Breaking News : શેખ હસીનાના ભાષણ પછી બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનનું ઘર બોમ્બથી ફુંકી માર્યું
બાંગ્લાદેશની પૂર્વપ્રધાનમંત્રી શેખ હસીનાના ભાષણ પછી ફરી બાંગ્લાદેશમાં હિંસાની શરુઆત થઈ છે. પૂર્વ કેપ્ટન અને અવામી લીગના પૂર્વ સાંસદ શાકિબ અલ હસનના ઘર પર બોમ્બથી બ્લાસ્ટ થયો છે.

બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટ કેપ્ટન અને અવામી લીગના પૂર્વ સાંસદ શાકિબ અલ હસના ઘર પર બુધવારના મોડી સાંજે પેટ્રોલ બોમ્બ ફેકવામાં આવ્યો હતો. આ હુમલામાં ભારતમાં પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સાથે તેની વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સ પછી થોડા કલાકોમાં થયો હતો. આ હુમલો માગુરા શહરના કેશવમોર વિસ્તારમાં શાકિબ અલ હાસનના પૈતૃક ઘર પર થયો છે.ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી છે. આ ઘટના નવી દિલ્લીના ફોરેન કોરસ્પોન્ડેટ્સ ક્લબમાં આયોજિત શેખ હસીનાની વર્ચુઅલ પ્રેસ કોન્ફર્નસ પછી થઈ હતી.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શેખ હસીનાની આ વાતચીત પર નારાજગી વ્યક્ત કરી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય અવામી લીગ તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં આગ કરવાની સજા અવામી લીગની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થવાની કિંમત છે. બાંગ્લાદેશ નવ-ફાશીવાદના પડછાયા હેઠળ છે. અવામી લીગ માને છે કે વર્તમાન સરકાર સરમુખત્યારશાહી બની ગઈ છે.
પ્રેસ કોન્ફરન્સ પહેલા મળી ધમકી
પ્રેસ કોન્ફરન્સ પહેલા બીએનપી ઈસ્લામી જમાત અને એનસીપીએ નેશનલ મીડિયા આઉટલેટ્સને ખુલેઆમ ધમકી આપી હતી કે, જો પ્રેસ કોન્ફરન્સના સમાચાર છપાયા તો કોર્ટ જશે તેમજ આ મામલે કેસ નોંધશે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ આ ઇરાદાપૂર્વકની કાર્યવાહી લોકશાહીના નિર્માણના નામે અવામી લીગના કાર્યકરો સામે ચાલી રહેલા નરસંહાર અભિયાનનો વધુ પુરાવો છે, જે ફાસીવાદની નિશાની છે.
Torching residences : the cost of attending Awami League press conference Neo fascism engulfs Bangladesh
A grisly petrol bomb attack took place at the residence of Bangladesh’s celebrated cricket icon Sakib Al hasan, hours after the world famous star cricketer appeared at a… pic.twitter.com/Uqmwwih3XG
— Bangladesh Awami League (@albd1971) August 5, 2026
બુધવારે શેખ હસીના સરકારને ઉથલાવી દેવાની બે વર્ષની વર્ષગાંઠ હતી. આ પ્રસંગે, શેખ હસીનાએ જણાવ્યું હતું કે તેઓ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછા ફરવા માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે લોકશાહી પુનઃસ્થાપિત કરવાના તેમના પ્રયાસોમાં તેઓ ધરપકડ અથવા મૃત્યુનો સામનો કરવા માટે પણ તૈયાર છે.
હસીનાના ભાષણ પર બાંગ્લાદેશે શું કહ્યું
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે દિલ્લીમાં બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની મીડિયા સાથેની વર્ચુઅલ વાતચીત પર નારાજગી વ્યક્ત કરી હતી. મંત્રાલયે ટ્વિટ કરી કહ્યું કે, બાંગ્લાદેશ આ વાતથી નારાજ છે કે,નરસંહારની દોષી અને ફરાર શેખ હસીનાને નવી દિલ્લીમાં મીડિયા લાઈવ વાતચીત કરવીની પરવાનગી આપવામાં આવી છે. તેમણે તેના સાથીઓએ બાંગ્લાદેશ અને ત્યાંના લોકો વિરુદ્ધ ઝેરીલી વાત કહી છે.
ઢાકાને આ વાતનો અફસોસ છે કે, ભારત સરકારને પહેલા એ કહેવામાં આવ્યું કે, આ કાર્યક્રમથી અમારા દ્રિપક્ષીય સંબંધોને ફરી સુંદર બનાવવાનો પ્રયત્નો પર કેમ અસર પડી શકે છે. તેમ છતાં સાર્વજનિક કાર્યક્રમને આયોજિત કરવાની પરવાનગી આપવામાં આવી છે.
