીને હર્ષોલાસ સાથે સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ આવાસ પર વડાપ્રધાન મોદી અને પુતિને સાથે રાત્રિભોજન લીધું. પુતિનના આવાસ પર યોજાયેલા આ પ્રાઈવેટ ડિનરમાં બન્ને દેશના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ. વડાપ્રધાન મોદીએ પુતિનને સંબોધીને કહ્યું કે તમે મને તમારા ઘરે આમંત્રણ આપ્યું. મને તમારા ઘરે આમંત્રિત કરવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું” તો રશિયના રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને આવકારતા કહ્યું કે..તમને આમંત્રિત કરીને આનંદ અનુભવું છું.

Published On - Jul 09,2024 7:23 AM

Follow Us:
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">