AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

06 ઓગસ્ટના મહત્વના સમાચાર : સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મુદ્દે બહાર પાડ્યું ગેઝેટ, ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર પ્રતિબંધ.. ટાસ્ક ફોર્સ રચી રખાશે નજર

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2026 | 9:48 PM
Share

Gujarat Live Updates આજ 06 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

06 ઓગસ્ટના મહત્વના સમાચાર :  સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મુદ્દે બહાર પાડ્યું ગેઝેટ, ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર પ્રતિબંધ.. ટાસ્ક ફોર્સ રચી રખાશે નજર

આજે 06 ઓગસ્ટને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Aug 2026 09:01 PM (IST)

    અમદાવાદ: પ્રેમમાં પાગલ પ્રેમીઓ બન્યા ચોર

    અમદાવાદ: પ્રેમમાં પાગલ પ્રેમીઓ ચોર બન્યાની ઘટના સામે આવી છે. ઠપકાની રીસમાં પ્રેમી યુગલે લાખોની ચોરીને અંજામ આપ્યો.  રામોલમાં 6.56 લાખની ચોરીના ગુનામાં યુવક અને સગીરાની ધરપકડ કરાઈ છે.  પ્રેમી પ્રશાંત અને સગીરાએ જૂની અદાવત રાખી ચોરી કર્યાની કબુલાત કરી છે. સગીરા ફરિયાદીના ઘરે આવતી-જતી હોવાથી કોઈને શંકા ગઈ ન હતી.  તિજોરીમાંથી સોના-ચાંદીના 6.56 લાખના ઘરેણાં ગાયબ થતા પોલીસે વિનય ભરવાડની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

  • 06 Aug 2026 08:46 PM (IST)

    સુરત: જિલ્લા LCBએ કરોડોના પોષડોડા રેકેટનો પર્દાફાશ કર્યો

    સુરત: જિલ્લા LCBએ કરોડોના પોષડોડા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પલસાણાના ટૂંડી ગામેથી પોષડોડા ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. ટ્રકમાંથી 2500 કિલો પ્રતિબંધિત પોષડોડાનો જથ્થો જપ્ત કરાયો છે. રૂપિયા 4 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.  રાઈસ ક્રેકર્સની આડમાં જથ્થો સંતાડીને લઈ જવાઈ રહ્યો હતો, મધ્યપ્રદેશથી રાજસ્થાન લઈ જવાતો જથ્થો સુરતથી ઝડરી લેવાયો અને ટ્રક ચાલક સુનિલ ભવરલાલ બિશનોઈની ધરપકડ કરાઈ

  • 06 Aug 2026 08:30 PM (IST)

    ભાવનગર: વાહન પોર્ટલ ખોરવાતા અરજદારો 15 દિવસથી પરેશાન

    ગુજરાતમાં વાહન 4.0 પોર્ટલનું અપડેટ 3 ઓગસ્ટે અમલમાં આવવાનું હતું, પરંતુ તે હજુ સુધી શરૂ થયું નથી.અને આથી ભાવનગરમાં અરજદારો હેરાન પરેશાન છે. છેલ્લા પંદરેક દિવસથી પોર્ટલની અનેક ઓનલાઈન સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેમાં પેમેન્ટ પ્રક્રિયા, નામ ટ્રાન્સફર, લોન સેવા નોંધણી અને રદ જેવી મહત્વપૂર્ણ કામગીરી બંધ છે.ભાવનગર આર.ટી.ઓ ઓફિસમાં ફેસલેસ સેવાઓ દરમિયાન આધાર ઓટીપી મિસમેચ સહિતની તકનીકી ખામીઓ જોવા મળી રહી છે. અરજીઓ પૂર્ણ ન થવાને કારણે વાહન ખરીદ-વેચાણની પ્રક્રિયા અટવાઈ ગઈ છે.

    આરટીઓ અધિકારીઓનું કહેવું છે કે આ અપડેટ નાગરિકોની સરળતા માટે કરવામાં આવી રહ્યું છે તેમણે આશ્વાસન આપ્યું કે 15 ઓગસ્ટ પછી સીસ્ટમ અપડેટ થશે..

  • 06 Aug 2026 08:20 PM (IST)

    રાજ્ય સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મુદ્દે બહાર પાડ્યું ગેઝેટ

    રાજ્ય સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મુદ્દે ગેઝેટ બહાર પાડ્યું છે. પ્રતિબંધ એક વર્ષ અથવા FSSAI નવા ધોરણ જાહેર કરે ત્યાં સુધી અમલમાં રહેશે. ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર પ્રતિબંધ મુકાયો છે. હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને ક્લાઉડ કિચનમાં ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા લેબલિંગ અને પેકેજિંગ પર પણ રોક લગાવાઈ છે. નિયમ ભંગ કરનાર સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. દંડ અને ગુનાની ગંભીરતા મુજબ કાયદેસરની સજા થઈ શકે

  • 06 Aug 2026 08:12 PM (IST)

    સુરત જિલ્લામાં બાયો ડિઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

    સુરત જિલ્લામાં બાયો ડિઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, કોસંબા પોલીસે 3 હજાર 400 લિટર શંકાસ્પદ બાયો ડીઝલ જપ્ત કર્યું. ઈદગાહ ફળિયામાંથી શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો. મોપેડ, બાઇક સહિત કુલ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. અકબરખાન શેખ નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો.

  • 06 Aug 2026 08:10 PM (IST)

    સુરત: કોર્ટ પરિસરમાં આરોપીનું અચાનક મોત

    સુરત: કોર્ટ પરિસરમાં આરોપીનું અચાનક મોત થતા અફરાતફરી મચી ગઈ. પોલીસ કસ્ટડી બાદ કોર્ટમાં રજૂ કરાયેલા યુવકનું મોત થયુ છે. નરેશ પરમાર નામનો યુવક અચાનક ઢળી પડતાં મૃત્યુ નિપજ્યુ. કોર્ટમાં રજૂઆત દરમિયાન તબિયત લથડતાં યુવકનું નિધન થયુ છે. ચાર સંતાનોના પિતાના અચાનક મોતથી પરિવારમાં માતમ ફેલાયો છે. કતારગામ પોલીસ સામે પરિવારે ગંભીર આક્ષેપ કરી રહ્યો છે.

  • 06 Aug 2026 07:50 PM (IST)

    ગાંધીનગરમાં સંબંધોને લાંછનરૂપ ઘટના, 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

    ગાંધીનગર જિલ્લાના ચિલોડા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી. ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાના આરોપસર ચિલોડા પોલીસે બાળકીના પિતાની ધરપકડ કરી. 4 ઓગસ્ટની રાત્રે આરોપીએ પોતાની પુત્રી સાથે એકલો હતો ત્યારે દુષ્કર્મ કર્યાનો આરોપ છે. બીજા દિવસે બાળકીની તબિયત બગડતા અને સમગ્ર ઘટના સામે આવતા માતાએ તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી તેમજ ચિલોડા પોલીસને જાણ કરી. હોસ્પિટલમાં બાળકીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવી. ઘટનાની ગંભીરતા જોતા ચિલોડા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. હ્યુમન સોર્સની મદદથી આરોપી પિતાને ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • 06 Aug 2026 07:38 PM (IST)

    બજરંગ દાસ બાપાના AI જનરેટેડ ભ્રામક વીડિયો વાયરલ થતા ટ્રસ્ટે દર્શાવી આપત્તિ

    ભાવનગરમાં બજરંગદાસ બાપાના AI જનરેટેડ ભ્રામક વીડિયો વાયરલ થતાં બગદાણા આશ્રમે આપત્તિ દર્શાવી છે. આશ્રમ ટ્રસ્ટે ભક્તોને આવા ફેક વીડિયોથી દૂર રહેવા અને બાપાના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ ન કરવા અપીલ કરી છે. લાઈક્સ-વ્યુઝ માટે બાપાની ખોટી રજૂઆત ન થાય અને તેમની પવિત્રતા જળવાઈ રહે તે માટે વિનંતિ પણ કરાઈ છે.

  • 06 Aug 2026 07:15 PM (IST)

    સિલિકોસિસ પીડિત શ્રમિકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

    સિલિકોસિસ પીડિત શ્રમિકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.સિલિકોસિસથી મૃત્યુ પામેલા શ્રમિકના પરિવારને ₹4 લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. સિલિકોસિસથી અસરગ્રસ્ત શ્રમિકને ₹3 લાખની અનુગ્રહ સહાય અપાશે.  પેન્શન, શિક્ષણ સહિત 22 સરકારી યોજનાઓનો લાભ મળશે. યોજના અંગે અરજદારના વાંધા બાદ હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. યોજના અંગે પ્રચાર-પ્રસાર માટે કાનૂની સેવા સત્તામંડળને નિર્દેશ આપશે. 27 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે.

  • 06 Aug 2026 07:00 PM (IST)

    પોરબંદર: બખરલા હમીરસર તળાવ મામલે તપાસ તેજ

    પોરબંદર: બખરલા હમીરસર તળાવ મામલે તપાસ તેજ થઈ છે.  રાજકોટથી આવેલી ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.  ભ્રષ્ટાચારના આક્ષેપને પગલે ગુણવત્તા અંગે તપાસ શરૂ કરાઈ છે.  સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યું હતું. તળાવના આયોજન અને મટીરિયલ બાબતે આરોપ લગાવ્યા છે. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થાય તેવી માગ કરાઈ છે.

    મહત્વનું છે કે ગ્રામજનોએ ખાનગી કંપની અને ક્ષાર અંકુશ વિભાગ દ્વારા થઈ રહેલા તળાવના કામનો વિરોધ કર્યો હતો. અને કામગીરીમાં આયોજન અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ લીધા છે. જેની તપાસ બાદ સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે.

  • 06 Aug 2026 06:45 PM (IST)

    સરકારના નિર્ણયને ડેરી સાયન્ટિસ્ટ્સે આવકાર્યો

    રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ મુકવાના સરકારના નિર્ણયને ડેરી સાયન્ટિસ્ટોએ આવકાર્યો છે. ડેરી સાયન્ટિસ્ટોના મતે, વનસ્પતિ તેલ અને સ્ટાર્ચમાંથી બનતા એનાલોગ ઉત્પાદનો દૂધના મૂળ ઉત્પાદન તરીકે વેચાતા હતા, જે ગ્રાહકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું કરતા હતા. પરંતુ હવે સરકારના નિર્ણયથી ભેળસેળમુક્ત અને અસલી દૂધની બનાવટો ગ્રાહકો સુધી પહોંચશે.

  • 06 Aug 2026 06:35 PM (IST)

    ગોત્રી સ્મશાન નજીકથી સળગેલી હાલતમાં મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો

    વડોદરા: ગોત્રી સ્મશાન નજીકથી સળગેલી હાલતમાં મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. સળગેલી હાલતમાં મળેલો મૃતદેહ કપિરાજનો હોવાનું સામે આવ્યું છે. ગોત્રી હોસ્પિટલના ફોરેન્સિક વિભાગની તપાસમાં ખુલાસો થયો છે. પોલીસ અને ગોત્રી હોસ્પિટલની ફોરેન્સિક ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ છે.

  • 06 Aug 2026 06:20 PM (IST)

    એનાલોગ પનીર પર પ્રતિબંધ મુદ્દે રાજ્ય સરકારનું કડક વલણ

    એનાલોગ પનીર પર પ્રતિબંધ મુદ્દે રાજ્ય સરકારનું કડક વલણ સામે આવ્યુ છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યુ કે પ્રતિબંધના અમલ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. ભેળસેળ કરનારા સામે કડક પગલાં ભરવામાં આવશે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાને છોડવામાં નહીં આવે. તમામ વિભાગને ગંભીરતા દાખવીને કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

  • 06 Aug 2026 06:15 PM (IST)

    બનાસકાંઠા: દેવ દરબાર જાગીરમઠ લાફાકાંડ ની ગૂંજ હવે ગાંધીનગર સુધી

    બનાસકાંઠા: દેવ દરબાર જાગીરમઠ લાફાકાંડ ની ગૂંજ હવે ગાંધીનગર સુધી પહોંચે તો નવાઈ નહીં. કારણ કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની વાતને અવગણીને પણ આજે ધાનેરામાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ચિંતન બેઠકમાં સામેલ થયા હતા અને 11 ઓગસ્ટે ન્યાય ન મળે તો ગાંધીનગર કૂચ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ન્યાય નહીં મળે તો આંદોલનની ચેતવણી આપી છે.

    આપને કહી દઇએ કે ચૌધરી સમાજના આધેડનુ અપહરણ કરી માર મારવા મામલે ન્યાયની માંગ સાથે ધાનેરામાં મળી બેઠક. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા હતા.

    ન્યાયની આ લડત રંગ લાવે તે પહેલાં જ ભાગલા પાડવાની કવાયત થતી હોવાની ચર્ચાઓ છે. ગઈકાલે જ વિધાનસભા અધ્યક્ષ અને ચૌધરી સમાજના નેતા શંકર ચૌધરીએ લોકોને કોઈ રેલીમાં ન જોડાવા અપીલ કરી હતી. પણ તેમની વાતોને અવગણીને આજે ધાનેરામાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો જોડાયા હતા..આ બેઠકમાંથી એવો સૂર નિકળ્યો છે કે જો ન્યાય નહીં મળે તો 11મી તારીખે સીનાડ મઠથી આ રેલી ગાંધીનગર જશે.

  • 06 Aug 2026 05:59 PM (IST)

    રાજકોટ: RTOના જૂના બિલ્ડિંગમાંથી દારૂની ખાલી બોટલો મળતાં ચકચાર

    રાજકોટ: RTOના જૂના બિલ્ડિંગમાંથી દારૂની ખાલી બોટલો મળતાં ચકચાર મચી છે. જૂની RTOની બિલ્ડિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યાની ચર્ચા છે. દારૂની ખાલી બોટલોનો વીડિયો વાયરલ થયો છે. ઘટના સામે આવતા બિલ્ડિંગની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે.

  • 06 Aug 2026 05:45 PM (IST)

    જામનગર: છત ધરાશાયી થતા ત્રણ વ્યક્તિને ઈજા

    જામનગર: છત ધરાશાયી થતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી છે. રાજપાર્ક રંગમતિ પાર્ક શેરી નંબર-2માં આ ઘટના બની છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો ભાડાના મકાનમાં રહેતા હતા. પોલીસે બનાવ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

  • 06 Aug 2026 05:17 PM (IST)

    ભરૂચ: RTI ની માહિતી માટે કોંગ્રેસને 70 હજારનું બિલ આપ્યું

    ભરૂચ: RTI ની માહિતી માટે કોંગ્રેસને 70 હજારનું બિલ આપ્યું છે. નગરપાલિકાએ અરજીનાં જવાબ માટે બિલ આપ્યું છે. વાર્ષિક હિસાબોને લઈને કોંગ્રેસે RTI દ્વારા જવાબ માગ્યો છે. માહિતી આપવા 70 હજાર ફી માગવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. કોંગ્રેસે આ બિલ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો અને આરોપ મૂક્યો કે નગરપાલિકાના વહીવટમાં પારદર્શિતાનો અભાવ છે. કોંગ્રેસનું કહેવું છે કે હિસાબો પર ચર્ચા વગર જ ચૂંટણી બાદની પહેલી સામાન્ય સભા પૂર્ણ કરી દેવાઇ.

    જો કે નગરપાલિકાના ચીફ ઓફિસર 70 હજારના બિલને યોગ્ય ગણાવે છે. તેમનો દાવો છે કે કોંગ્રેસે 40 હજારથી વધુ પાનાંની માહિતી માંગી આવી હોવાથી આ બિલ આપ્યું છે.

  • 06 Aug 2026 04:52 PM (IST)

    વડોદરા: વારસિયા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક

    વડોદરા: વારસિયા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો.  કોલોનીમાં પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરી. વિશાલ લાલવાણી અને તેના સાગરીતો પર ઉત્પાતનો સ્થાનિકોનો આક્ષેપ છે. યુવક અને મહિલાને માર મારવાનો આરોપ લાગ્યો. આરોપી દારૂનો ધંધો કરતો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો. કુંભારવાડા પોલીસ પર યોગ્ય કાર્યવાહી ન કરવાનો આક્ષેપ લાગ્યો છે.  સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

  • 06 Aug 2026 02:29 PM (IST)

    વડોદરાની SSG હોસ્પિટલમાં જાપ્તાના કોન્સ્ટેબલને ધક્કો મારીને દુષ્કર્મના કેસનો આરોપી થયો ફરાર

    વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલો દુષ્કર્મના કેસનો આરોપી ફરાર થઈ ગયો. કાચા કામનો 18 વર્ષીય આરોપી રમેશે પોલીસ જાપ્તામાંથી ફરાર થયો. સ્કિન ડૉક્ટર પાસે સારવાર માટે લાવવામાં આવ્યો હતો આરોપી. હિતેન્દ્રસિંહ નામના કોન્સ્ટેબલને ધક્કો મારી આરોપી ફરાર. SSG હોસ્પિટલની નવી બની રહેલી ઇમારતમાં ઘૂસી આરોપી ફરાર થયો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો SSG હોસ્પિટલ પહોંચ્યો. પોલીસ ડ્રોન ઉડાવી કરી રહી છે આરોપીની શોધખોળ. આરોપીની શોધખોળ માટે પોલીસે હાથ ધરી કાર્યવાહી. પોલીસે આરોપીને શોધવા 6 ટીમો બનાવી

  • 06 Aug 2026 02:26 PM (IST)

    સુરતના કામરેજમાં સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીઝની લિફ્ટ તૂટતા એકનું મોત થયું

    સુરત જિલ્લામાં કામરેજમાં લિફ્ટ તૂટતા એકનું મોત થયું. ખોલવડ ગામે સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલમાં બની ઘટના. એક 32 વર્ષીય કામદાર લિફ્ટમાં બેસી ઉપરના માળે જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક લિફ્ટ તૂટી નીચે પડી. કામદારને ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યુ. સુરત શહેરની ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ. ભારે જહેમત ઉઠાવી કામદારનો મૃતદેહ બહાર કાઢ્યો. સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

  • 06 Aug 2026 02:23 PM (IST)

    સુરતમાં કોર્પોરેટરો વચ્ચેના વિવાદ મુદ્દે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ મીડિયાના સવાલોથી કારમાં ભાગ્યા

    સુરતમાં કોર્પોરેટરો વચ્ચેના વિવાદ મુદ્દે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ મીડિયાના સવાલોથી કારમાં ભાગ્યા. સુરતમાં કોર્પોરેટરો વચ્ચે થયેલ વિવાદ મામલે ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટે બોલવાનું ટાળ્યું. ભાજપ કાર્યાલય અગત્યની બોલાવવામાં આવી હતી બેઠક. બેઠકમાં શહેર ભાજપના હોદ્દેદારોને પણ બોલાવાયા હતા. મીડિયાના સવાલોથી બચવા પ્રદેશ મહામંત્રી કારમાં બેસીને ભાગી ગયા.

  • 06 Aug 2026 02:10 PM (IST)

    બજરંગદાસ બાપાના પવિત્ર સ્વરૂપ સાથે AI- ડીપ ફેક ફોટા-વીડિયોથી છેડછાડ ના કરવા ટ્ર્સ્ટની અપીલ, લાઈક્સ-વ્યુઝ માટે ભ્રામક ફોટા-વીડિયોથી દૂર રહેવા કરી તાકીદ

    બગદાણા ગુરુ આશ્રમની ભાવિકો માટે ટ્રસ્ટે જાહેર પત્ર બહાર પાડી કરી મહત્વની અપીલ. AI- ડીપ ફેક ફોટા-વીડિયોથી સાવધાન રહેવા અનુરોધ કર્યો છે. બજરંગદાસ બાપાના નામે ભ્રામક પોસ્ટ વાયરલ થઈ રહી છે. AIથી બનાવટી ફોટા બનાવાતાં આશ્રમે વ્યક્ત કરી ચિંતા. લાઈક્સ-વ્યુઝ માટે ખોટી સામગ્રી ના ફેલાવવાની ભાવિકોને આગ્રહભરી અપીલ કરી છે. AI જનરેટેડ ફોટા-રીલ્સ શેર ના કરવા અનુરોધ કર્યો છે. બાપાના પવિત્ર સ્વરૂપ સાથે અન્યાય ના કરવાની વિનંતી ટ્રસ્ટે કરી છે.ટ્રસ્ટે જાહેર પત્ર બહાર પાડી કરી સ્પષ્ટતા. ભ્રામક ફોટા-વીડિયોથી દૂર રહેવા ભાવિકોને અપીલ

  • 06 Aug 2026 01:43 PM (IST)

    બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને જાનથી મારી નાખવાની મળી ધમકી

    બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી વિદેશમાં રહેતા ગેંગસ્ટર ઝીશાન અખ્તર દ્વારા આપવામાં આવી હતી. અખ્તર, બાબા સિદ્દીક હત્યા કેસમાં પણ સંડોવાયેલો હતો. તેણે સોશિયલ મીડિયા દ્વારા વોઇસ નોટ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હ

  • 06 Aug 2026 01:19 PM (IST)

    બોટાદમાં કચરાના સળગતા ઢગલાંમાંથી નવજાત શિશુનો દેહ મળ્યો

    બોટાદ શહેરના કાદર શેઠની વાડી વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. કાદર શેઠની વાડી પાસે આવેલા કચરાના સળગતા ઢગલામાંથી એક નવજાત શિશુનો દેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

  • 06 Aug 2026 01:16 PM (IST)

    રાજકોટ રેન્જ આઇ.જી. સ્કોર્વોડે, સુરેન્દ્રનગરના પોલીસ કોન્સ્ટેબલના ઘરે દરોડા પાડી ડબ્બા ટ્રેડીંગ પકડી પાડ્યું

    સુરેન્દ્રનગરના રતનપરમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં છેલ્લા દશ વર્ષથી ગેરકાયદેસર ચાલતુ ડબ્બા ટ્રેડીંગ પર રાજકોટ રેન્જ આઇ.જી. સ્કોર્વોડ એ રેડ કરી સાત આરોપીઓને લેપટોપ મોબાઇલ સહિતની સામગ્રી સાથે ઝડપી લીધા છે અને આકરી પુછપરછ હાથ ધરી છે તેમજ આરોપી પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરી ડબ્બા ટ્રેડીંગની તપાસ જેતપુર પોલીસને સોપી તપાસ હાથ ધરી છે.

  • 06 Aug 2026 09:57 AM (IST)

    DRIએ કંડલા બંદર પરથી 3 કરોડની પાકિસ્તાનની ખજૂર ભરેલા 13 કન્ટેનર જપ્ત કર્યાં

    DRIએ કંડલા બંદર પરથી 3 કરોડની પાકિસ્તાનની ખજૂર કરી જપ્ત. દુબઈ મારફતે ભારતમાં દાણચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ, 13 કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા છે. અંદાજે 3 કરોડની કિંમતની 364 મેટ્રિક ટન સૂકી ખજૂર જપ્ત કરાઈ છે. કાગળ પર UAEનો માલ દર્શાવીને છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનથી દુબઈ અને ત્યાંથી ભારતમાં દાણચોરીનું નેટવર્ક ઝડપાયુ. દસ્તાવેજમાં મૂળ દેશ પાકિસ્તાન હોવાની વિગતો ચાલાકીપૂર્વક છુપાવાઈ હતી. ગત અઠવાડિયે આશરે 1.4 કરોડની 14 મેટ્રિક ટન કુદરતી રેઝિન પણ ઝડપાયું હતુ.

  • 06 Aug 2026 09:53 AM (IST)

    રાજકોટમાં ઘરમાં જ ભેળસેળયુક્ત વિદેશી દારુ બનાવનારને ઝડપી લેવાયો

    રાજકોટ પીસીબી એ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પક્ડયો છે. પકડાયેલો શખ્સ મોંઘી વિદેશી દારૂની બોટલમાં નબળી કક્ષાનો દારૂ ઉમેરતો હતો. ભગવતીપરામાં આવેલ વિનોબાભાવે ટાઉનશીપના પાર્કિંગમાંથી પોલીસે પકડી પાડ્યો. કઇ રીતે મોંઘી દારૂની બોટલમાં સસ્તો દારૂ ઉમેરતો હતો તેનો ડેમો પણ દેખાડવામાં આવ્યો. અનીષ હિંગોરા નામના શખ્સની પોલીસે કરી ધરપકડ. વિદેશી દારૂનો જથ્થો, કેટલીક મશીનરો પોલીસે પકડી પાડી.

  • 06 Aug 2026 09:52 AM (IST)

    સુરતના જ્વેલર્સ કસ્ટમમાંથી સસ્તુ સોનુ ખરીદવા જતા 1 કરોડથી વધુ ગુમાવ્યા

    સુરતના વરાછાની અંબિકા જ્વેલર્સના વેપારી અને તેના મિત્ર સાથે 1.09 કરોડ રૂપિયાની ઠગાઈ થવા પામી છે. કસ્ટમમાંથી છોડાવેલું સોનું ચાર ટકા સસ્તા ભાવે અપાવવાની લાલચ આપી હતી. જે બાદ અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા જ્યાં એડવાન્સમાં રૂપિયા 15 લાખ લઈ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સાણંદ ટોલનાકા પાસે રૂપિયા 94 લાખ એમ મળીને કુલ રૂપિયા 1.09 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. રકમ લીધા બાદ સોનું લઈને આવું છું કહીને આરોપી પરેશ ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર વેપારી નિકુંજ લુંભાણી દ્વારા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  • 06 Aug 2026 08:46 AM (IST)

    રાજકોટમાં પોતાનાથી નાની ઉંમરના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદથી પરણિત મહિલાને પ્રેમીએ આપ્યું મોત

    રાજકોટમાં પોતાનાથી નાની ઉંમરના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પરણિત મહિલાને ભારે પડી! 25 વર્ષના પ્રેમીએ 45 વર્ષીય પ્રેમિકાને ચાલુ ટ્રેન સાથે ભટકાડી દઈ હત્યા નિપજાવી છે. રાજકોટ રેલવે પોલીસ દ્વારા પ્રકાશ સોલંકી નામના હત્યારા પ્રેમીની કરી ધરપકડ. મહિલાની ગુંદાળા ફાટકથી આગળ ટ્રેનના પાટા પાસે લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક મંજુની દીકરી પાયલ કોળીએ માતાને પ્રેમી પ્રકાશની સંડોવણી હોવાની શકયતા વ્યક્ત કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશ સોલંકીએ હત્યા કરી હોવાની કબુલાત આપી. મંજુ દ્વારા પોતાના યુવાન પ્રેમીને લગ્ન કરવા બાબતે દબાણ કરતી હતી. જે બાબતે બંને વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા. મંજુને સંતાનમાં બે દીકરી અને બે દીકરા હોવાનું ખુલ્યુ.

  • 06 Aug 2026 08:18 AM (IST)

    છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસ્યો વરસાદ

    ગઈકાલ બુધવાર સવારના 6 વાગ્યાથી આજે ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં ગુજરાતના 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ 71 તાલુકામાં એક મી.મી.થી લઈને 20 મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડામા સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

  • 06 Aug 2026 07:21 AM (IST)

    પીજીવીસીએલનો જાદુ ! મોરબીના લક્ષ્મીનગર ગામે 220 કે.વી. હેવી વીજલાઈન નીચે આપોઆપ ઝળહળે છે બલ્બ, ખેડૂતનો દાવો

    મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે 220 કે.વી. હેવી વીજલાઈન નીચે એવા દ્રશ્યો સામે આવ્યા છે જે સૌ કોઈને અંચબામાં નાખી દેવા ઉપરાંત ચિંતા પ્રેરે. કોઈ સીધા વીજ જોડાણ વિના, આપોઆપ બલ્બ ચાલુ થયો હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યાં છે. ખેતરમાંથી પસાર થતી હેવી વીજલાઇનની આસપાસ આટલો પાવરફુલ કરંટ આવી રહ્યો છે કે, વીજ જોડાણ વીના બલ્બ ચાલુ થતો હોવાનો ખેડૂતનો દાવો છે. ખેતરની ફેન્સિંગમાં પણ કરંટ અનુભવતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વીજલાઇનની આસપાસ ફેલાતા કરંટને કારણે જાનમાલના જોખમની ખેડૂતોમાં ભીતિ

  • 06 Aug 2026 07:17 AM (IST)

    જાણીતા લેખક કાજલ ઓઝા વૈદ્ય સાથે સ્નેચિંગનો બનાવ

    જાણીતા લેખક કાજલ ઓઝા વૈદ્ય સાથે પર્સ સ્નેચિંગનો બનાવ બન્યો. રિક્ષામાં મુસાફરી સમયે બે અજાણ્યા શખ્સ પર્સ ઝૂંટવીને ફરાર થઈ ગયા. ફૂટબોલ ગ્રાઉન્ડથી ભુલાભાઈ રોડ પર આ સ્નેચિંગનો બનાવ બન્યો. મોબાઈલ, રોકડ, ઘડિયાળ સહિતની ચીજવસ્તુની ચોરી થવા પામી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ.

Published On - Aug 06,2026 7:17 AM

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
g clip-path="url(#clip0_868_265)">